છૂટછાટ: વેપારીઓ માટે ખુશખબર, દુકાનો ખોલવાનો સમય બદલાયો, હોટેલ-રેસ્ટોરન્ટને પણ મળી આ છૂટછાટ

હાલમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમિત કેસોમાં ઘટાડો અને મોતના આંકડામાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વ્રારા ધીમે ધીમે વેપાર ધંધા માટે છૂટછાટો આપવામાં આવી રહી છે. આજે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ ઉપરંતા અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

image source

નોંધનિય છે કે, મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણયની સાથે સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો લીધા છે. જે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

image source

નોંધનિય છે કે, રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે.

એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો ચાલુ રહેશે.

નોંધનિય છે કે, કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં એક સમયે 14 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના કાબૂમાં આવવા લાગતા 27મી મેના રોજ સરકારે રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી રાતના 9થી 6 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનો અને લારી ગલ્લા ધારકોને પણ સવારના 9થી બપોરના ત્રણ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. નોંધનિય છે કે રાજ્યમાં હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા સરકારે લોકોને રાહત આપી છે.

image source

નોંધનિય છે કે ગઈ કાલે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમા અમદાવાદ, સુરત અને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાં ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 73 દિવસ એટલે કે અઢી મહિના બાદ 1565 આસપાસ કેસ નોધાયા હતા.

image source

આ પહેલા 20 માર્ચે આટલા કેસ નોઁધાયા હતા. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યમાં 1561 નવા કેસ નોંધાયા હતા. તો સતત બીજા દિવસે 5 હજારથી ઓછા દર્દીએ કોરોનાને હરાવ્યો હતો અને ઉપરાંત 4 હજાર 869 દર્દી સાજા થયા હતા. નોંધનિય છે કે આ પહેલા 21 એપ્રિલે 4 હજાર 802 કેસ હતા. તો બીજી તરફ દૈનિક મૃત્યુઆંક 22 થયો હતો. આમ સતત 28મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી હતા.આ ઉપરાંત રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 95.21 ટકા થયો ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *