હોળીના પાંચ દિવસ પછી ઉજવવામાં આવે છે રંગપંચમીનો તહેવાર, જાણી લો મહત્વ અને તિથિ વિશે…

દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. એના પાંચ દિવસ પછી ફાગણ વડ પાંચમના દિવસે અબીલ ગુલાલથી હોળી રમવામાં આવે છે, જેને રંગપંચમી કહેવામાં આવે છે. આ વખતે હોળી ધુળેટી 28 અને 29 માર્ચના રોજ ઉજવવામાં આવી હતી.એના પાંચ દિવસ પછી રંગ પંચમીનો તહેવાર 2 એપ્રિલ 2021ને શુક્રવારના રોજ મનાવવામાં આવશે.આ દિવસ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે મનાવવામાં આવે છે રંગ પંચમીનો તહેવાર અને શું છે એનું મહત્વ.

રંગ પંચમીના તહેવારનું મહત્વ.

image source

રણ પંચમીના દિવસે ચારેબાજુ સંપૂર્ણ વાતાવરણમાં અબીલ, ગુલાલ ઉડતા દેખાઈ છે. માનવામાં આવે છે કે આ દિવસે વાતાવરણમાં ઉડતા ગુલાલથી વ્યક્તિમાં સાત્વિક ગુણોની અભિવૃદ્ધિ થાય છે અને એના તામસિક અને રાજસિક ગુણોનો નાશ થાય છે. એનાથી આખા વાતાવરણમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. રંગ પંચમીનો તહેવાર જુના જમાનાથી મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ તહેવારને અનિષ્ટકારી શક્તિઓથી વિજય મેળવવાના દિવસ કહેવામાં આવે છે. આ તહેવારનું સામાજિક મહત્વ પણ છે. આ તહેવાર એકબીજા પરના પ્રેમ અને સંપને દર્શાવે છે.

કેવી રીતે મનાવવામાં આવે છે રંગ પંચમી.

image source

હોળીનો તહેવાર ફાગણ સુદ પુનમથી લઈને ફાગણ વદ પાંચમ સુધી ઉજવવામાં આવે છે. પાંચમની તિથિ હોવાના કારણે એને રંગ પંચમી કહેવામાં આવે છે. આ દિવસે લોકો રાધા કૃષ્ણને અબીલ ગુલાલ અર્પિત કરે છે. ઘણા રાજ્યોમાં રંગ પંચમીના દિવસે સરઘસ કાઢવામાં આવે છે. જેમાં લોકો અબીલ ગુલાલ ઉડાડે છે.

મહારાષ્ટ્રની રંગ પંચમી.

image source

મહારાષ્ટ્રમાં આ તહેવારની સૌથી વધુ ધૂમ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં એવી માન્યતા છે કે હોળી-ધુળેટીના દિવસોમાં ધૂલિ (ભસ્મ)ની વંદના કરાય છે, શરીર પર ભસ્મ લગાવાય છે, પરંતુ રંગે રમવાનો તહેવાર તો રંગપંચમી છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓની રંગ-લીલા પણ આ જ દિવસે થઇ હતી, એવી મહારાષ્ટ્રીયનોમાં પરંપરાથી માન્યતા છે. એવું પણ મનાય છે કે રંગ શીતળતા પ્રદાન કરે છે. રંગ તો શીતળતા અને શાંતિનું પ્રતીક છે. રંગ ઔષધની પણ ગરજ સારે છે એવું મનાય છે. અહીંયા લોકો એકબીજા પર ગુલાલ ઉડાડે છે.

image source

આ દિવસે ઘરમાં જાત જાતના પકવાન બનાવવામાં આવે છે અને મિત્રો તેમજ સગા સંબંધીઓને ઘરે આમંત્રિત કરવામાં આવે છે. લોકો નૃત્ય, સંગીતનો આનંદ લઈને રંગ પંચમીના આ તહેવારની ઉજવણી કરે છે. એ સાથે જ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓન રંગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રંગ પંચમીના દિવસે ગુલાલ ઉડાડતા ઉડાડતા શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેને ગેર કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!