કોરોનાના દર્દીઓ મોટા ભાગે આ કારણે મરી રહ્યા છે, બચવાનો ઉપાય જાણી લો…

કોરોના વાયરસની બીજી લહેર આવ્યા પછી હોસ્પિટલમાં દર્દીઓ માટે પગ મુકવાની પણ જગ્યા નથી રહી. જો કે હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે 80%થી વધુ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી. એ ઘરમાં જ ટેલીકન્સલ્ટેશનની મદદથી રિકવર થઈ શકે છે. પણ એ પણ હકીકત છે કે આ ઇન્ફેક્શનના સાઈડ ઇફેક્ટ લાંબા સમય સુધી શરીરમાં રહી શકે છે અને હવે તો હાર્ટ ડેમજના પણ કેસ સામે આવવા લાગ્યા છે.

image source

ઓક્સફર્ડ જર્નલ દ્વારા કન્ડકટ કરવામાં આવેલી એક સ્ટડીમાં ખબર પડી છે કે કોવિડ 19થી ગંભીર રૂપથી પીડિત લગભગ 50% હોસ્પિટલાઈઝડ દર્દીઓના રિકવરીના મહિના પછી હાર્ટ ડેમેજ થયું છે. એટલે રિકવરી પછી દર્દીના હાર્ટ રેટને ચેક કરતા રહેવું જરૂરી છે. એને અવગણવાથી પણ દર્દીના જીવને જોખમ થઈ શકે છે.

image source

એક્સપર્ટસનું કહેવું છે કે કોવિડ 19નું ઇન્ફેક્શન બોડીમાં ઈંફ્લેમેશનને ટ્રિગર કરે છે જેનાથી દિલની માંસપેશીઓ કમજોર પડવા લાગે છે. એનાથી ધબકારાની ગતિ પ્રભાવિત થાય છે અને બ્લડ ક્લોટિંગની સમસ્યા અસામાન્ય રીતે ઉતપન્ન થવા લાગે છે.

image source

બીજું, વાયરસ સીધો અમારા રિસેપટર સેલ્સ પર હુમલો કરી શકે છે જેને ACE2 રિસેપટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એ માયોકાર્ડિયમ ટીશયુંની અંદર જઈને પણ એને નુકશાન પહોંચાડી શકે છે. માયોકાર્ડાઇટીસ જેવી તકલીફો જે હાર્ટ મસલ્સની ઈંફ્લેમેશન છે, જો સમયસર એની કાળજી ન લેવામાં આવે તો એક સમય પછી હાર્ટ ફેલિયર થઈ શકે છે. આ વાત પહેલથી દિલની બીમારીના દર્દીઓની સમસ્યા વધારી શકે છે.

ક્યારે થાય છે હાર્ટ ફેલ..

image source

કોઈ માણસનું હાર્ટ ફેલ એ સમયે થાય છે જ્યારે એના દિલની માંસપેશીઓ લોહીને કુશળતાથી પમ્પ નથી કરી શકતી જેટલી એને જરૂર હોય છે. આ સ્થિતિમાં સંકુચિત ધમનીઓ અને હાઈ બ્લડ પ્રેશર દિલને આવશ્યક પંપિંગ માટે કમજોર બનાવી ફે છે. આ એક ક્રોનિક સમસ્યા છે જેનો સમયસર ઈલાજ ન થાય તો સ્થિતિ બગડી શકે છે. સાચી સારવાર અને થેરેપી માણસનું આયુષ્ય વધારી શકે છે

એક્સપર્ટની સલાહ છે કે જે લોકોને કોવિડ 19 પછી છાતીમાં દુખાવાની ફરિયાદ છે કે પછી સંક્રમિત થતા પહેલા જેમને કોઈ સામાન્ય હાર્ટ ડીસીઝ હતા તો એમનું ઇમેજિંગ જરૂર કરાવો. એમ તમને ખબર પડી જશે કે વાયરસે દિલની માંસપેશીઓને કેટલું નુકશાન પહોચાડ્યું છે. આ હળવા લક્ષણો વાળા દર્દીઓ માટે પણ મદદરૂપ છે.

image source

ઘણા દર્દીઓને વાયરલ બીમારી પછી ક્રોનિક હાર્ટ મસલ વિકનેસ, કાર્ડિએક એનલાર્જમેન્ટ અને લો હાર્ટ ઇન્જેક્શન ફરેક્શનની ફરિયાદ થઈ જાય છે. એને ડાઈલેટેડ કાર્ડિયોમાંયોપેથી પણ કહેવામાં આવે છે. કોવિડ ઇન્ફેક્શન પછી કાર્ડિયોમાંયોપેથી વધુ ખતરનાક બની શકે અને એ હાર્ટ ફેલિયરને પણ વધારી શકે છે.

ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડૉ અશોક શેઠે પણ એક વાતચીતમાં જણાવ્યું હતું કર આ વાયરસ માણસના હૃદયને પણ નુકશાન પહોંચાડી રહ્યો છે. આ હૃદયમાં ક્લોટિંગની સમસ્યાને વધારી શકે છે. એટલે કે હૃદયમાં લોહીની ગાંઠો થઈ શકે છે.આ લોહીની ગાંઠો ફેફસા અને ધમનીઓમાં પણ જામી શકે છે. એવું થાય તો દર્દીઓમાં હાર્ટ એટેકની સંભાવના ઘણી જ વધી જાય છે.

image source

એમને આગળ જણાવ્યું છે કે કોરનાથી હૃદયની માંસપેશીઓ કમજોર પડી જાય છે. હૃદયમાં ઈંફ્લેમેશન વધવાના કારણે આવું થાય છે. એનાથી હાર્ટ ફેલિયર, બ્લડપ્રેશરમાં તકલીફ અને ધબકારાની ગતિ ઝડપી કે ધીમી થવા લાગે છે. ફેફસામાં લોહીની ગાંઠો થવાના કારણે
પણ હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી તકલીફો યુવાનોમાં વધુ જોવા મળી રહી છે.

મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહનનું પણ કંઈક આવું જ કહેવું હતું. એમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં નાની ઉંમરના પુરુષો વધુ સંક્રમિત થયા છે. એમને જણાવ્યું કે ગઈ વખતે પણ અમે 10- 15 ટકા પોસ્ટ કોવિડ 19 દર્દીઓમાં હાર્ટ ઈંફ્લેમેશન સાથે જોડાયેલી તકલીફો જોઈ હતી.પણ આ વખતે આ ઇંફ્લેમેટરી રિએક્શન વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. એમ ઘણા દર્દીઓનો હાર્ટ પંપિંગ રેટ 20- 25ટકા સુધી જતો રહે છે.

image source

શુ છે સારવાર.

image source

શરૂઆતના સ્ટેજ પર સારવાર મળવાથી એને કંટ્રોલ કરી શકાય છે. હાર્ટ ફેલિયરને એડવાન્સ કેસમાં જરૂરત પડે તો લેફ્ટ વેન્ટ્રી કુલર આસિસ્ટ ડિવાઇસ પ્રોસયુઝર કે થેરપીની સાથે એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. LVAD લેફ્ટ વેન્ટ્રીકુલરને મદદ કરે છે જે હાર્ટનો સૌથી મુખ્ય પંપિંગ ચેમ્બર છે. આ સ્થિતિમાં એક ખૂબ જ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

હાર્ટ ફેલિયરના લક્ષણો.

હાર્ટ ફેલ થતા પહેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એ સિવાય વિકનેસ અને થાકની તકલીફ વધવા લાગે છે. પંજા, એડી કે પગમાં સોજા વધવા લાગે છે. હાર્ટ બીટ ઝડપી અને અનિયમિત થઈ શકે છે. તમારી એક્સરસાઇઝ કરવાની ક્ષમતા ઘટી શકે છે. સતત ખાંસી અને ફ્લુડ રિટેનશનના કારણે વજન વધી શકે છે. ભૂખ નથી લાગતી અને વારંવાર પેશાબ આવે છે.

લક્ષણ દેખાય તો શું કરશો.

image source

જો કોઈ વ્યક્તિને આ બધા જ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો એને તરત ડોકટર પાસે જવું જોઈએ. એનો ઈલાજ જાતે કરવાનો પ્રયત્ન ન કરો. ડોકટર જ જણાવી શકે છે કે એવું હાર્ટ ફેલિયરને કારણે થઈ રહ્યું છે કે અન્ય કોઈ તકલીફ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!