ટોક્યો ઓલિમ્પિક્સમાં 13 વર્ષની જાપાનની નિશિયાએ જીત્યો ગોલ્ડ મેડલ, કર્યું નામ રોશન

જાપાનની 13 વર્ષની નિશિયા મોમીજીએ ઓલમ્પિક ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી નાની ઉંમરની એથલીટમાંથી એક બની ગઈ છે. નિશિયા મોમીજીએ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ કોમ્પિટિશનમાં આ કારનામો કર્યો છે. ઓલમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતવાનો રિકોર્ડ અમેરિકાની મરજીવા માર્જરી ગેસ્ટરિંગના નામે નોંધાયેલો છે. એમને વર્ષ 1936માં ઓલમ્પિકની રમતમાં 13 વર્ષ અને 268 દિવસની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. નિશિયા મોમીજી સ્કેટબોર્ડિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ખેલાડી પણ બની ગઈ છે.

image source

તો નિશિયા મોમીજીએ 13 વર્ષ અને 330 દિવસની ઉંમરમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની ઉપલબ્ધી હાસિલ કરી છે. એમને 15.26ના સ્કોર સાથે આ ખિતાબ જીત્યો છે. બ્રાઝિલની 13 વર્ષની રયાસા લિલે 14.64ના સ્કોર સાથે આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામ કર્યો છે. તો જાપાનની જ 16 વર્ષની ફુના નાકાયામાંએ 14.49 અંક સાથે બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.

image source

બ્રાઝિલની રયાસા લિલે આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. રયાસાની ઉંમર હાલના સમયમાં 13 વર્ષ અને 203 દિવર્ષ છે. જો એ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ જતી તો માર્જરી ગેસ્ટરિંગને પાછળ છોડી ઓલમ્પિકના ઇતિહાસના સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ બની જતી.

image source

નિશિયા, લિલ અને નાકાયામાં આ ત્રણેય ખેલાડીઓનું આ પહેલું ઓલમ્પિક હતું અને એમના પહેલા જ ઓલમ્પિકમાં આ ત્રણેય ખેલાડીઓએ એમના દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

image source

આ જીતની સાથે જ જાપાનની નિશિયા મોમીજીના નામે અન્ય એક ઉપલબ્ધી પણ જોડાઈ ગઈ છે. એ સ્કેટબોર્ડમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ખેલાડી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ટોકિયો ઓલમ્પિકમાં પહેલી વાર સ્કેટબોર્ડિંગ ઇવેન્ટની સામેલ કરવામાં આવી છે. આ સિવાય સર્ફિંગ, સ્પોર્ટ ક્લાઈમિંગ અને કરાટેનો પણ ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોને શામેલ કરવાનો હેતુ ઓલિમ્પિકને યુવા દર્શકો સુધી પહોંચાડવાનો હતો. પોડિયમ પર જે ત્રણ છોકરીઓ હાજર હતી, તેમાંથી બેની ઉંમર 13 વર્ષ અને એકની ઉંમર 16 વર્ષ હતી. નિષ્ણાંતો આને ઓલિમ્પિકનું સૌથી યુવા પોડિયમ કહી રહ્યા છે.

image source

સ્કેટબોર્ડિંગના ફાઈનલમાં જે આઠ પ્લેયર્સ પહોંચ્યા તેમાંથી ચારની ઉંમર તો 16 વર્ષથી ઓછી હતી. નિશિયા અને રેસાની ઉંમર ફક્ત 13 વર્ષ હતી. સૌથી વધારે ઉંમર હોય તે ફાઈનલિસ્ટની ઉંમર 34 વર્ષ હતી. આગામી ફાઈનલિસ્ટ તેમનાથી 12 વર્ષ નાની હતી.