જિયોફોન યુઝર્સને હવે બખ્ખા જ બખ્ખા, દર મહિને 300 મિનિટ મળશે તદ્દન ફ્રીમાં, નવી ઓફર વિશે જાણીને મોજમાં આવી જશો

હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. વધતા કોરોનાના કેસના કારણે ઘણા રાજ્યમાં લોકડાઉનનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. જો કે એવામાં જિયોફોન યુઝર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે કોરોના મહામારીને કારણે સ્ટ્રીટ વેન્ડર સહિતના ઘણા લોકોનું કામ બંધ છે. આ કારણે તેમની આર્થિક સ્થિતિ પણ નબળી પડી હોય એ વાત સ્વાભાવિક છે. આવા લોકો પોતાનો ફોન પણ રિચાર્જ કરાવી શકતા નથી એવી પણ હાલત આપણે જોવા મળી રહી છે.

image source

ત્યારે દેશની અને લોકોની આ હાલતમાં રિલાયન્સ જિયો દર મહિને 300 મિનિટ ફ્રી આઉટગોઈંગ કોલની ઓફર આપી રહી છે કે જેના કારણે જિયોફોન યુઝર્સમાં આનંદ છવાઈ ગયો છે. જો આ ઓફર વિશે વાત કરવામાં આવે તો આ ઓફર માત્ર જિયો ફોન યુઝર્સ માટે જ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિલાયન્સ ફાઉન્ડેશન કામ કરી રહી છે. આ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશન છે. તેમાં ફ્રી મિનિટ સાથે બાય વન ગેટ વન રિચાર્જની ઓફર મળી રહી છે. આ ઓફર હેઠળ એક જિયો ફોનના રિચાર્જ પર તે જ કિંમતનું બીજું રિચાર્જ પેક ફ્રી મળશે અને લોકોને બખ્ખા થઈ જશે. આ ફ્રી કોલિંગ મિનિટમાં યુઝર્સને 1 દિવસમાં માત્ર 10 મિનિટનું ફ્રી કોલિંગ મળશે.

image source

આ ઓફરનો સીધો મતલબ એ થયો કે એક દિવસમાં યુઝર્સ 10થી વધારે મિનિટ ફ્રીમાં વાત નહિ કરી શકે. એક વાત ખાસ ધ્યાનમાં રહે કે આ બેનિફિટ માત્ર એ યુઝર્સ માટે જ છે જે મહામારી દરમિયાન રિચાર્જ કરાવી શકતા નથી. ફ્રી કોલિંગ સાથે જિયો ફોન યુઝર્સને રિચાર્જ સાથે તે જ કિંમતનું બીજું રિચાર્જ ફ્રી મળી રહ્યું છે.

image source

જો ગ્રાહકે 75 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય તો તેને બીજા 75 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં મળશે. પહેલાં પ્લાનની વેલિડિટી પૂરી થયા બાદ ફ્રીમાં મળેલો બીજો પ્લાન શરૂ થશે એ પણ માહિતી દરેક લોકોએ ધ્યાનમા રાખવી પડશે. ત્યારે હાલમા આ પ્લાનની ભારે ચર્ચા થઈ રહી છે અનેન બીજી કંપનીના લોકો પણ તેના વિશે વિચારી શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જિયોએ બે વર્ષ પહેલાં દરેક ભારતીયને ડેટાથી સુસજ્જ બનાવ્યા હતા જેથી તેઓ ડેટાના પાવરથી સુંદર ચીજો કરી શકે. બે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં જિયોએ 21.5 કરોડ કરતાં વધારે ગ્રાહકો મેળવીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!