વડોદરામાં પ્રથમ અજીબો-ગરીબ કિસ્સો: MPની મહિલાને કિડનીમાં મ્યૂકરમાઈકોસિસ ઈન્ફેક્શન થતાં…જાણો જલદી આ વિશે તમે પણ

કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના દર્દીઓને શરીરના વજન પ્રમાણે 80થી માંડીને 150 જેટલા ઇન્જેક્શન લેવાના થતાં હોવાથી તેના ભાવને નિયંત્રણમાં લેવા જરૂરી છે. બીજું આ ઇન્જેક્શનદીઠ મહત્તમ ભાવ રુ. 7900 અને ઓછામાં ઓછા રુ. 269 ભાવ છે. દર્દીને આ
દવાના ઓછોમાં ઓછા અંદાજે 80 અને વધુમાં વધુ 150 કે તેથી વધુ ઇન્જેક્શન આપવા પડી શકે છે. ફંગસથી ફેલાતા આ રોગમાં માત્ર આ દવાનો જ ખર્ચ રુ. 11 લાખથી 14 લાખનો થઈ શકે છે. આ ખર્ચ ઉપરાંત અન્ય દવા અને હોસ્પિટલના ખર્ચને જોવામાં આવે તો તેની સારવાર લેનાર દર્દીઓની આર્થિક પાયમાલ થઈ જવાની સંભાવના છે. આ પાયમાલીના ખપ્પરમાં દર્દીઓને હોમાતા અટકાવવા માટે સરકારે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના માધ્યમથી દવાના ભાવ નિયંત્રિત કરવા જરૂરી છે.

image source

રાજ્યમાં કોરોના મહામારી બાદ મ્યૂકરમાઈકોસિસ અને ફંગલના કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશની મહિલાને કિડનીમા ફંગલ ઈન્ફેક્શન થયુ હોવાનુ નિદાન થતા તેને સારવાર માટે શહેરની SSG હોસ્પિટલમા ખસેડાઈ છે. કિડનીમા ઈન્ફેક્શન થયો હોવાનો પ્રથમ કિસ્સો SSGમા નોંધાયો છે. અગાઉ અમદાવાદ ખાતે પણ એક દર્દીને કિડનીમા ઈન્ફેક્શન થયુ હોવાનુ નિદાન થયુ હતુ.

image source

કોરોનામા વધુ પડતા સ્ટિરોઈડના ઉપયોગને કારણે મ્યૂકરમાઈકોસિસ થતો હોવાનુ વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવી રહ્યા છે. જેમા આ ફંગલ ઈન્ફેક્શન આંખ, નાક અને મોઢાના ભાગે થતુ હોવાનુ મોટા ભાગે નોંધાયુ છે. તેવામા મધ્ય પ્રદેશની એક મહિલાને કિડનીના ભાગે ફંગલ ઈન્ફેક્શન થતા તેને સારવાર માટે ઈન્દોરની ઘણી હોસ્પિટલોમા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

image source

જ્યાં તેણીને કોઈ ફરક ન જણાતા અંતે તેને શહેરની સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી. જે SSG હોસ્પિટલનો કિડની ઈન્ફેક્શન ફેલાયુ હોવાનો પ્રથમ કિસ્સો હોવાનુ જાણવા મળી રહ્યું છે. દર્દીને 27 એપ્રિલથી સારવાર માટે એસએસજીમા ખસેડાઈ છે. શહેરની એસએસજી હોસ્પિટલમા 437 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમા 60 દર્દીઓના મોત નીપજ્યા છે, 100 દર્દીઓ સ્વસ્થ થતા તેમને
ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

image source

જ્યારે હાલમા 230દર્દીઓ સારવાર હેઠળ છે. નાકમા દૂરબીનથી સાયનસના 685 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે 95 ટકા કેસમા દર્દીના જડબાના ઉપરના ભાગે નુકશાન થયુ હોવાનુ જણાઈ રહ્યુ છે. ફંગસને કારણે 30 દર્દીઓની આંખ દૂર કરવામાં આવી છે. જ્યારે 3 થી 4 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે. જો કે ફંગલ ઈન્ફેક્શન મગજ સુધી પહોંચ્યુ હોય તેવા ૧૫ દર્દીઓ
નોંધાયા હતા અને તેઓનેા જીવ ન્યુરો સર્જનની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.

વહેલી તકે નિદાન થાય તે ઘણુ જરૂરી

image source

કિડનીમા ફંગલ ઈન્ફેક્શનના બહુ રેર કેસ જોવા મળે છે. જરૂરી નથી કે, ફંગલ ઈન્ફેક્શન નાક, મોઢા અને આંખના ભાગે જ ફેલાય. આ ઈન્ફેક્શન કિડનીની બહાર ફેલાતુ નથી. આવા કેસમાં જો વહેલી તકે નિદાન થાય તે ખૂબ જરૂરી છે. જો કિડનીમા નોર્મલ ઈન્ફેક્શન થાય તો તેની સાથે સાથે ફંગલ ઈન્ફેક્શનના પણ ટેસ્ટ કરાવી લેવા જોઈએ.