માધવસિંહ સોલંકીએ 1980માં એવો રેકોર્ડ બનાવ્યો હતો કે મોદી-શાહ હજુ સુધી નથી તોડી શક્યા, અને તોડવો પણ મુશ્કેલ છે…

ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી બની ચુકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવ સિંહ સોલંકીનું શનિવારે 9મી જાન્યુઆરીના રોજ નિધન થયું છે. તેઓ આણંદ જિલ્લાના બોરસદના રહેવાસી હતા પણ ગાંધિનગરમાં રહેતા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમને પોતાના જ જન્મ દિવસ પર છેલ્લીવાર સાર્વજનિક રીતે જોવામાં આવ્યા હતા. કેન્દ્રની નરસિમ્હા રાવ સરકારમાં સોલંકી વિદેશ મંત્રી અને યોજના મંત્રી પણ રહી ચુક્યા હતા. તેઓ ત્રણ વાર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા હતા.

image source

માધવ સિંહ સોલંકી રાજકારણમાં આવનારા પહેલા પત્રકાર હતા. તેઓ રાજ્યમાં KHAM સિદ્ધાંતના જનક હતા. 1980ના દાયકામાં ગુજરાતમાં તેમણે આ જ ફોર્મ્યુલાના બળ પર કોંગ્રેસ માટે એક નવી વોટ બેંક તૈયાર કરી હતી. KHAMનો અર્થ ક્ષત્રિય, હરિજન, આદીવાસી અને મુસ્લિમ સમાજ હતો, જે તે સમય સુધી કોંગ્રેસના પરંપરાગત વોટર નહોતા.

image source

માધવ સિંહ સોલંકીએ પોતાની રાજકીય કુશળતાની સાથે 1980ના દાયકામાં રાજ્યના આ ચાર વર્ગોને જોડ્યા અને 1985ની વિધાનસભા ચુંટણીમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી હતી. 182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં ત્યારે કોંગ્રેસને એકલાને 149 સીટો પર જીત મળી હતી જે એક રેકોર્ડ છે.

image source

રાજ્યમાં અને દેશમાં બીજેપીનું મોજુ અને નરેન્દ્ર મોદીના જાદૂઈ ચહેરા અને અમિત શાહ જેવા રાજકારણીય ચાણક્યનો કુશળ સંયોગ હોવા છતાં પણ આજ સુધી આ રેકોર્ડ ની ટૂટી શક્યો. વ્યવસાયે પત્રકાર અને વકીલ રહી ચૂકેલા માધવ સિંહ સોલંકીના રાજ્યમાં પટેલોનું શાસકીય વર્ચસ્વ ખતમ કરી દીધું હતું. તેઓ પહેલીવાર 1977માં ઓછા સમય માટે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

image source

1980ની ચુટણીમાં જ્યારે કોંગ્રેસ બહુમતી સાથે જીતી હતી ત્યારે તેમણે સમાજિક અને આર્થિક રીતે પછાત વર્ગનાઓ માટે આરક્ષણ લાગૂ કરી દીધું હતું. તેનો રાજ્યમાં ખૂબ વિરોધ થયો હતો. ત્યારે ઘણા બધા મૃત્યુ પણ થયા હતા. સોલંકીને પટેલ, વાણિયા, તેમજ બ્રાહ્મણ જાતીઓનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

image source

એટલે સુધી કે 1981માં અનુસૂચિત જાતિના લોકો પર ઉચ્ચ જાતિના હૂમલા પણ આક્રમક થઈ ગયા હતા. ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ રાતોરાત વિશેષ વિમાનથી સ્પેશિયલ પોલીસ ફોર્સ ગુજરાતમાં મોકલી હતી. સોલંકી ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના નજીકના નેતાઓમાંના એક હતા. માધવ સિંહ સોલંકીના અવસાન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી બની ચુકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવ સિંહસોલંકીનું નિધન 94 વર્ષની ઉંમરે થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુઃ વ્યક્ત કરતા ટ્વીટ કહી લખ્યું છે, ‘તેમણે દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. તેમને સમાજમાં મહત્ત્વનું યોગદાન આપવા માટે યાદ કરવામાં આવશે.’ પીએમએ આ દુઃખદ અવસર પર માધવ સિંહ સોલંકીના દીકરા ભરત સોલંકી સાથે વાત કરી છે અને પોતાનું દુઃખ પ્રગટ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત