ખેડૂત આંદોલનને લઈ સચિનને ટ્વિટ કરવી ભારે પડી, જાણો શું છે સમગ્ર મામલો

સચિન તેંડૂલકરે ખેડૂત આંદોલનને લઈને કરેલા ટ્વિટ બાદ હડંકપ મચ્યો છે. કોમ તેમના સમર્થનમાં તો કોઈ તેમના વિરોધનાં નિવેદનો આપી રહ્યા છે.સોશિયલ મીડિયામાં સચિન સમર્થકોએ અભિયાન છેડ્યું છે અને ટ્વિટર પર #IstandwithSachin ટ્રેન્ડ કરી રહ્યું છે. સચિન તેંડુલકરના નામ પર બનાવવામાં આવેલ એક ક્લબ અને તેના લાખો ચાહકો આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. તે સતત ટ્વિટર પર #IstandwithSachin ને ટ્વીટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સચિને પોપ સ્ટાર રિહનાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું કે દેશએ એક થવું જોઈએ. ત્યારબાદથી લોકો તેની વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ પછી સચિનની ફેન ક્લબે તેમના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. પોસ્ટમાં ટાઇમ્સ મેગેઝિનનો કોટ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે આપણી પાસે ઘણા ચેમ્પિયન અને લિજેન્ડ છે, પરંતુ સચિન તેંડુલકર જેવો કોઈ બીજો હતો અને આપણે જોઈએ.

રાજ ઠાકરે આપી પ્રતિક્રિયા

તો બીજી તરફ આ વિવાદ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ પણ આ મુદ્દા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સરકારે ભારત રત્નથી સન્માનિત થયેલી આવી હસ્તિઓ પાસેથી સમર્થન મેળવીને તેમની પ્રતિષ્ઠાને દાવ પર ન લગાવવી જોઈએ. તમણે વધુમાં કહ્યું કે, તેમના માટે અક્ષય કુમાર જેવી હસ્તિ તેમના આવા કામ માટે ઈનફ છે. સરકારે આવા કામ માટે અક્ષય કુમાર જેવા વ્યક્તિનો સહારો લેવો જોઈએ.

સામાન્ય જીવનમાં તે ઘણા સિમ્પલ લોકો છે

image source

રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ક્રિકેટ સ્ટાર સચિન અને ગાયક કલાકાર લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. સરકારે આ અભિયાનમાં લતા મંગેશકર અને સચિન તેંડુલકરને ઘસેડવાના નહોતા. આ બન્ને પોત પોતાના ક્ષેત્રમાં સાચા દિગ્ગજ છે, પણ સામાન્ય જીવનમાં તે ઘણા સિમ્પલ લોકો છે. તેમને એક જ હેશટેગ સાથે ટ્વિટ કરવા માટે નહોતું કહેવાનું. તેમણે ટ્વિટ કર્યું કે, સરકારે તેમને ટ્વિટ કરવા માટે કહ્યું, અને હવે તે ટ્રોલ થઈ રહ્યાં છે.

સચિનને બોલવામાં સાવધાની રાખવાનીની સલાહ આપી

image source

વાત વધુ આગળ વધતા NCPના અધ્યક્ષ શરદ પવારે પણ સચિનને આડે હાથ લીધો હતો અને કહ્યુ કે, પોતાના વિસ્તારને છોડીને કોઇ અલગ વિષય પર બોલવામાં સાવધાની વર્તવાની સલાહ આપી. શરદ પવારે કહ્યું કે, તનતોડ મહેનત કરીને આ દેશને જે અનાજ આપીને આત્મનિર્ભર કરનારા ખેડૂતોનું આ આંદોલન છે. ખેડૂતોને બદનામ કરવા એ સારી વાત નથી. તો બીજી તરફ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે લખેલો પત્ર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, હાં, મે પત્ર લખ્યો હતો. તે પત્રમાં 2-3 વાતો પણ સ્પષ્ટ લખેલી છે કે કૃષિ કાયદાને લઇને કાયદામાં સુધાર લાવવો જરૂરી છે. જેના માટે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓની સાથે મીટિંગ કરી હતી અને કેટલાક કૃષિ મંત્રીઓની સમિતિ પણ બનાવી હતી.

શું કહ્યું હતું લતા મંગેસકરે

તો બીજી તરફ સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરે ટ્વિટ કરતા લખ્યું કે, ભારત મહાન દેશ છે અને અમે સૌ ભારતીયોને તેનું ગૌરવ છે. મને પુરો વિશ્વાસ છે કે જે મુદ્દા અથવા સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યાં છીએ, અમે એ લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેમનું સમાધાન કરવા માટે પુરી રીતે સક્ષમ છીએ.

શું કહ્યું હતું સચિને ટ્વિટમાં

પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગના ટ્વિટ બાદ ક્રિકેટર સચિને ટ્વિટ કર્યું હતું કે, આપણો દેશ તેની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સક્ષમ છે અને બહારના લોકોને દેશના આંતરિક મામલામાં રસ દાખવવો જોઈએ નહીં. તેમણે લખ્યું કે, ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા ન કરી શકાય. વિદેશી દળો પ્રેક્ષક હોઈ શકે છે, પણ સહભાગી નહીં. ભારતને ભારતીયો જ ઓળખે છે અને તેઓ જ નિર્ણય કરશે. એક દેશ તરીકે એકજૂથ થવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત