છેલ્લા એક વર્ષથી કોરોના દેશમાં રાક્ષસ બનીને આવતા બદલાઇ ગયુ આ બધું જ, જાણો ક્યાં કેવી થઇ ખરાબ અસર

1990ના દાયકા પછી પહેલી વાર ઘટી મિડલ કલાસ લોકોની વસ્તી, ભારતમાં સૌથી વધુ ગરીબી વધી.

આખી દુનિયામાં પોતાનો કહેર વરતાવી રહેલ કોવિડ 19 મહામારીના કારણે ગયા વર્ષે મિડલ કલાસ લોકોની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 1990ના દાયકા પછી પહેલી વાર દુનિયામાં આવું થયું છે. વર્લ્ડ બેંકના આંકડાઓના આધારે આ વાત સામે આવી છે. એક અન્ય અનુમાન અનુસાર વિકાસશીલ દેશોમાં લગભગ બે તૃતીયાંશ પરિવારોની આવક વર્ષ 2020માં પ્રભાવિત થઈ છે.

image source

રિસર્ચ ગ્રૂપ Pew Research Centerના અભ્યાસ પ્રમાણે ગયા વર્ષે દુનિયામાં મિડલ ક્લાસની વસ્તી 9 અરબથી ઘટીને 2.5 અરબ થઈ ગઈ છે. રોજ 10થી 20 ડોલર સુધીની કમાણી કરતા લોકોને મિડલ ક્લાસ કેટરગરીમાં ગણવામાં આવે છે. એનાથી દુનિયામાં ગરીબોની સંખ્યા 13.1 કરોડનો વધારો થયો છે. એટલે કે એવા લોકો જેમની રોજની આવક 2 ડોલર કરતા ઓછી છે. મિડલ ક્લાસ કેટેગરીની વસ્તીમાં ઘટાડા પરથી ખબર પડે છે. કે ગ્લોબલ ઇકોનોમિમાં ઘટાડો આવ્યો છે.

image source

જાન્યુઆરી 2020ના વર્ષમાં કોરોના વાયરસના સંક્રમણની ખબર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારે વર્લ્ડ બેંકે ગ્લોબલ ઇકોનોમીમાં 2.5 ટકા તેજીનું અનુમાન જણાવ્યું હતું. પણ હવે એમનું અનુમાન એ છે કે એમાં 4.5 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર ઇકોનોમીમાં આવેલા ઘટાડાથી આખી દુનિયાના લોકોના જીવન સ્તરમાં ઘટાડો આવ્યો છે જેનાથી કરોડો લોકો મિડલ ક્લાસ કેટેગરીમાંથી બહાર થઈ ગયા છે અને ગરીબોની સંખ્યા વધી ગઈ છે. સાથે સાથે જ અનિશ્ચિતતાઓને કારણે ઇકોનોમીને પાટા પર લાવવાની સંભાવનાઓને પણ ઝટકો લાગ્યો છે.

image source

એક અભ્યાસ અનુસાર કોરોના મહામારીના કારણે 6.2 કરોડ હાઈ ઇન્કમ ગ્રુપના લોકો મિડલ કલાસ કેટેગરીમાં આવી ગયા. હાઈ ઇન્કમ ગ્રુપમાં એવા લોકો આવે છે જેમની રોજની ઇન્કમ 50 ડોલર કે એથી વધુ હોય. એના પરથી ખ્યાલ આવે છે કે 15 કરોડથી વધુ લોકો મિડલ કલાસ કેટેગરીમાંથી બહાર થયા છે. આ સંખ્યા ફ્રાન્સ અને જર્મનીની સયુંકત વસ્તી કરતા વધારે છે. રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયા, ઇસ્ટ એશિયા અને પેસિફિકમાં મિડલ ક્લાસની વસ્તીમાં ઘટાડો થયો છે.

image source

ભારતમાં વધી ગરીબોની સંખ્યા.

દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારતની વસ્તીમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે જેનાથી ઘણા વર્ષોની પ્રગતિ પર પાણી ફરી ગયું છે. ભારતમાં 3.2 કરોડ લોકો મિડલ ક્લાસથી બહાર થઈ ગયા. 1990ના દાયકા પછી આ પહેલો અવસર છે જ્યારે દુનિયામાં મિડલ ક્લાસની વસ્તી 23 ટકા હતી જે 2019મ વધીને 19 ટકા થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!