ગુજરાતના આ ગામમાં વેક્સિનેશનની થઇ જોરદાર અસર, જ્યાં નથી એક પણ કોરોનાનો કેસ, એક વર્ષથી ગામમાં આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

રાજકોટ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જઈ રહ્યું છે. આવા સમયમાં પણ એવા કેટલાક ગામ છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણની સામે જનજાગૃતિ, અનુશાસન અને ૧૦૦% વેક્સિનેશનણી મદદથી આજ દિવસ સુધી કોરોના વાયરસ સંક્રમણનો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી. અત્યારે લોધિકાના જસવંતપુર અને તરવડા ગામમાં માઈક, બેનર્સ, મીટીગ્સ દ્વારા માહિતી, એજ્યુકેશન અને કોમ્યુનીકેશનની મદદથી કોરોના વાયરસ સંક્રમણનો એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી. એટલું જ નહી, છેલ્લા એક વર્ષથી આ ગામમાં દુકાનો પણ બંધ રાખવામાં આવી છે ઉપરાંત ફેરિયાઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

image source

સઘન કિલ્લેબંધીના લીધે અમારા ગામમાં અત્યાર સુધી કોરોના વાયરસનું સંક્રમણ પ્રવેશ કરી શક્યો નથી- ઉપસરપંચ. આ ગામમાં ૫૦ ખોરડા અને ૩૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા લોધીકાના જસવંતપુર ગામના ઉપસરપંચ બાબુભાઈ હિરાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારા ગામમાં છેલ્લા એક વર્ષથી કુદરતી રીતે કે પછી કોરોના વાયરસ સંક્રમણના લીધે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. એટલું જ નહી, આ ગામનું કોઈ નાગરિક પણ બીમાર પડ્યું નથી તો પછી કોરોના વાયરસ સંક્રમણનો કેસ પણ ક્યાંથી હોય, અમારા ગામમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોઈ પણ તહેવારની ઉજવણી સામુહિક રીતે કરવામાં આવી નથી, ઉપરાંત ગામમાં ફેરિયાઓના પ્રવેશ કરવા પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને દુકાનોને પણ બંધ રાખવામાં આવી છે. આ ગામમાં રહેતી વહુ અને દીકરીઓને ગામની બહાર જવા પર એટલે કે, પિયર આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ગામમાં રિક્ષા દ્વારા શાકભાજીને શાળામાં લાવવામાં આવે છે અને શાળામાં આવીને તમામ ગ્રામજનો અહિયાથી પોતાના માટે જરૂરી શાકભાજીની ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત આ ગામમાં રહેતા તમામ નાગરિકોએ વેક્સિનેશન કરાવી લીધું છે એટલે કે, આ ગામમાં ૧૦૦% વેક્સિનેશન થઈ ગયું છે. આટલી સઘન કિલ્લેબંધીના લીધે અમારા ગામમાં અત્યાર સુધી કોરોના વાયરસ પ્રવેશ કરી શક્યો નથી.

ગામના તમામ ઘરોમાં માસ્ક અને સેનેટાઈઝરની બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image source

જસવંતપુર ગામના ઉપસરપંચ દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, જસવંતપુર ગામને કોરોના વાયરસથી મુક્ત રાખવા માટે જસવંતપુર ગામના આશાવર્કર બહેન લક્ષ્મીબેન સોજીત્રાનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. કોરોના વાયરસ તો હમણાં આવ્યો છે પરંતુ અમે બધાએ તો પહેલા પણ તમામ માતા અને બાળકોને રસી અપાવીએ છીએ. ખેતરમાં કામ કરતા ખેત મજુર આદિવાસી બહેનોને પણ જાગૃતિ પૂરી પાડીને અત્યારના સમય માટે સાવધાની રાખવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘર અને ખેતરમાં આવેલ ટાંકીઓને સ્વચ્છ રાખવી, બાળકોને સ્નાન કરાવવું, ઘરમાં સઘન સાફસફાઈ સહિત તમામ જાગૃત્તિના પગલા લેવામાં આવ્યા છે, ગામના તમામ ઘરમાં માસ્ક અને સેનેટાઈઝરના બોટલ પુરા પાડવામાં આવ્યા છે.

