કાર્તિક આર્યન સાથે શૂટ થયેલી દોસ્તાના 2 ગઈ કચરામાં, 20 દિવસના શૂટિંગથી થયું 20 કરોડનું નુકશાન!

બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યને લાંબા સંઘર્ષ પછી એ જગ્યા મેળવી છે જ્યાં દર્શકો એમને ફિલ્મોમાં જોવાનું ઘણું પસંદ કરે છે. હાલ યુવાનોના ફેવરિટ બનેલા કાર્તિક આર્યનને ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નિર્માતા નિર્દેશક પોતાની ફિલ્મમાં સાઈન કરવા માંગે છે. છેલ્લા કેટલાક સમયથી કાર્તિક કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2ને લઈને ચર્ચામાં હતા. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર કાર્તિકની ઓપોઝિટ દેખાવાની હતી. તો હવે ખબર સામે આવી છે કે ધર્મા પ્રોડક્શને કાર્તિકને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. એને લઈને એક ઓફિશિયલ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

image source

ધર્મા પ્રોડક્શનસ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે “પ્રોફેશનલ સ્થિતિઓને ધ્યાનમાં લઈને અમે ગરીમાંપૂર્ણ શાંતિ જાળવી રાખવા માટે નિર્ણય કર્યો છે. અમે દોસ્તાના 2ને રિકાસ્ટ કરવાના છે. આ ફિલ્મનું નિર્દેશન Collin D’cunha કરી રહ્યા છે. ઓફિશિયલ ઘોષણા થાય ત્યાં સુધી રાહ જુઓ” ખબરોનું માનીએ તો કાર્તિક આર્યનને ફિલ્મના સેકન્ડ હાફથી તકલીફ હતી જેના કારણે આ ફિલ્મ પહેલથી જ વિવાદોમાં દેખાઈ રહી હતી.

image source

એક સૂત્રએ જણાવ્યું છે કે કાર્તિક આર્યને કરણ જોહરને પહેલા ફિલ્મનું શૂટિંગ થોડા સમય સુધી રોકવાની વાત કહી અને પછી બીજી ફિલ્મોનું શૂટિંગ પૃરું કરી લીધું. એવામાં કરણ જોહર કાર્તિકથી ઘણા જ નારાજ થઈ ગયા. એક અન્ય સૂત્રએ એ પણ જણાવ્યું છે કે કાર્તિક ફિલ્મના સેકન્ડ હાફની વાર્તા બદલવા માંગતા હતા જ્યારે એમને ફિલ્મ સાઈન કરતા પહેલા જ આખી સ્ક્રીપટ વાંચી હતી. કાર્તિકનો આ વ્યવહાર કરણ જોહરને બિલકુલ ન ગમ્યો.

image source

કરણ જોહરે કાર્તિકના આ વલણને જોઈને એમની સાથે ફરી ક્યારેય ન કામ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે 24 દિવસોનું ફિલ્મનું શૂટિંગ પણ કરી લેવામાં આવ્યું હતું જેમાં 20 દિવસ કાર્તિકનું શૂટિંગ પણ સામેલ હતું. તો હવે પ્રોડક્શને ફરી રિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. એ પણ ખબર છે કે ધર્મા પ્રોડક્શનને લગભગ 20 કરોડનું નુકશાન થયું છે.

image source

ફિલ્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે “ધર્મા પ્રોડક્શન આ વાતને વધારવા નથી માંગતું એવામાં એ આ નુક્શાનને ચુપચાપ સહન કરી લેશે. જો કે આ જે પણ થયું છે એનાથી નક્કી છે કે કરણ હવે કાર્તિક આર્યન જેવા અનપ્રોફેશનલ અભિનેતા સાથે ક્યારેય કામ નહીં કરે.” એ સિવાય એ પણ જણાવ્યું હતું કે કાર્તિકની ટીમ ધર્મા પ્રોડક્શનને શૂટિંગની તારીખ આપવામાં ખૂબ જ આનાકાની કરી રહી હતી એ પછી કાર્તિકને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

image source

આવી પહેલી વાર થયું છે જ્યારે ધર્મા પ્રોડક્શને ફિલ્મની શૂટિંગ શરૂ કર્યા પછી કોઈ અભિનેતાને બહારનો રસ્તો બતાવ્યો હોય. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે જાહ્નવી અને કાર્તિક વચ્ચે પણ મનભેદ ચાલી રહ્યો હતો જેના કારણે પણ કરણે કાર્તિકેને હંમેશા માટે પોતાના પ્રોડક્શનની બહાર કરી દીધા. એવામાં કારણ હવે ક્યારેય કાર્તિકને પોતાની કોઈ ફિલ્મનો ભાગ નહિ બનાવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *