આખરે શું છે આ નારંગી ધોધનું રહસ્ય, જે જોવા માટે લોકો થઇ રહ્યા છે તલપાપડ, જાણો ક્યાં આવેલો છે આ ધોધ

અમેરિકાના એક નેશનલ પાર્કમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં એક એવો નજારો જોવા મળે છે જે કોઈ કલ્પનાથી કમ નથી. દુનિયાભરના હજારો લોકો થોડી ક્ષણ માટે જોવા મળતા આ નજારાને જોવા અહીં એકત્ર થાય છે. આ નજારાને આગનું ઝરણું પણ કહે છે.

image source

આ જગ્યા આવી છે કૈલિફોર્નિયા નજીક આવેલી યોસેમાઈટ વેલીમાં અંદાજે 1500 ફૂટ ઊંચી ભેખડોમાંથી લાવા વહેતો હોય તેવો નજારો જોવા મળે છે. દર વર્ષે આ નજારો ફેબ્રુઆરી માસના અંતે જોવા મળે છે. આ ઝરણામાંથી પાણીને બદલે લાવા વહેતો હોય તેવું જોવા મળે છે.

image source

જો કે પહાડ પરથી લાવા પડતો હોય તે માત્ર આંખનો ભ્રમ છે. કારણ કે આ કોઈ આગનું ઝરણું નથી. યોસેમાઈટ નેશનલ પાર્કમાં આ નજારાની એક ઝલક જોવા માટે લોકો ફેબ્રુઆરી માસના છેલ્લા 10 દિવસ માટે અહીં રોકાવા પણ આવી જાય છે. કારણ કે આ નજારો થોડી ક્ષણ માટે જ જોવા મળે છે અને તે સમયે લોકોને તેને કેમેરામાં કેદ કરી લે છે.

image source

લાવાના ઝરણા તરીકે પ્રખ્યાત આ દ્રશ્ય પાછળની હકીકતથી મોટાભાગના લોકો અજાણ હોય છે અને ફોટો જોઈ લોકો માની લે છે કે પાણીની જગ્યાએ ઝરણામાંથી લાવા વહે છે. પરંતુ આવું નથી. આ પાણીનું જ ઝરણું છે અને તેમાંથી પાણી જ વહે છે. પરંતું વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે સૂર્ય આ ઝરણાની એકદમ સામે જ અસ્ત થાય છે અને આ સમયે તે એક ખાસ એંગલ પર હોય છે જેથી તેથી પાણીનો રંગ લાવા જેવો ચમકતો જોવા મળે છે. આ ક્ષણે તસવીર ક્લિક કરવાથી પાણી લાવા જેવું દેખાય છે. તેમાં પણ આ સમયે બરફ પડતો હોય અને પાણીનો પ્રવાહ વધારે હોય તો સોનામાં સુગંધ ભળી જાય તેવા ફોટો ક્લિક કરી શકાય છે. ફોટોગ્રાફર્સ આ ક્ષણ માટે દિવસો સુધી અહીં રાહ જોતા હોય છે.

image source

આ નજારો પ્રત્યક્ષ જોનારાઓનું કહેવું છે કે આ દ્રશ્ય એટલું શાનદાર હોય છે કે તેને જોતાં જ રહી જવાય છે. જો કે આ દ્રશ્ય ફક્ત ફેબ્રુઆરી માસમાં જ જોવા મળે છે અને થોડીવારમાં જ તે ગાયબ પણ થઈ જાય છે. જો કે આ દ્રશ્ય જોવા માટે જરૂરી એ પણ થઈ જાય છે કે ફેબ્રુઆરીમાં બરફ વર્ષા થયેલી હોવી જોઈએ. જેનાથી બરફ ઓગળે તેનું પાણી વહેતું હોવું જોઈએ. આ દિવસોમાં સાંજે સૂર્યાસ્ત સમયે અંદાજે 10 મિનિટ સુધી આ ઝરણાંથી લાવા પડતો હોય તેવો નજારો જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!