ચીનની આ રૂપાળી સહકર્મીના કારણે બિલ ગેટ્સનું લગ્ન જીવન વેર-વિખેર થઈ ગયું? જાણો સાચી હકીકત

માઇક્રોસફ્ટના સ્થાપક બિલ ગેટ્સે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે તેની પત્ની મેલિન્ડાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. અત્યાર સુધી છૂટાછેડા વિશે આટલી બધી વાતો કરવાના કારણો જાહેર કરવામાં આવ્યાં નથી, પરંતુ આ દરમિયાન એક મહિલાનું નામ બહાર આવી રહ્યું છે. અહેવાલો અનુસાર આ મહિલા બિલ અને મેલિન્ડાના છૂટાછેડાનું કારણ છે. ઘણી ઓનલાઈન અફવાઓ અનુસાર બિલ અને એક ચીની મહિલા શેલી વાંગનું અફેર હતું. જો કે આ અફવાઓ વધવા પર વાંગ પોતે મેદાને આવી છે અને ચીનની લોકપ્રિય સોસિયલ મીડિયા વેબસાઇટ વાઈબુ પર પોતાનો મત મૂક્યો છે અને આ અફવાઓને નકારી કાઢી છે.

image source

વોંગે ચાઇનાની મેન્ડરિન ભાષામાં લખ્યું છે કે મને લાગે છે કે આ અફવાઓ આપમેળે સમાપ્ત થઈ જશે કારણ કે આ અફવાઓમાં નથી માથું કે નથી પગ. પણ મને ખબર નહોતી કે આ અફવા આટલા મોટા પ્રમાણમાં ફેલાઈ જશે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે આ મુશ્કેલ સમયમાં મારો ટેકો આપ્યો અને આ અફવાઓ દૂર કરવામાં મદદ કરી.

image source

ઉલ્લેખનીય છે કે શેલી વાંગ 36 વર્ષની છે અને તે ચીનથી અમેરિકા આવી હતી. તે હાલમાં સિએટલ શહેરમાં રહે છે અને લગ્ન કર્યા નથી. તે એક પ્રોફેશનલ અનુવાદક છે અને ગેટ્સ ફાઉન્ડેશન સિવાય, તેણે યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે પણ કામ કર્યું છે. વોંગે બ્રિગામ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને મેન્ડરિન, અંગ્રેજી અને કેન્ટોનીઝ ભાષાની જાણકાર છે. અહેવાલો અનુસાર, તેણે ગેટ્સ ફાઉન્ડેશનમાં ફ્રીલાન્સ તરીકે કામ કર્યું છે. આ સિવાય તે કોરોના સમયગાળા પહેલા યુ.એસ. અને શંઘાઇની ફ્લાઇટ્સમાં પણ કામ કરી ચૂકી છે.

image source

વોંગના મિત્ર લીએ પણ આ કેસમાં સંબંધિત બ્લોગ પોસ્ટ લખ્યો છે. તેણે લખ્યું કે વોંગ મારી જૂની સાથી અને મિત્ર છે. તે એક એવી સ્ત્રી છે જેમાંથી હું ખુબ પ્રેરણા લઉ છું. હું ક્યારેય એ વાતમાં વિશ્વાસ નહીં કરી શકતો કે તે અન્ય લોકોના વિવાહિત જીવનને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ કિસ્સામાં, વોંગના મિત્ર લીએ કહ્યું હતું કે વોંગ ખૂબ મહત્વાકાંક્ષી છે અને તે ઘણી બાબતો હોવા છતાં પોતાને પુશ કરવાનો પ્રયત્ન કરે છે. તેણે બે વર્ષ પહેલાં પાઇલટનું લાઇસન્સ પણ મેળવ્યું હતું અને તેણે પાઇલટની તાલીમ પણ પૂર્ણ કરી છે.

image source

ખાસ વાત એ છે કે બિલ ગેટ્સના છૂટાછેડાની ઘોષણા સાથે ટાઇમ મેગેઝિનનો એક લેખ વાયરલ થઈ રહ્યો હતો અને તેના કારણે તેમના અંગત જીવનને લગતી ઘણી માહિતી બહાર આવી હતી.

image source

આ લેખમાં, એવું લખ્યું હતું કે બિલ ગેટ્સે તેની પત્ની સાથે વિચિત્ર કરાર કર્યો હતો. આ કરાર મુજબ બિલ ગેટ્સ દર વર્ષે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એન વિનબ્લેડને મળવા એક ગુપ્ત બીચહાઉસની મુલાકાત લેતો હતો. ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા તાજેતરમાં જ આ સિક્રેટ બીચહાઉસના ફોટા પ્રકાશિત કરાયા છે. અહેવાલો અનુસાર આ બીચહાઉસ એનનું છે અને આ સ્થાન લોકોમાં ખૂબ લોકપ્રિય છે.