મોતની સેલ્ફી, આ પ્રખ્યાત મોડેલ સેલ્ફી લેવા ગઈ અને ધોધ પરથી નીચે પડતાં થયું મોત, ફેન્સની આંતરડી કકળી ઉઠી

સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોય એવી ઘણી કહાનીઓ સાંભળવા મળી છે. કંઈક આવું જ પ્રખ્યાત મોડેલ સોફિયા ચેઉંગ સાથે થયું. 32 વર્ષની સોફિયા ચેઉંગે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સને આશ્ચર્યજનક રીતે વધારવાની કોશિશ કરી પોતાનો જીવ ગુમાવ્યો. અહેવાલો અનુસાર સોફિયા સેલ્ફી લેતી વખતે ઉંચાઇથી નીચે પડી અને તેનું મોત નીપજ્યું હતું.

image source

સોફિયા ચેઉંગ શનિવારે તેના મિત્રો સાથે હોંગકોંગના હા પાક લા નેચર પાર્કમાં ગઈ હતી. તે દરમિયાન આ અકસ્માત તેની સાથે બન્યો હતો અને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

सोफिया चेउंग
image source

અકસ્માત બાદ સોફિયા ચેઉંગને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અહેવાલોમાં ખુલાસો થયો હતો કે સોફિયા ધોધના ઉપરના ભાગમાં પહોંચીને સેલ્ફી પોઝ આપી રહી હતી, ત્યારે તેનું સંતુલન બગડ્યું અને નીચે પડી ગઈ. તેના ચાહકો સોફિયા ચેંગના મૃત્યુના સમાચારોથી ખૂબ દુખી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

image source

સોફિયા ચેઉંગની સોશિયલ મીડિયા પર ખૂબ ચાહક છે. લોકોને તેની પોસ્ટ ખૂબ ગમે છે. ઇન્સ્ટાગ્રામ પર 17.2 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે. તે નિર્ભીક પ્રભાવશાળી હતી. આનો પુરાવો તેમની એન્ડેવનટર પોસ્ટમાં જોવા મળી રહ્યો છે.

image source

સોફિયાએ મોટાભાગે બીચ, કાયકિંગ, હાઇકિંગ અને પર્વતારોહણ જેવી તસવીરો પોસ્ટ કરી હતી. આપને જણાવી દઈએ કે સોફિયા ચેઉંગ પહેલા પણ ઘણા સોશિયલ મીડિયા સ્ટાર્સ એડવેન્ચર્સ સેલ્ફીના મામલે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

image source

આ પહેલાં સુરતના તાપીથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. તાપી નદીમાં માછલી પકડવા માટે બોટમાં ગયેલા યુવાનોની બોટ ઉંધી વળી જતા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. અમરોલી ઉત્રાણ પાસે તાપી નદીમાં માછલી પકડવા ગયેલા યુવાનોની સેલ્ફી લેવા જતા બોટ પલટી ખાવાની ઘટના બની હતી. જે બોટમાં સવાર પાંચ યુવાનો પૈકી બેના ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે ત્રણ યુવાનોનો બચાવ થયો હતો. ડૂબેલા યુવાનોમાં વેડરોડ પુરુષોત્તમ નગર ખાતે રહેતા અને રત્નકલાકાર ૨૦ વર્ષીય રહુલ લક્ષ્મણ સોનવણે અને વેડરોડ રહેમતનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય અજય બચ્ચુભાઈ રાઠોડનો સમાવેશ થતો હતો. જયારે બંને યુવાનોના મોતને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ હતી.