તમારે પણ હજુ રસી લેવાની બાખી છે? તો જલદી વાંચી લો આ લેટેસ્ટ માહિતી અને લઇ લો ફટાફટ રસી

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કોર કમિટીમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવાનો નિર્ણય લઈ ગુરુવારે જાહેર કર્યું છે કે શુક્રવારથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં 18થી 44 વયજૂથના સવા બે લાખ યુવાઓને રોજ કોરોનાની રસી આપવામાં આવશે, જ્યારે 45થી વધુ
વયના 75 હજાર લોકોને રસી અપાશે, આમ દરરોજ 3 લાખ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના 18થી 44 વયજૂથને મફત રસી આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે. જેમાં અત્યાર સુધી 10 શહેરોમાં રસી અપાતી હતી. પરંતુ વેક્સિનેશન ઝડપી બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારે 3 કરોડ ડોઝ વેક્સિન ખરીદવાનો ઓર્ડર આપેલો છે. તેથી ચોથી
જૂનના શુક્રવારથી જ માત્ર 10 શહેરો નહીં, પણ રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

image source

તાલુકા જિલ્લા સ્તરે મળીને રાજ્યમાં કુલ 1200 વેક્સિનેશન સેન્ટર ઉભાં કરાયા છે. રસી લેવા માટે યુવાઓએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને રજિસ્ટર્ડ થયેલાઓને રસી આપવા માટે SMSથી જાણ કરાશે. આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં પણ રસી ચાલુ રહેશે.

17 લાખની વસ્તીની સામે માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન

image source

સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની વસ્તી આશરે 17 લાખની છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2021થી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેને આજે પાંચ મહિના પુરા થતા પહેલો અને બીજા ડોઝ મળીને માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગે ગ્રામ્ય સ્તરે ઘરે ઘરે જઈને લોકોને વેક્સિનેશનના ફાયદા
સમજાવ્યા એટલું જ નહીં ઘરની નજીકમાં રસીકરણ આપવાનું શરુ કરાયું છતાં કોઈ ખાસ ફેર પડ્યો નથી.

જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર નથી

image source

​​​​​​​વેક્સિનના બે ડોઝ પૈકી પ્રથમ ડોઝ 2,28,741 વ્યકિતને અપાયો છે અને બીજો ડોઝ 77,696 વ્યકિતને અપાયો છે. રસીનો પુરતો જથ્થો હોવા છતાં રસીકરણ ધીમું થઈ રહ્યું છે. ખુદ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વિસ્તાર જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર થતા ન હોવાનું સામે આવી રહ્યું છે.

CMએ ત્રીજા વેવની શક્યતા મુદ્દે સમીક્ષા કરી

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સ મારફતે પાંચ મહાનગરોના કમિશનરો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના ત્રીજા વેવની શક્યતા સામે સજ્જતા અંગે સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સહેજપણ નિશ્ચિત રહેવાનું નથી, સાવધાન અને સજાગ રહેવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!