એક એવો કિસ્સો કે જેણે સમાજના કંઈક દુષણોને લાત મારી દીધી, એક યુવાન દીકરીએ વિધવા માતા માટે લાયકપાત્ર શોધ્યું અને લગ્ન પણ કરાવ્યાં

હાલમાં જયપુરમાં રહેતી સંહિતા અગ્રવાલવી કહાની જોરદાર વાયરલ થઈ રહી છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. પોતાની 53 વર્ષીય વિધવા માતા ગીતા અગ્રવાલના ફરીથી લગ્ન કરાવીને સંહિતાએ એક નવો જ દાખલો બેસાડ્યો હતો અને સમાજને કહ્યું હતું કે વિધવાની પણ એક ઈચ્છા હોય અને જેને પુરી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તેમણે તેમની માતાના બીજા લગ્ન 2018માં કરાવ્યા હતા. આ બધી જ વાત ત્યારે બહાર આવી કે જ્યારે સોશિયલ મીડિયા પર કોઈએ તેમને સવાલ કર્યો હતો કે,’તમે તમારા જીવનમાં કયું કામ કર્યું છેજેના પર તમને સૌથી વધુ ગર્વ છે? એના જવાબમા મારી વિધવા માતાના પુનર્લગ્નના નિર્ણય પર મને ગર્વ છે એવું સંહિતાએ લખ્યું હતું અને બસ હવે કહાની આખા દેશમાં વાયરલ થઈ રહી છે.

image source

તો આવો જાણીએ કે સંહિતાએ આ લગ્ન માટે કેમ વિચારવું પડ્યું અને કઈ રીતે તેમની માતાને આ કામ કરવામાં સફળતા મળી. સંહિતાએ વાત કરતાં કહ્યું કે-મારા પિતાનું 52માં વર્ષમાં અવસાન થયું હતું અને પછી હું, મારી મોટી બહેન અને મારી 50 વર્ષીય માતા એકલા પડી ગયા હતા. આ સમય અમારા બધા માટે ખૂબ જ દુખદ હતો. વાત ત્યાં સુધી બની હતી કે મારા પિતાના મૃત્યુના 6 મહિના પછી પણ, હું અને મારી માતા તે જગ્યાને જોઈને રડતાં હતાં જ્યાં અમે અમારા પિતા સાથે બેસીને ગપ્પા મારતાં અને સાથે વાતો કરી જમવાનું જમતા.

image source

આગળ પોતાની વ્યથા વિશે વાત કરતાં સંહિતાએ કહ્યું કે-મારી બહેન પરણિત હોવાને કારણે તે એમાં વ્યસ્ત થઈ ગઈ હતી. પરંતુ હું અને મારી માતા મારા પિતાને ગુમાવવાના દુખમાં દરરોજ રડતા હતાં, સંહિતાએ કહ્યું કે-મને હજી પણ યાદ છે કે મારી માતા ભગવાનની મૂર્તિ સામે ‘કેમ તમે મારા પતિને છીનવી હતી’ તેવી બૂમો પાડતા હતા? જ્યારે હું સાંજે ઓફિસથી ઘરે પાછી ફરતી ત્યારે મારી માતા સીડી પર ઉદાસ બેસી રહેતી. તેણી મને જોઈને થોડો રાહતનો શ્વાસ લેતી હતી કે હવે થોડો સમય માટે માતા મારી સાથે પોતાની જાતને વ્યસ્ત રાખી શકશે. સંહિતાએ કહ્યું કે હું તો હજુ પણ થોડો સમય ઓફિસમાં હોઉ પણ માતા તો પિતાનું દુખ ભૂલી જ નહોતા શકતાં

સંહિતા એક ખુબ જ આઘાતજનક વાત કરી કે, ક્યારેક-ક્યારેક તે રાત્રે પપ્પાનું નામ બોલતી હતી અને સપનામાંથી અચાનક જાગીને પુછતી હતીકે, પપ્પા ક્યા છે? એમાં પણ પછી મારી નોકરીને કારણે અમારે બીજા શહેરમાં જવું પડ્યું હતુ. મેં મારા શહેરમાં ઘણી નોકરીઓ શોધી હતી, પરંતુ મારા અનુસાર મને નોકરી મળી શકી ન હતી. જ્યારે હું બહાર કામ કરવાનું શરૂ કરતી હતી, ત્યારે હું વીકેન્ડનાં અંતે મારી માતાને મળવા ઘરે આવતી હતી. હું વિચારતી હતી કે માત્ર શનિવારે રવિવાર જ ભલે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ હું મારી માતાનું ધ્યાન કોઈ બીજી જગ્યાએ લગાવી શકું. જ્યારે મને નવા શહેરમાં નોકરી કરતાં 3 મહિના જેવું થયુ, ત્યારે મેં વિચાર્યું કે હવે બહુ જ થયુ. હવે મા માટે મારે કંઈક કરવું જોઈએ અને ત્યારથી જ એક નવા રસ્તાની શોધ થઈ. તો આવો હવે આ વિશે વાત કરીએ

image source

સંહિતા કહે છે કે આ બધું વિચારીને મને ફરીથી મારી માતાના લગ્ન કરાવવાનું મન થયું અને મે આ વિશે નક્કી પણ કરી લીધું કે લગ્ન તો કરાવવા જ છે. મેં મેટ્રિમોની વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવ્યું અને મારી માતા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. હું માતા માટે એક એવા વ્યક્તિ ઇચ્છતી હતી. જેણે પોતાની જીવનસાથી ગુમાવી હોય જેથી તે મારી માતાની પીડા સમજી શકે. પછી એમાં કેજી ગુપ્તા (55) નામની વ્યક્તિ પર મારી ઈચ્છા પુરી થઈ ગઈ.

image source

જો વાત કરીએ કેજી ગુપ્તા વિશે તો તેમણે પણ કેન્સરને કારણે તેમની પત્ની ગુમાવી હતી. તેથી તે માતાની લાગણીઓને ખૂબ સારી રીતે સમજી શકશે એવી વાત સંહિતાએ કરી હતી. સંહિતા ત્યારબાદની વાત કરતાં જણાવે છે કે મારી માતા માની ગયા હતા અને અમે 53 વર્ષની ઉંમરે તેના બીજા લગ્ન કરાવ્યા હતા. આજે મારી માતા તેનાં નવા જીવનસાથી સાથે બહુ જ ખુશ છે. અને જ્યારે પણ હવે હું કોલ કરું છું તો તે એવું નથી કહેતી કે, હું મારું ધ્યાન રાખી લઈશ પરંતુ એવું કહે છે કે, આ મારું ધ્યાન બહુ જ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત