એક બાળક માટે પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી અને ઓપરેશન હાથ ધર્યું, આ રીતે પાર પાડ્યું અને મળી ગયું બાળક, જાણો ફિલ્મ જેવી કહાની

હાલમાં એક અજીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે પણ કહેશો કે યાર આ તો ગજબ છે. આપણે બધાએ સાંભળ્યું જ હશે કે અવારનવાર બાળકો ચોરી થવાના કેસ સામે આવતા રહે છે. પરંતુ અમુક કેસ કઈક અલગ લેવલના જ હોય છે અને લોકો કંઈ હદ સુધી જઈ શકે એનું એમા ઉદાહરણ મળતું હોય છે. ત્યારે હાલમાં જે કિસ્સો સામે આવ્યો એમાં પણ કંઈક એવું જ થયું છે અને આ કિસ્સો છે મધ્યપ્રદેશનાં સાગરનો. તો આવો વિસ્તારથી વાત કરીએ આ કિસ્સા વિશે કે શું ખાસ છે.

image source

આ વાત છે સોમવારની કે ત્યારે સાગર જીલ્લા હોસ્પિટલમાં આઠ વર્ષની બાળકી તેના 6 મહિનાના ભાઈને લઈને ફરી રહી હતી. ત્યારે જ એક મહિલાની આ બાળકી પર નજર પડી તો તેણે બાળકને ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં મહિલાએ બાળકીને બિસ્કિટ લાવવા 20 રૂપિયા આપ્યા અને જેના કારણે તે બાળકને મહિલાને સોંપી અને દુકાન પર ગઈ. તો એવામાં આ ચાલાક મહિલા માસૂમને લઈને ગાયબ થઈ ગઈ. જો કે, પોલીસે પોતાની સુઝબુઝથી ગાયબ થયેલાં બાળકને માત્ર 7 કલાકમાં જ શોધી લીધુ હતુ. જ્યારે લેડી ટીઆઈ તેને લઈને તેનાં સાચા માતા-પિતા પાસે પહોંચી તો બાળકનાં દાદાને એટલી ખુશી થઈ કે તેમનાંથી રહેવાયુ નહિ અને તેઓ મહિલા ઓફિસનાં પગમાં પડીને આભાર માનવા લાગ્યા હતા. તો આવો જાણીએ વિગતે કે કઈ રીતે આ મિશન પાર પડ્યું હતું અને પોલીસને સફળતા મળી હતી.

image source

તો બન્યું એવું કે છોકરી ગાયબ થઈ પછી તેની જાણકારી પીડિતના પરિવારજનોને થઈ. માટે તેણે તરત જ ગોપાલગંજ પોલીસ પાસે ગયા અને ફરિયાદ કરી. મનોજ આહિરે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે, તેમની પત્નીની તબિયત લથડતાં તે તેને હોસ્પિટલ લઈ આવ્યો હતો.

image source

તેની સાથે તેની આઠ વર્ષની ભત્રીજી શિવાની અને 6 મહિનાનો એક પુત્ર પણ હતો. અમે દવાખાનાના કામમાં હતા અને શિવાની તેના 6 મહિનાના પુત્ર સાથે ફરવા ગઈ હતી. પણ આ દીકરા પર એક મહિલાની નજર પડી અને તેની સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ. જ્યારે આ સમગ્ર વાત ગોપાલગંજ ટીઆઈ ઉપમાસિંહને મળી તો તેણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને એના ટૂંક જ સમયમાં એસપી વિક્રમસિંહ કુશવાહા અને જિલ્લાના સીએસપી પ્રજાપતિ પણ ઘટના સ્થળે ધસી આવ્યા.

image source

ત્યારબાદ આ મિશન હાથ લાગ્યું અને શરૂ થયું એક નવું જ ઓપરેશન. પછી યુવતીના માતાપિતા અને યુવતી શિવાનીના નિવેદનથી શોધ શરૂ કરી હતી. છોકરાના માતા પિતા અને શિવાનીના નિવેદનો લીધા હતા. શહેરમાં નાકાબંધી કરી નાંખી. ફોટો લીધો અને તેની શોધખોળ શરૂ કરી. હોસ્પિટલમાં લાગેલાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોવા ગયા હતા પણ અફસોસ કે કેમેરા બંધ હોવાના કારણે કંઈ જ જોવા ન મળ્યું. પછી ગામમાં મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને એ દરમિયાન પોલીસને રાખ ગામમાંથી એક બાળક મળી આવ્યું હતું.

image source

પછી જ્યારે આ ટીઆઈ ઉપમા સિંહ બાળકને તેના ગામ પહોંચાડવા પહોંચ્યા ત્યારે પરિવારની આંખોમાંથી આંસુઓ આવી, ખાખી વર્દીનો કમાલ જોઇને, આખા ગામના લોકોએ તાળીઓ પાડી તેમનો આભાર માન્યો. તો, બાળકના દાદા તો એટલાં ભાવુક થઈ ગયા તેઓ મહિલા અધિકારીના પગમાં પડી ગયા અને તેમનો આભાર માનવા લાગ્યા હતા. જ્યારે આરોપી મહિલાને પૂછપરછ કરવામાં આવી તો મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્નને 6 વર્ષ પૂરા થયા છે. પરંતુ તેને કોઈ સંતાન નથી, જેના કારણે સાસરિયાવાળાઓ સંભળાવ્યા કરે છે. તે હંમેશા તે વાતને લઈને ચિંતામાં રહેતી હતી કે, તેને કોઈ બાળક મળી જાય, પછી જ્યારે મેં છોકરીને બાળકને હોસ્પિટલમાં લઈ જતા જોઈ, ત્યારે મેં તેને ચોરી કરવાનું મન બનાવી લીધું હતું. છોકરીને લાલચ આપી અને બાળકને લઈને ભાગી ગઈ. મહિલાએ જણાવ્યુકે, તે બાદ તેને લઈને પોતાની સાસુની પાસે પહોંચી અને કહેવા લાગી જુઓ સાસુમાં તમારો પૌત્ર આવ્યો છે. મારી આજે જ હોસ્પિટલમાં ડિલીવરી થઈ છે. પણ એ ન માની. હવે ચોર પકડાઈ જતાં ગામના લોકો પોલીસના વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત