હસતાં હસતાં સુંદર યુવતીએ વીડિયો ઉતારી સાબરમતી નદીમાં જીવન ટૂંકાવ્યું, છેલ્લા શબ્દો સાંભળી તમે રડી પડશો

અમદાવાદના વટવામાં એક યુવતીએ પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. આ યુવતી નદીમાં કૂદી એ પહેલાં તેણે એના પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે જિંદગી સાથે છેડો કાપી નાખતા પહેલાં આ યુવતી એ એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

image source

આત્મહત્યા કરનાર યુવતીએ જે વીડિયો બનાવ્યો હતો એમાં એને કહ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ…ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે?

image source

​​​​​આ વીડિયોમાં યુવતીએ આગળ એના પતિ વિશે કહ્યું છે કે ” અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’ ‘એક ચીઝ જરૂર શીખ રહીચ હું મોહબ્બત કરની હૈ તો દો તરફ કરો એક તરફ મેં કુછ હાંસિલ નહિ હોગા. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ,

આ વીડિયોમાં આ યુવતી નદીને સંબોધી ને પણ કહે છે કે ” એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો.. પ્લીઝ, જ્યાદા બખેડા મત કરના. મૈે હવાઓ કી તરહ હૂ બસ, બહના ચાહતી હૂ ઔર બહેતે રહના ચાહતી હૂ, કિસિકે લિયે નહિ રુકના, મૈં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે ઔર મુજે જિસકો જો બતાના થા વો સચ્ચાઈ બતા ચુૂકી હૂ, કાફી હૈ, થેંક્યુ. મુજે દુઆઓં મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

image source

લિયાકત અલી મકરાણી વટવા વિસ્તારમાં અલમીના પાર્કમાં રહે છે અને સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ચાર સંતાનો છે જેમાંથી મોટી દીકરી હિનાના લગ્ન થઈ ગયા છે, બે દીકરા જેમના નામ આમિર અને અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી.

વર્ષ 2018માં દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. પછી સમાજના કેટલાક લોકોએ સુલેહ કરાવી અને આયશા પાછી સાસરે ગઈ હતી. પણ ફરી એકવાર વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયરમાં મૂકી જતાં આઇશા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી.

image source

બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજના રૂપમાં દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. પણ ફરી આઇશાને લઈ ગયા બાદ ઝઘડો થયો હતો અન ફરીવાર એ આઇશાના પિયર મૂકી ગયો ત્યારે આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં એના પતિ, સાસુ- સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો.

આત્મહત્યા કરી એ દિવસે આઇશાએ બપોરે લગભગ ચારેક વાગે તેના પિતાને ફોન કર્યો અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. એ પછી આઇશાએ તેના પિતાને જણાવ્યું કે એને તેના પતિ આરીફને ફોન કર્યો હતો, ત્યારે તેના પિતાએ એને આવું કરવા પાછળનું કારણ પૂછ્યું હતું.

આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, મેં જ્યારે એને એમ કહ્યું હું આપઘાત કરી લઈશ તો આરીફે મને કહ્યું
કે તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલજે. આમ કહેતાં આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

image source

આ સમગ્ર વાતો થઈ એ પછી આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. એ પહેલાં તેની માટે તેને કોઈ અવળું પગલું ન ભરવા સમજાવી હતી. આઇશાના માતાપિતા એને શોધવા પણ નીકળ્યા હતા.

થોડીવાર પછી આઇશાના ફોન પરથી એક અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે પર્સ અને ફોન ખોડીયારનગર રીવરફ્રન્ટ પાસે
મળ્યા છે.રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી અને એમને આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!