IPL 2021ના બાકીના મેચના આયોજન અંગે સામે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે જોવા મળશે આઈપીએલ 2021

બીસીસીઆઈની 29 મેના રોજ થનારી એજીએમમાં આઈપીએલ 2021ના બાકી રહેલા 31 મેચ પર નિર્ણય લેવામાં આવી શકે છે. બોર્ડ આઈપીએલ 2021ને પૂર્ણ કરવા માટે વિંડોને અંતિમ રુપ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર ઈંગ્લેંડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બોર્ડ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સંયુક્ત અરબ અમીરાતમાં બાકી બચેલા મેચો રમાઈ શકે છે. ભારતના ઈંગ્લેડ પ્રવાસની શરુઆત 18 જૂનથી થવાની છે. જ્યાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેંપિયનશિપનું ફાઈનલ રમાશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.

image source

ટીમ ઈંડિયાનો ઈંગ્લેંડ પ્રવાસ 14 સપ્ટેમ્બરે સમાપ્ત થશે અને બીસીસીઆઈને ટી20 વર્લ્ડ કપ પહેલા 15 સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર વચ્ચે એક મહિનાનો સમય મળશે. જો કે બીસીસીઆઈએ હજુ સુધી ઈંગ્લેડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડથી ઔપચારિક અનુરોધ કર્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ બંને ટીમો વચ્ચે બીજા ટેસ્ટ અને ત્રીજા ટેસ્ટ વચ્ચે અંતરને નવ દિવસથી ઘટાડી ચાર દિવસ કરવા કહ્યું છે. જેનાથી બીસીસીઆઈને આઈપીએલ માટે વધુ સમય મળી શકે.

image source

સૂત્રોના અહેવાલથી કહેવામાં આવી રહ્યું છે કે, જો તે અંતર ઘટાડવામાં આવે તો બીસીસીઆઈને પાંચ વધુ દિવસ મળી જશે. બીસીસીઆઈ આઈપીએલની બાકીને મેચો માટે વિદેશી ખેલાડીઓને પણ સામેલ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈંગ્લેડથી ક્રિકેટરોને યૂકેથી યૂએઈ મોકલવાનો પ્લાન છે. તેવામાં બે ટેસ્ટ મેચો વચ્ચે સમય ઘટાડવામાં ન આવે તો આ 30 દિવસોમાં ભારતીય ટીમ અને અંગ્રેજી ક્રિકેટરોને યૂકેથી યૂએઈ લાવવામાં એક આખો દિવસ પસાર થાય સાથે જ નોકઆઉટનું ચરણ પણ પાંચ દિવસ અલગ રાખવાના. તેનાથી બીસીસીઆઈ પાસે 27 મેચ પૂરા કરવા માટે 24 દિવસ વધશે. આ વિંડોમાં આઠ શનિવાર અને રવિવાર આવે છે. તેનો અર્થ છે કે વીકેંડમાં ડબર હેડર વડે 16 મેચ થઈ શકે છે. ત્યારબાદ બીસીસીઆઈને 19 દિવસોમાં માત્ર 11 મેચ રમાડવાના રહેશે.

image source

આ પહેલા બે વખત યૂએઈમાં આઈપીએલ રમાઈ હતી. આ પહેલા 2014ની શરુઆતમાં ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લીગની પ્રથમ 20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2020માં સીઝન યુએઈમાં યોજાઈ હતી. ગત વર્ષે પણ કોરોનાના કારણે આઈપીએલ ભારત બહાર યોજાઈ હતી. જ્યારે આ વર્ષે આઈપીએલ શરુ તો થઈ પરંતુ કોરોનાના કારણે સીઝનને અધવચ્ચે અટકાવવી પડી હતી. જ્યાર બાદ હવે ફરીથી આઈપીએલની બાકી બચેલી મેચ યુએઈમાં યોજાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!