જૂનમાં આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, ગુફામાં શિવલિંગની પ્રથમ તસવીર આવી સામે, શિવલિંગનું કદ ઘણુ મોટું

બાબા બર્ફાની એટલે કે, અમરનાથ ભગવાનના દર્શન કરવા માટે કરવાની યાત્રાની શરુઆત તા. ૨૮ જુન, ૨૦૨૧ના દિવસથી શરુ થવા જઈ રહી છે. આ સમય દરમિયાન અમરનાથ શિવલિંગનું પહેલું ચિત્ર સામે આવ્યું છે. અમરનાથની ગુફામાં શિયાળાની ઋતુમાં પડેલ ઠંડીના લીધે નિર્માણ પામેલ શિવલિંગનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૧માં શિવલિંગનું કદ વધારે મોટું છે. બાબા અમરનાથનો પહેલો ફોટો જે સામે આવ્યો છે તેમાં અમરનાથ શિવલિંગનું પૂર્ણ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

image source

અહિયાં ઉલ્લેખનીય બાબત છે કે, અમરનાથનું આ શિવલિંગ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તો અમરનાથની યાત્રા કરવા જાય છે. અંદાજીત ૫૬ દિવસ સુધી ચાલનાર આ યાત્રામાં પહલગામ અને બાલટાલના રસ્તે થઈને તા. ૨૮ જુન, ૨૦૨૧ ના દિવસથી અમરનાથ ધામની યાત્રા શરુ કરવામાં આવશે. આ અમરનાથની યાત્રા તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થઈ શકે છે.

image source

અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી.

image source

અહિયાં આપને જણાવીશું કે, અમરનાથ ધામની યાત્રા કરવા માતા કરવામાં આવતું રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ ના દિવસથી શરુ કરી દેવામાં આવી છે. આખા દેશમાં આવેલ ૪૪૬ બેંક શાખાની મદદથી યાત્રિક પોતાની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ બેંકમાં સામેલ પંજાબ નેશનલ બેંક (PNB), જમ્મુ- કાશ્મીર બેંક અને યસ બેંક વગેરેની શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરનાથ ધામની યાત્રા કરવા માટે યાત્રિકે પોતાનું મેડીકલ સર્ટીફીકેટ આપવું ફરજીયાત છે. કેમ કે, અમરનાથ ધામની યાત્રાનો માર્ગ ઘણો મુશ્કેલ માનવામાં આવતી હોવાથી યાત્રીના સ્વાસ્થ્ય વિષે જાણકારી હોવી જરૂરી છે. અમરનાથ ધામની યાત્રાને સંબંધિત વધારે માહિતી મેળવવા માટે આપે બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com પર જઈને મેળવી શકો છો.

image source

વર્ષ ૨૦૨૧ની અમરનાથ ધામની યાત્રાને ફક્ત બાલતાલ રૂટથી ૧૫ દિવસની રાખવામાં આવી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યા ણ=મુજબ અમરનાથ ધામની યાત્રા તા. ૨૧ જુલાઈ, ૨૦૨૧ થી તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલશે. અમરનાથ ધામી યાત્રા કરવા માટે આવતા સાધુ- સંતોને બાદ કરતા તમામ યાત્રિકો પાસે કોરોના વાયરસ ટેસ્ટનું નેગેટિવ સર્ટીફીકેટ હોવું ફરજીયાત છે તેમજ આ વર્ષે અમરનાથ ધામની યાત્રા ૫૫ વર્ષ કરતા ઓછી ઉમર ધરાવતા વ્યક્તિઓ જ કરી શકશે. અમરનાથમાં આવેલ ગુફા મંદિરની આરતીનું ૧૫ દિવસ સુધી લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *