ઉત્તરાખંડના ગ્લેશિયર તૂટવાથી આવેલી તબાહીના વીડિયો પ્રકાશની ગતિએ થયા વાયરલ, પણ જો કોઈએ ખોટી માહિતી આપી તો સમજો ગયાં

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી અચાનક આવેલી તબાહી બાદ ઉત્તરાખંડની સાથે સાથે કેન્દ્ર સરકારે પણ સતર્કતાના નિર્દેશ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચમોલીની ઋષિગંગા નદીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ગંગા નદીમાં પાણી વધવાની આશંકાને જોતા સુરક્ષાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ચાવ કામગીરી માટે ઘટના સ્થળે ITBP અને SDRFની ટીમો પહોંચી ગઈ છે. હરિદ્વાર, ઋષિકેષ સહિતના પડોશી રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઘટનાના કારણે દેવપ્રયાગથી હરિદ્વાર સુધી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો રાજ્યમાં તમામ જિલ્લાઓના ડીએમને સ્થિતિનું મોનિટરિગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની ઋષિગંગા ખીણમાં રવિવારના ગ્લેશિયર તૂટવાથી અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક આવેલા ભયંકર પૂર બાદ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે, નદીના પ્રવાહમાં ઘટાડો થયો છે જે રાહતની વાત છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામા આવે તો નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉપર જળગ્રહણ ક્ષેત્રમાં તૂટેલા ગ્લેશિયરથી આવેલા પૂરના કારણે ધૌલગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે, જેનાથી ઋષિગંગા અને ધૌલી ગંગાના સંગમ પર સ્થિતિ રૈણી ગામની નજીક આવેલી એક ખાનગી કંપનીના ઋષિગંગા વીજળી પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ ગ્લેશિયર ફાટવાના કારણે મચેલી તબાહીના વીડિયો વાયરલ થયા હતા. પાણીના પ્રવાહનો અંદાજ લગાવી શકાય છે કે વચ્ચે આવતા પુલ, રસ્તા અને મકાનો તેનાથી બચી શક્ય નથી.

માટે જ તેમની ભયાનકતાને ગંભીરતાથી લેવાની વાતો કરવામાં આવી રહી છે અને સાથે જ ચમોલી પોલીસે લોકોને અપીલ કરી છે કે હોનારતના કારણે લોકોના જાન-માલ નુકશાન અંગે અફવા, ભ્રામક વીડિયો અથવા સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ ન કરો. પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. જો આવું કરતાં કોઈ ઝડપાશે તો એવા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

તો વળી બીજી પણ એક વાત ચર્ચામાં છે કે ચમોલીના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરનું દ્રશ્ય કંઇક એવું જ જોવા મળી રહ્યું છે જેવું જૂન 2013માં કેદારનાથ હોનારત દરમિયાન જોવા મળ્યું હતુ કેદારનાથ ધામમાં વર્ષ 2013માં 13થી 17 જૂનની વચ્ચે ભારે વરસાદ બાદ અહીં ચૌરાબાડી ગ્લેશિયર પીગળ્યું હતુ. આ ગ્લેશિયરના કારણે અહીં મંદાકિની નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતુ અને પર્વતીય વિસ્તારોથી પસાર થતુ પાણી કેદારનાથ ધામ સુધી પહોંચી ગયું હતુ. ત્યારે હવે ફરી એકવાર કુદરતે 2021ની શરૂઆતમાં જ વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવે નવી નવી આગાહીઓ અને ધારણાઓ કરવામાં આવી રહી છે કે આખરે 2020 તો આમ જ ગયું છે પણ 2021 આવું ન જાય તો સારું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત