અખબારનગર અંડર બ્રિજમાં થયેલા BRTS ના અકસ્માતની તસવીરો જોઈ તમે પણ બોલી ઉઠશો બાપ રે…

અમદાવાદમાં બીઆરટીએસ બસનો અકસ્માત થવો હવે કોઈ નવી વાત રહી નથી. કારણ કે સમયે સમયે બીઆરટીએસના અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમા ઘણા લોકોએ તેમના જીવ પણ ગુમાવ્યા છે. તો આજે ફરી એકવાર બેફામ બીઆરટીએસનો કહેર જોવા મળ્યો હતો. વાત છે

અમદાવાદના અખબાર નગર વિસ્તારની. કે જયાં અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને પગલે પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ પાંચ ઈજાગ્રસ્તોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. સામે આવેલી તસવીરો પરથી એ સ્પષ્ટ થાય છે કે બીઆરટીએસને કઈ હદે નુકશાન થયું છે. જો કે સદનશીબે આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી. પરંતુ ચાલકની બેદરકારી ચોક્કસ સામે આવી છે.

ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત

આ ઘટના અંગે સામે આવેલી હકિકત અનુસાર આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને પગલે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ગયા મહિને જ સુરત અને અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે આવી હતી

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો.

સપ્ટેમ્બરમાં પણ બસે લીધો હતો આધેડનો જીવ

અમદાવાદ શહેરના નાનકરામ મીણા નામના 65 વર્ષના વૃદ્ધ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડની સામે આવેલી ચાની દુકાને ચા પીવા ગયા હતા. તેઓ ચા પીને ચાલતા BRTS કોરિડોરના ઝીબ્રા ક્રોસિંગમાં થઇ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જશોદાનગર તરફથી BRTS કોરિડોરમાં પુરપાટ આવતી ST બસે તેમને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા. આ દુર્ઘટનામાં બસનું પૈડું તેમના માથા પર ફરી જતાં માથું કચડાઇ ગયું હતું. વૃદ્ધનું તો સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ઘાટલોડિયા, સત્તાધાર પાસે BRTS બસની ટક્કરથી આધેડનું મોત

ઓક્ટોબરમાં પણ બેફામ બીઆરટીએસે રાહદારીનો ભોગ લીધો હતો. અમદાવાદમાં બીઆરટીએસ બસના ડ્રાઇવરો દ્વારા બેફામ બસ હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અગાઉ પાલડી વિસ્તારમાં પણ બીઆરટીએસ બસના ડ્રાઇવરે એક મહિલાને ટક્કર મારતાં સૃથાનિક લોકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. ત્યાં ઘાટલોડિયા, સત્તાધાર પાસે બીઆરટીએસ બસની ટક્કરથી આાધેડનું મોત થયું હતું. આ ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે બસ ના ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત