નાસાએ કર્યો ધમાકો, હવે પાણીથી ઉપગ્રહો ઉડશે, બચી જશે કરોડો રૂપિયા, જાણો શું છે નવી ટેક્નોલોજી

યુએસ સ્પેસ એજન્સી નાસા ટૂંક સમયમાં એવા ઉપગ્રહો બનાવશે કે જે પાણી દ્વારા ઉડશે. આ ઉપગ્રહોમાં બળતણનું કામ પાણી કરશે. જો નાસા આવા ઉપગ્રહો બનાવવામાં સફળ થાય તો કરોડોની બચત કરી શકે છે. નાસા આ મહિનાના અંતે પાથફાઇન્ડર ટેક્નોલોજી પ્રદર્શનકાર હેઠળ પ્રથમ વખત ઉડતા ક્યુબસેટ ઉપગ્રહોનું લોકાર્પણ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહો ફ્લોરિડાના કેપથી સ્પેસએક્સના ફાલ્કન -9 રોકેટથી લોંચ કરવામાં આવશે. નાસાએ ક્યુબસેટને V-R3X નામ પણ આપ્યું છે.

image source

નાસાના જણાવ્યા અનુસાર પાણીથી ઉડતા ઉપગ્રહોને કારણે અવકાશમાં કોઈ પ્રદૂષણ પણ નહીં થાય. જો આ મિશન સફળ થાય છે, તો પછી આ તકનીકનો ઉપયોગ ભવિષ્યમાં મોટા ઉપગ્રહોમાં પણ કરવામાં આવશે. નાસા એમ પણ કહે છે કે જો પાણીથી ઉડતા ઉપગ્રહો એક બીજા સાથે ટકરાશે તો વિસ્ફોટ થવાનો ભય પણ નહીં રહે.

image source

બસૈટની પ્રોપલ્શન સિસ્ટમ અંદરથી પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનના કણોને તોડવા અને સેટેલાઇટ ઉર્જાને આગળ વધારવા માટે કામ કરશે. આ સાથે ક્યુબસેટના સૌર પેનલ સૂર્યની કિરણોમાંથી પ્રોપલ્શન સિસ્ટમને ઉર્જા આપવા માટે કામ કરસે કે જે હાઇડ્રોજન અને ઓક્સિજન કણોને પાણીથી અલગ કરશે.

image source

આ તમામ ઉપગ્રહો ચારથી છ મહિના સુધી અવકાશમાં કાર્ય કરશે. આ સમય દરમિયાન નાસા આ તમામ ઉપગ્રહોની કામગીરી તપાસશે. ભવિષ્યમાં નાસા ચંદ્ર અથવા મંગળ મિશનમાં આ તકનીકીનો ઉપયોગ કરી શકે છે. પાણીમાં કોઈ ઝેર નથી અને તે અન્ય ઇંધણ કરતાં વધુ સ્થિર છે. પાણીની મદદથી સેટેલાઇટ લોંચ કરવામાં વધુ ખર્ચ થશે નહીં. પાણી સરળતાથી મળી રહે છે અને તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

image source

આ પહેલાં પેટ્રોલ કે ડીઝલ નહિં પણ પાણીથી ચાલતી કાર વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આઇઆઇટીના વિદ્યાર્થીઓએ આ કલ્પનાને સાચી કરી દીધી છે. તેમણે એવી ઇલેક્ટ્રિક કાર બનાવી હતી જે પેટ્રોલ અથવા વિજળીથી નહિં પણ પાણીથી ચાલી રહી હતી. આ કાર જોવામાં તો સમાન્ય કાર જેવી જ છે. પરંતુ કારની દોડવાની તાકાત એલ્યૂમીનિયમ પ્લેટ અને પાણીથી મળે છે.

image source

એક મીડિયા રિપોર્ટ અનુાસાર આ કાર એક વાર ચાર્જ કર્યા બાદ 1000 KM સુધી ચાલી શકે તેમ છે. માત્ર એક લીટર પાણીમાં આ કાર 300KM સુધી ચાલી શકવામાં સક્ષમ છે. 1000KMની યાત્રા બાદ એલ્યુમીનીયમ પ્લેટને બદલવી પડે છે. જેમાં માત્ર 15 મિનીટનો સમય લાગે છે. અને એક પ્લેટની કિંમત અંદાજે 5000 રૂપિયા છે. જે ભવિષ્યમાં સસ્તી થાય તેવી શક્યાતાઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત