શિવ ભક્તો માટે ખાસ સમાચાર, મહાશિવરાત્રિના મેળામાં જવાનું પ્લાનિંગ કરતા હોવ તો વાંચી લો પહેલા ‘આ’, નહિં તો…

2020નું આખું વર્ષ તહેવારો કોરોનામાં હોમાઈ ગયા છે. ન તો દિવાળી ઉજવાઈ કે ન તો ગરમે ઘુમાયું. ત્યારે 2021માં લોકોને આશા હતી કે તહેવારો સરખી રીતે થશે, પણ આ તો શરૂઆત જ નબળી થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમી ગતિએ વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં કોરોના વાયરસ વધુ વકરે નહીં તેના માટે સરકારે પગલાં લેવાની શરૂઆત કરી છે અને મહાશિવરાત્રિનો મેળો રદ કરવામાં આવ્યો છે.

image source

હાલમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢના ભવનાથની તળેટીમાં યોજાતા મેળા પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે પણ જૂનાગઢના ભવનાથમાં યોજાતો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે જૂનાગઢના ભવનાથમાં યોજાતો મેળાનું ખાસ મહત્વ હોય છે. મહાશિવરાત્રિએ ભક્તો આ મેળામાં આવતા હોય છે અને ભજન, કિર્તન અને ભક્તિમાં ખોવાઈ જઈને ભાથું બાંધતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લઈને જિલ્લા કલેક્ટરે મેળો નહીં યોજવાનો નિર્ણય લીધો છે અને કોરોના ન ફેલાઈ એ માટે તકેદારીના ભાગ રૂપે આ કરવામાં આવ્યું છે.

image source

મળતી વિગત પ્રમાણે મેળાને લઈને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનાની અધ્યક્ષતામાં મેયર, ગીરનાર મંડળના મહારાજ સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં તા.7 માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, સાધુ-સંતો દ્વારા મેળાની ધાર્મિક પરંપરા જાળવાશે એવી માહિતી પણ મળી રહી છે. જિલ્લા કલેક્ટરએ શિવરાત્રી મેળાની પરંપરા જળવાય તે મુજબ ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ સાધુ સંતો દ્વારા મહાશિરાત્રીના રાત્રે રવેડી પણ નિકળશે અને શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જાળવવામાં આવશે. બસ આમ જનતાને પ્રવેશ આપવામાં આવશે નહીં જેથી ભીડ ન થાય.

image source

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ મેળો હોય ત્યારે શિવરાત્રી મેળાની સુરક્ષા ગોઠવવામાં આવે છે અને અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવે છે. આ ત્રણ ટીમોમા એક જૂનાગઢની સ્થાનિક તથા એક પોરબંદરની અને એક રાજકોટ ખાતેની બીડીડી એસ ટીમ દ્વારા શિવરાત્રીના મેળામાં સતત રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરી, સામાન તથા રૂટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. જ્યારે એક ટીમ દ્વારા શહેર વિસ્તારમાં એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોટલ, ધાબા, જાહેર જગ્યાઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. કારણ કે આ મેળામાં લોકો મોટી સંખ્યામાં હાજરી આપતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!