આ 5 વસ્તુઓ મહિલાઓને બનાવી શકે છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર, સાથે આ રોગોને પણ આપે છે આમંત્રણ

બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં ઝડપ થી ફેલાતો રોગ છે. એક સારી લાઈફસ્ટાઈલ ફોલો કર્યા બાદ પણ આ રોગ મહિલાઓને થઈ જાય છે. પચાસ ની ઉંમરમાં થતો આ રોગનો ખતરો હવે ત્રીસની ઉંમરમાં જ જોવા મળે છે.

image source

એવામાં જરૂરી છે કે કેટલાક એવા ફૂડ્સ વિશે જાણી લેવામાં આવે જે બ્રેસ્ટ કેન્સર ની સાથે મહિલાઓને થતાં ઘણાં રોગો માટે જવાબદાર હોય છે. આ ફૂડ્સનું સાવધાની પૂર્વક ઉપયોગ કરીને આ રોગના ખતરાને ઓછું કરી શકાય છે.

વેજિટેબલ ઓઈલ :

image source

વનસ્પતિ તેલ અથવા રિફાઈન્ડ તેલ નો વધુ ઉપયોગ કરવાથી પણ બ્રેસ્ટ કેન્સર નો ખતરો વધે છે. સનફ્લાવર ઓઈલ, સોયાબીન ઓઈલ, કોર્ન અથવા રાઈસબ્રેન ઓઈલ દેવા ઓઈલ્સમાં પોલી અનસેચુરેટેડ ફેટ બહુ જ વધારે હોય છે. જેના કારણે કેન્સર નો ખતરો વધે છે. તેની જગ્યા એ સરસિયું અથવા શુદ્ધ ઘી નો ઉપયોગ કરી શકો છો.

પ્રોસેસ્ડ રેડ મીટ :

રેડ મીટમાં પ્રોટીન અને જરૂરી પોષક તત્વો હોય છે. જે હેલ્ધી ડાયટ નો ભાગ છે. પણ ફ્રેશ મીટ ખાવાથી જ તેના ફાયદા મેળવી શકાય છે. જ્યારે પ્રોસેસ્ડ રેડ મીટ બ્રેસ્ટ કેન્સર નો ખતરો વધારે છે. પ્રોસેસ્ડ રેડ મીટમાં પ્રિઝર્વેટિવ્સ અને સોલ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હાનિકારક ફેટ પણ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે કેન્સર નો ખતરો વધે છે.

વધુ સ્વીટ્સ ખાવાની આદત :

image source

વધુ સ્વીટ્સ ખાવા થી ડાયાબિટીસ અને સ્થૂળતા તો વધે જ છે, પણ તેનાથી બ્રેસ્ટ કેન્સર નો ખતરો પણ વધે છે. ખાંડમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ની માત્રા વધુ હોય છે. જેથી તેને ખાવાથી બ્લડમાં ગ્લુકોઝની માત્રા બહુ વધી જાય છે. ગ્લુકોઝ શરીરમાં ઈન્સ્યૂલિન વધારે છે. જે સેલ્સ ને વધારે છે. રિસર્ચ મુજબ સ્વીટ્સ વસ્તુઓ વધુ ખાવાની આદત થી બ્રેસ્ટ કેન્સર નો ખતરો સત્તયાવીસ ટકા સુધી વધી જાય છે.

ટ્રાન્સ ફેટ્સ નો વધુ ઉપયોગ :

image source

કેટલાક ફેટ્સ બોડી માટે સારાં હોય છે, પણ કેટલાક ફેટ્સ ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. તેમાંથી જ એક છે ટ્રાન્સ ફેટ. પ્રોસેસ્ડ ફૂડ્સમાંથી મળતાં ફેટ થી બ્રેસ્ટ કેન્સર નો ખતરો વધે છે. આ ફેટ બિસ્કિટ, પ્રાઈડ ફૂડ્સ, ડોનટ્સ, પેસ્ટ્રીઝ, કેક, કુકીઝ અને ફાસ્ટ ફૂડ્સમાં બહુ વધુ પ્રમાણમાં હોય છે. જેથી તેને ન ખાઈને જ બ્રેસ્ટ કેન્સર ના રિસ્ક થી બચી શકાય છે.

ભેળસેળવાળું દૂધ :

image source

દૂધમાં થતી ભેળસેળથી તેના બધાં જ ફાયદા ખતમ થઈ જાય છે. દૂધ ની માત્રા વધારવા માટે તેમાં ઓક્સીટોસિન હોર્મોન અને આરટીબીએચ જેવા કેમિકલ્સનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ કેમિકલ્સ અને હોર્મોન્સથી દૂધ ની માત્રા તો વધી જાય છે, પણ આ દૂધ આપણી બોડીના સેલ્સ અને ડીએનએને નુકસાન પહોંચાડે છે. તેનાથી સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર નો ખતરો વધે છે.