આ દિગ્ગજ અભિનેતા 2 દિવસથી મુંબઈના ખાર સ્થિત હિન્દૂઝા હોસ્પિટલમાં દાખલ, પરિવારના આ લોકો હોસ્પિટલમાં છે સાથે

દિલીપ કુમાર પછી હવે બોલિવુડના આ એક્ટરને કરાયા મુંબઈની હોસ્પિટલમાં એડમિટ, નિમોનિયાથી છે પીડિત.

બોલિવુડમાંથી એક પછી એક ખરાબ ખબરો સામે આવી રહી છે. આજે સવારે જ્યાં એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું અવસાન થઈ ગયું છે તો જાણીતા ફિલ્મ એકટર નસરૂદિન શાહને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. નસરૂદિન શાહને મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ વાતથી નસરૂદિન શાહના ફેન્સ ખૂબ જ પરેશાન છે અને એક્ટરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

image source

અભિનેતા નસરૂદિન શાહના સ્વાસ્થ્ય અંગે એમની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ રત્ના પાઠકે જાણકારી આપી કે કે નસરૂદિન શાહને નિમોનિયા થઈ ગયો છે. સારવાર દરમિયાન એમના ફેફસામાં નિમોનિયાનો એક પેચ જોવામાં આવ્યો હતો. એટલે વધુ તપાસ માટે એમને થોડા સમય પહેલા જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. રત્ના પાઠકે એ પણ કહ્યું છે કે નસરૂદિન શાહને કોરોના કે બીજી કોઈ બીમારી નથી.

image source

તો નસરૂદિન શાહના સેક્રેટરી જયરાજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે નસરૂદિન શાહને તપાસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડોકટરની એક આખી ટીમ હાલ એમને જોઈ રહી છે. સાથે જ એમને એ પણ જણાવ્યું છે કે કદાચ એક બે દિવસમાં નસરૂદિન શાહને ડોકટરની સલાહ અનુસાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ મળી જશે. ડૉક્ટર્સ નસરૂદિન શાહના સ્વાસ્થ્યને જોતા એમને ઘરે મોકલવાનો કોઈ નિર્ણય લેશે.

image source

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં નસીરુદ્દીન શાહ બીમાર હોવાની અફવા ઉડી હતી. ત્યારબાદ તેમના દીકરા વિવાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તબિયત સારી હોવાનું કહ્યું હતું. વિવાને કહ્યું હતું, ‘બધું બરાબર છે. બાબા ઠીક છે. તેમના સ્વાસ્થ્યને લઈને ફરતી અફવાઓ ખોટી છે. તે એકદમ સ્વસ્થ છે. ઈરફાન ભાઈ અને ચિન્ટુજી માટે પ્રાર્થના કરીને તેમને યાદ કરે છે. તેમના પરિવારની સહાનુભૂતિ. આ આપણા બધા માટે મોટું નુકસાન છે.’

image source

તમને જણાવી દઈએ કે જ્યાં એક બાજુ નિમોનિયાને કારણે બૉલીવુડ એકટર નસરૂદિન શાહ હોસ્પિટલમાં એડમિટ થયા છે તો બીજી બાજુ બોલિવુડના દિગગજ અભિનેતા દિલીપ કુમારને પણ ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દિલીપ સાહેબને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેના કારણે એમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દિલીપ સાહેબને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેના કારણે એમને હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં એ લગભગ ચાર પાંચ દિવસ સુધી રહ્યા હતા. તો ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ થવા પર દિલીપ સાહેબના ફેન્સ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!