કોરોનામાં રાજકોટથી આવ્યો અનોખો કિસ્સો, 17 વર્ષના વિદ્યાર્થીને ફોનમાં, રોટલીમાં અને પાણીમાં બધે જ દેખાય છે કોરોના

તનનો કોરોના મનથી હારી જાય એ વાત નક્કી છે. પરંતુ લોકો હાલમાં આ માહોલ જોઈમે મનથી જ ભાંગીને ભૂક્કો થઈ રહ્યા છે. એવા એવા કેસ સામે આવી રહ્યા છે કે ન પૂછો વાત. જાણે લોકો પર ભૂત બનીને કોરોના સવાર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. મતલબ કે કોરોના મહામારીમાં શારીરિક તકલીફોની સાથે લોકો માનસિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં સાઇકોલોજીના નિષ્ણાત જણાવે છે કે, વ્યક્તિની શારીરિક બીમારીઓ માનસિક અવસ્થા ઉપર પણ આધાર રાખતી હોય છે.

image source

હવે જો વિગતે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા શહેરની શાળાઓમાં અને જિલ્લામાં કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં રોજ લોકો હેલ્પલાઈનમાં ફોન કરીને માનસિક સહિતની જુદી સમસ્યાઓનો ઉકેલ માગતા જોવા મળી રહ્યા છે. તેમજ નિષ્ણાતો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિવારણ પણ કરવામાં આવી રહ્યું છે. જો હાલના એક કિસ્સા વિશે વાત કરવામાં આવે તો એક વાલીએ હેલ્પલાઈનમાં ફોન કરી સમસ્યા રજૂ કરતા કહ્યું કે, મારે 17 વર્ષનો દીકરો છે. તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખબર નહીં તેને શું થયું છે કે તેને ઓનલાઇન ભણવાનું કહું તો કહેવા લાગે છે કે, મોબાઈલમાં કોરોના છે, જમવાનું આપું તો કહે રોટલીમાં કોરોના છે, ન્હાવાનું કહું તો કે પાણીમાં કોરોના છે.

image source

હાલમાં આ બાળકની હાલત એવી છે કે તેને બધે જ કોરોના દેખાવા લાગ્યો છે. કોરોના સિવાય એને કશું દેખાતું જ નથી. જો કે આ એક કેસની જ વાત નથી. બીજા પણ આવા અનેક કેસ સામે આવી રહ્યા છે કે જેમાં લોકોએ રાવ ખાધી છે. જેવા કે એક કેસ એવો હતો કે મેડમ મારી દીકરી 8 મહિનાની દીકરી છે. કોરોના દરમિયાન જન્મ થયો હોવાથી તેને અત્યાર સુધી બહાર કાઢી ન હતી. હવે ઘરના સભ્યો સિવાય બીજાને જોવે કે તેને તેડવામાં આવે તો રડવા લાગે અને હેબતાઈ જાય છે. શું કરવું?એ એક એવો જ પ્રશ્ન છે કે મારા ભાભીના મમ્મીનું મૃત્યુ થતાં તેને આઘાત લાગ્યો છે ત્યાં સુધી કે તેને એક વર્ષનો બાબો છે. પણ આઘાતને કારણે એ પણ ભૂલી ગયા કે તેને બાબો છે. તેના ખોળામાં બાબાને આપીએ તો જાણે કોઈ પ્રતિક્રિયા જ નહીં.

image source

બીજા એક આવા કેસ વિશે જો વાત કરવામાં આવે તો પ્રશ્ન કર્યો કે મારે 3 સંતાન હજુ નાના છે. મારા પતિ રોજ સ્મશાન જાય છે મડદા બાળવા. સેવા કરવા, હું તેને સમજાવું છું પણ સમજતા નથી શું કરવું? સેવાના મેવા સોંસરવા નીકળે એવી પરિસ્થિતિ છે. કઈ રીતે સમજાવવા? જો કે હાલમાં આવા લોકોની પણ દેશને તાતી જરૂર છે.

image source

ઉલ્લેખનીય છે કે આ કોરોનાએ શરૂઆતમા વૃદ્ધોનો જીવ લીધો, બીજા તબક્કામાં યુવાનોનો વારો લીધો. ત્યારે એકને સવાલ થયો કે હવે સંભળાય છે કે ત્રીજા તબક્કામાં બાળકોને ઝપેટમાં લેશે તો, અમને ઘણા પ્રયત્નો પછી સંતાન પ્રાપ્તિ થઈ છે અને મારા બાળકને કોરોના થશે અને તેને કઈ થશે તો અમે જીવતા નહીં રહી શકીએ. આ રીતે લોકોને અલગ અલગ માનસિક તણાવો દુર કરવા માટે કોલ કરીને મદદ લેવી પડી રહી છે.