image source

વેક્સિનેશન માટે ગામમાં સતત જનજાગૃતિ માટે બેનર્સ અને ગ્રુપ મીટીંગ કરીને જાણકારી પૂરી પાડવામાં આવી છે.- ડો. ઠાકર. લોધિકાના પારડી પી.એચ.સી.ના સુપરવાઈઝર રમેશભાઈ બારસીયા દ્વારા આ વિષે જણાવે છે કે, અમારા પી.એચ.સી. સેન્ટર અંતર્ગત આવતા દસ ગામમાં છેલ્લા એક વર્ષથી ઈન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનીકેશન પ્રોગ્રામની મદદથી સઘન જનજાગૃત્તિ ચલાવી છે. જયારે લોકડાઉન ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન ગામે – ગામ ફરીને માઈકની મદદથી લોકોને કોરોના વાયરસ સંક્રમણની ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરાવવા માટે સમજાવ્યા અને વેક્સિનેશન માટે સતત જનજાગૃત્તિ માટે બેનર્સ અને ગ્રુપ મીટીંગ કરીને જાણકારી પૂરી પાડવામાં આવી. સેન્ટરના ડો. ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારા કેન્દ્ર પર ૪૦ કરતા વધારે સ્ટાફ છે આ સાથે જ પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફની મદદથી ટેસ્ટીંગ, માર્ગદર્શન અને દવા સંબંધી સઘન કામગીરી પૂરી પાડવામાં આવી. આ કેન્દ્રની અંતર્ગત આવતા દસ ગામમાં મોદી રાતના સમયે પણ કોઈ વ્યક્તિને સમસ્યા થાય છે તો તેમને કેન્દ્ર પર બલ્વીને આવશ્યક દવાઓ પૂરી પાડવામાં આવી છે. કેટલાક દર્દીઓને મધ્ય રાતના સમયે પણ રાજકોટ જીલ્લા ખાતે રેફર કરવામાં આવ્યા હોય તેવા ઉદાહરણ મળે છે.

આ ગામના લોકો નિશ્ચિંત થઈને સુખની ઊંઘ લેવાનો આનંદ માણે છે.

image source

કાંગશિયાળી ગામના સરપંચ તરફથી રોગી કલ્યાણ સમિતિને ૪૯ હજાર રૂપિયાની દાન મળ્યું છે. અમે આ દાનની રકમની મદદથી દવાની ખરીદી કરી છે અને તેની કીટ બનાવીને આશા વર્કર્સની મદદથી જરૂરીયાતમંદ દર્દીઓના ઘરે જઈને દવાઓ વહેંચી છે. આ રોગને શરુઆતમાં ઓળખ કરીને તેનો તાત્કાલિક ઉપચાર કરીને અમે કોરોના વાયરસ સંક્રમણના કેસમાં અને મૃત્યુ દરમાં ઘટાડો કરવામાં સક્ષમ બન્યા છીએ. આવું રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. આખી દુનિયામાં આજના સમયમાં કોરોના વાયરસ સંક્રમણના આ મુશ્કેલ સમયમાં શાંતિની ઊંઘ નથી માણી શકતું ત્યારે આવા સમયમાં પણ રાજકોટ જીલ્લાના પ્દરે આવેલ આ ગામના ગ્રામજનો નિશ્ચિંત થઈને સુખની નિદ્રા માણી રહ્યા છે. આ તમામ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સફળ કામગીરી  અને ગ્રામજનોના સમર્પિત ભાવની સાથે સહયોગ અને અનુશાસન સહિત જનજાગૃત્તિના પરિણામે આ અશક્ય લાગતું કાર્ય આજે શક્ય બન્યું છે અને અન્ય ગામને પ્રેરણા પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *