લાલ જોડામાં સજ્જ દુલ્હન ઉપડી ગઇ કંઇક આ રીતે સાસરે, અને જોતા રહી ગયા લોકો, વિડીયો ખાસ જોજો હોં…

બદલાતા જમાનાની સાથે ઘણી વસ્તુઓના ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યા છે, કોઈ ક્યાં વિચાર્યું હતું કે એક દિવસ વિદાયના અવસર પર કોઈ દુલહન જાતે કારનું સ્ટેયરિંગ સાંભળીને પોતાના સાજન સાથે સાસરે જશે. જો કે આજના જમાનામાં આવું થવું હવે કોઈ આશ્ચર્યની વાત નથી રહી.લાલ પાનેતરમાં સજ્જ દુલહન બનેલી સ્નેહા સિંધીએ પોતાના લગ્નમાં કંઈક એવું કર્યું કે જે પછી હવે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. સ્નેહના લગ્નનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એ કારનું સ્ટેયરિંગ સંભાળી દેખાઈ રહી છે.

જાતે ડ્રાઇવ કરી દુલ્હાને લઈને સાસરે પહોંચી દુલહન.

image source

ઘણીવાર ખબરો આવે છે કે દુલ્હા પોતાની દુલહનને અલગ અલગ અંદાજમાં પોતાની સાથે લઈ જાય છે. પણ હવે ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો છે. કોલકાતામાં રહેતી સ્નેહા સિંધીએ કંઈક એવું કર્યું કે જે પછી બની શકે કે હવે આવું ઘણા અવસર પર જોવા મળે વાત જાણે એમ છે કે સ્નેહાએ બધી માન્યતાઓને તોડીને પોતાના પતિ સોગતને ડ્રાઇવર સીટની બાજુમાં બેસાડ્યો અને જાતે ડ્રાઈવ  કરી સાસરે જવા નીકળી પડી. સ્નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિદાયની એક નાની કલીપ પણ શેર કરી છે.

સ્નેહાને કાર ચલાવતા જોઈ લોકો થઈ ગયા હેરાન.

image source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધામધૂમથી લગ્ન પછી જ્યારે વિદાયનો વારો આવ્યો તો પારંપરિક લાલ ચણિયા ચોલી પહેરેલી દુલહન બનેલી સ્નેહા કારની પાછલી સીટને બદલે ડ્રાઇવર સીટ પર બેસી ગઈ. તો એમને દુલ્હા એટલે કે સોંગત ઉપાધ્યાય પણ શેરવાની પહેરેલા ડ્રાઇવરની બાજુવાળી સીટ પર બેસી જાય છે. આ દરમિયાન ઘરના લોકો અને મહેમાન એમને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહે છે અને આ રીતે સ્નેહા પોતાના સોંગત સાથે સાસરે જવા નીકળી પડે છે.

ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

લગ્ન પહેલા જ પતિ સાથે આ વિશે સ્નેહાએ વાત કરી હતી

image source

સ્નેહાએ વિદાયના આ નવા ટ્રેન્ડની શરૂઆત કરીને હવે લાખો છોકરીઓને પ્રેરિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સ્નેહનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિદાયની એમની આ નવી રીત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્નેહા વ્યવસાયે એક શેફ છે અને કોલકાતામાં એ કેફે ચલાવે છે. સ્નેહાએ જણાવ્યું છે કે થોડા અઠવાડિયા પહેલા જ વિદાયના આ આઈડિયાને લઈને એમને સોંગત સાથે વાત કરી હતી. સ્નેહાને વિશ્વાસ નહોતો કે સોગત પણ આ વાત પર રાજી થઈ જશે..

લગ્નના દિવસે ભૂલી ગઈ હતી પોતાનું સપનું.

 

View this post on Instagram

 

A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1)

સ્નેહાએ કહ્યું કે ” મેં સોગતને કહ્યું કે વિદાયમાં હું આવું કરીશ, એમને હસતા હસતા કહ્યું કે હા સારું કરી લેજે, નિશ્ચિત રૂપટે આવું તું જ કરી શકે છે. પણ આ બધું હકીકતમાં થશે એનો મને વિશ્વાસ નહોતો. સ્નેહા જણાવે છે કે લગ્નના દિવસે આ વાતને એ ભૂલી ગઈ હતી, કારની પાછલી સીટ પર બેઠા પછી સોંગતે એમને ડ્રાઈવ કરવાનું કહ્યું. એમને કહ્યું કે બસ બેસ અને ચલાવ. સ્નેહાએ કહ્યું કે જ્યારે સોંગતે આવું કહ્યું તો મારી ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું. તમે કહી શકો છો કે હું એક જ સમયે ઉત્સાહિત પણ હતી અને સ્તબ્ધ પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *