આને કહેવાય સોનાનો શોખ..એક સમયે પિતા ચિક્કી વેચીને કરતા હતા કામ, જ્યારે આજે દિકરો સોનેથી મઢાઇને વેચી રહ્યો છે આઇસ્ક્રીમ, વાંચો વધુમાં

ઇન્દૌરની સરાફા બજાર ચોપાટી ખાવા માટે ઘણી પ્રસિદ્ધ છે, અહિયાં આખી રાત સુગંધનો દરબાર સજાવવામાં આવે છે. ઇન્દૌરની સરાફા બજારની આ જગ્યા ખાવા- પીવાના શોખ ધરાવતા વ્યક્તિઓ માટે સ્વર્ગ કરતા ઓછીનથી આ ચોપાટીમાં ખાવાની વસ્તુઓની સાથે જ ‘ગોલ્ડન મેન’ ઉપર પણ આવનાર તમામની નજર જાય છે. ‘ગોલ્ડન મેન’ અડધો કિલો સોનુ પહેરીને કુલ્ફી વેચે છે. અહિયાં આવતી કોઈપણ વ્યક્તિ ‘ગોલ્ડન મેન’ની સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી.

પિતા અહિયાં ચીક્કી વેચતા હતા.

image source

મીડિયા સાથે વાતચીત કરતા સમયે નટવર નેમા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા પર ફાલુદાનું વેચાણ કરે છે. તેમની પહેલા તેમના પિતા પણ આ સ્થળે ચીક્કી વેચતા હતા. મેં મારા પૈતૃક વ્યવસાયને આગળ વધાર્યો છે. એક સમયે નાનપણમાં તેઓ પોતાના પિતાની સાથે તેમની મદદ કરવા માટે શાળા પતી ગયા બાદ અહિયાં આવતા હતા. તે સમયે જ મેં વિચાર્યું હતું કે, ભવિષ્યમાં હું અહિયાં દુકાન ચલાવીશ.

તમામ વ્યક્તિઓ ‘ગોલ્ડન મેન’ની સાથે સેલ્ફી લેવા ઈચ્છે છે.

image source

ખરેખરમાં ૬૨ વર્ષની ઉમર ધરાવતા નટવર નેમા, જેઓ સરાફા ચોપાટી પર કુલ્ફી અને ફાલુદાનું વેચાણ કરે છે. નટવર નેમાને પહેલીવાર જે પણ વ્યક્તિ જોવે છે આશ્ચર્ય પામી જાય છે. કેમ કે, નટવર નેમા હાથ, ગળા અને કાન સુધી સોનુ પહેરી રાખે છે. જેના લીધે ઘણા બધા લોકો નટવર નેમાની દુકાન પર આવવાનું ચુકતા નથી અને કુલ્ફી અને ફાલુદાની મજા માણે છે અને અંતે ગ્રાહકો નટવર નેમાની સાથે સેલ્ફી લેવાનું પણ ભૂલતા નથી.

સોનાથી એટલો બધો પ્રેમ છે કે, દાંત પણ સોનાના પહેર્યા.

image source

આપને જણાવી દઈએ કે, નટવર નેમાને સોનાથી એટલો બધો પ્રેમ છે કે, નટવર નેમાએ પોતાના હાથની તમામ આંગળીઓમાં વીટી, ગળામાં સોનાની ચેઈન, કાનમાં ગોલ્ડ ઈયરીંગ અને હાથમાં સોનાનું બ્રેસલેટ પણ પહેરવાનું પસંદ કરે છે. એટલું જ નહી, નટવર નેમાનો એક દાંત જયારે તૂટી જાય ત્યારે નટવર નેમાએ પોતાના એ દાંતને બદલે સોનાનો દાંત લગાવી દીધો હતો. હાલમાં નટવર નેમા અડધો કિલો જેટલું સોનું પહેરીને પોતાની દુકાન ચલાવતા જોવા મળી જાય છે અને ત્યાં આવતા તમામને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ઘણા બધા સેલેબ્રીટીસ અહિયાં આવ્યા છે અને કુલ્ફીની મજા માણી છે.

image source

ઈન્દૌર શહેર બુલિયન સોના- ચાંદીના વ્યવસાય અને સ્વાદિષ્ટ ભોજન માટે પ્રસિદ્ધ છે. અહિયાં સામાન્ય વ્યક્તિથી લઈને રાજ્યના મુખ્યમંત્રી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ ભોજન કરવા માટે આવે છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કૈલાસ વિજયવર્ગીય, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને કેટલાક નેતાઓ ગોલ્ડન મેન નટવર નેમાની દુકાનએ આવે છે અને કુલ્ફીની લુફ્ત ઉઠાવે છે. ગોલ્ડન મેન નટવર નેમાની કુલ્ફીનો સ્વાદ બોલીવુડ સેલેબ્સની સાથે સાથે રમતવીરોએ પણ માણ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!