હેકર ગ્રુપનો દાવો: એરટેલ યૂઝર્સની વધી ગઈ ચિંતા, લાખો લોકોના ફોન અને આધાર લીક, જલદી જાણી લો આ વિશે શું કહ્યું કંપનીએ…

એરટેલના 25 લાખ ગ્રાહકોના ડેટા લીકેજ થયાની વાતે કરોડો યૂઝર્સની ઊંઘ ઉડાડી દીધી છે. આ મામલો સામે આવ્યા બાદ એરટેલ યૂઝર્સ ચિંતામાં મુકાઈ ગયા છે. જાણવા મળ્યાનુસાર હેકર્સે દાવો કર્યો છે કે તેમણે છેલ્લા 3 મહિનાથી આ ડેટા મેળવી લીધો હતો. આ ડેટામાં યૂઝર્સની અંગત માહિતી છે. જો કે આ ચર્ચા શરુ થયા બાદ એરટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના કોઈ યૂઝર્સનો ડેટા લીક થયો નથી.

image source

એરટેલ યૂઝર્સના ડેટા લીક અંગે ઘટસ્ફોટ કરતાં રેડ રેબિટ ટીમ નામના હેકર ગૃપે દાવો કર્યો હતો કે કંપનીના લાખો યૂઝર્સના ડેટા હેક કર્યા છે. આ ડેટામાં યૂઝર્સની પર્સનલ માહિતી છે. આ માહિતીમાં યૂઝર્સના આધાર કાર્ડ નંબર, એડ્રેસ જેવી વિગતોનો સમાવેશ થાય છે.

image source

આ સમાચાર સામે આવ્યા બાદ તુરંત એરપેટ કંપનીએ પણ પ્રતિક્રિયા આપી હતી. કંપનીએ ડેટા લીક વિશે કહ્યું છે કે, કંપની તેના યૂઝર્સની ગોપનીયતા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છે. આ ડેટા લીક અંગે કંપની વતી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ ડેટા બ્રીચ કરવામાં આવ્યા નથી. એરટેલે કહ્યું છે કે હેકર ગૃપે કરેલો આ દાવો સાચો નથી, કારણ કે આ મોટાભાગના ડેટા એરટેલ કંપનીનો નથી. કંપનીના જણાવ્યા અનુસાર તેમના તરફથી આ મામલે સત્તાધીશોને જાણ કરવામાં આવી છે. જો કે આ હેકર ગૃપ ક્યાંનું છે તે વાતની જાણકારી સામે આવી નથી.

image source

જો કે આ પહેલા વર્ષ 2019 માં એક રિસર્ચને એરટેલના એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇંટરફેસમાં ખામી જણાઈ હતી. આ સમસ્યા એરટેલની મોબાઇલ એપ્લિકેશનમાં હતી, જેના કારણે 300 મિલિયન યુઝર્સના ડેટા લીક થઈ શકે છે તેવું પણ તે સમયે કહેવામાં આવ્યું હતું. જો કે તે સમયે પણ કંપનીએ કહ્યું હતું કે તેણે આ સમસ્યાને તરત જ દૂર કરી દીધી છે અને એપ સુરક્ષિત છે.

image source

જો કે જે વેબસાઈટ પર એરટેલ યૂઝર્સના ડેટા લીક થયા છે તેને હૈકર્સે બંધ કરી છે. હવે તેને શા માટે બંધ કરવામાં આવી તે જાણકારી પ્રકાશમાં આવી નથી. પરંતુ ડેટા બ્રીચમાં જમ્મૂ એન્ડ કાશ્મીરના યૂઝર્સના ડેટા વધારે લીક થયા હોવાની અંદરખાને ચર્ચાઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત