શનિ જ્યંતિ અને વડ સાવિત્રિના કારણે જૂન મહિનો રહેશે ખાસ, નોંધી લો તમે પણ આ મહિનાના વ્રત-તહેવાર

આજ થી જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે. હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે આ વર્ષે જૂન મહિનો ખૂબ જ ખાસ છે. પરણિતાઓનો ખાસ તહેવાર વટ સાવિત્રી અને શનિ જંયતી પણ આ મહિને આવશે. આ વખતે શનિ જયંતી ની સાથે સુર્ય ગ્રહણ પણ હોવાથી આ આખો મહિનો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખુબ મહત્વનો રહેશે. જૂન મા અનેક તહેવાર અને વ્રત આવી રહ્યા છે. આ મહિને વિધિવત પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવા થી ઘણો ફાયદો થાય છે.

જૂન માસના વ્રત-તહેવાર :

બે જૂન : કાલાષ્ટમી

image source

હિન્દૂ પંચાંગ પ્રમાણે, પ્રતિ મહિ ને કૃષ્ણ પક્ષ ની આષ્ઠમી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે.

છ જૂન : અપરા એકાદશી

હિન્દૂ પંચાંગ પ્રમાણે, જેઠ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશી મનાવવામાં આવે છે. અપરા એકાદશીને અચલા એકાદશીના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા થી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી પરણિતા મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

સાત જૂન : સોમ પ્રદોષ વ્રત

image source

પ્રત્યેક મહિના ની ત્રયોદશી તિથિએ વર્ત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી આપણા જીવનમાં આવેલા તમામ કષ્ટ દૂર થાય છે, અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

આઠ જૂન : માસિક શિવરાત્રિ

હિન્દૂ પંચાંગ પ્રમાણે, દરેક માસમાં કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિ મનાવવામાં આવે છે.

દસ જૂન : સૂર્યગ્રહણ વટ સાવિત્રી વ્રત, શનિ જયંતી

વર્ષ ૨૦૨૧નું પહેલું સૂર્યગ્રહણ આ દિવસે થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પણ રાખવામાં આવશે. આ વ્રત પરણિત મહિલાઓ પોતાની પતિ ની લાંબી ઉમર માટે કરે છે. આ દિવસે શનિ જયંતી પણ છે. આ દિવસે શનિદેવ ની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ચૌદ જૂન : વિનાયક ચતુર્થી

image source

હિન્દૂ પંચાંગ પ્રમાણે, દરેક મહિના ના શુક્લ પક્ષ ની ચતુર્થી વિનાયક ચતુર્થી ના નામથી ઓળખાય છે.

ઓગણીસ જૂન : મહેશ નવમી

જેઠ મહિના ની શુક્લ પક્ષ ની નવમી તિથિએ મહેશ નવમી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

વીસ જૂન : ગંગા દશેરા, ગાયત્રી જયંતી

જેઠ મહિનાની દશમી તિથિએ ગંગા દશેરા પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું અને ગરીબોને દાન કરવાનું ખૂબ મહત્વ છે.

એકવીસ જૂન : નિર્જળા એકાદશી

image source

જેઠ મહિના ના શુક્લ પક્ષ ની એકાદશી તિથિએ નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે. નિર્જળા એકાદશી ને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.આ એકાદશીના વ્રતમાં પાણી પીવાનું હોતું નથી તે માટે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.

બાવીસ જૂન : ભૌમ પ્રદોષ

હિન્દૂ પંચાંગ અનુસાર, પ્રત્યેક મહિના ની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવશે.

ચોવીસ જૂન : જેઠ પૂર્ણીમાં

image source

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, જેઠ પૂર્ણિમાં ના દિવસે સ્નાન અને દાન કરવું ખુબ સારુ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *