વેક્સિન લીધા બાદ સામે આવ્યો ગુજરાતનો પહેલો મેગ્નેટ મેન, શરીર પર મોબાઇલ-ચમચી-સિક્કા ચોંટતા જોઈ હાહાકાર મચી ગયો

સામાન્ય રીતે માનવીના ચહેરાઓ એક બીજાથી થોડાં અલગ દેખાતાં હોય છે પરંતુ તેમની શરીર રચના સામાન્ય રીતે સરખી હોય છે. અમુક લોકો અપવાદ પણ જોવા મળે છે જેમની આંગળીઓ ક્યારેક વધારે હોય તો વળી કોઈમાં કિસ્સામાં બે વ્યક્તિના શરીર એકબીજા સાથે જોડાયેલ જોવા મળે છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સભળીને તમને થોડુક વિચિત્ર લાગશે. આ અજીબ કિસ્સો ગુજરાતથી સામે આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ મેગ્નેટ મેનની સામે આવ્યો છે અને હાલ તેની તસવીરો વાયરલ થતાં મેડિકલ જગતમાં હલચલ મચી ગઇ છે.

image source

આ વ્યક્તિ અંગે વાત કરીએ તો તે પાલનપુરનો રહેવાસી છે. સામાન્ય સ્થિતિ બાદ અચાનક તેના શરીરમાં આ ફેરફાર થયો હોવાની વાત સામે આવી છે. આ ભાઇની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, , સિક્કા, ચાવી ચોંટવા જેવી ચીજો ચોટવા લાગી હતી. અચાનક આવું થવાનાં કારણે પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ પછી પરિવારે તરત જ આ અંગે તપાસ કરાવવા માટે પાલનપુર સિવિલમાં દોડી ગયા હતા. ત્યાં તેનું ચેકઅપ કરાવામા આવ્યું જેને જોઈને ડોકટરોના પણ હોશ ઉડી ગયા હતા.

image source

ડૉકટરોએ વધારે તપાસ હાથ ધરતા 50થી 60 ગ્રામનો મોબાઇલ છાતી મૂક્યો અને તે માણસનાં શરીરને મોબાઈલ સ્પર્શ કરાવતા જ તે ચોંટી ગયો હતો. આ જોઇ હાજર તમામ મેડિકલ સ્ટાફ અચંબામાં પડી ગયો હતો. જાણવા મળ્યું છે કે આ ભાઇએ બે મહિના પહેલાં વેક્સિનનો ડોઝ લીધો હતો અને ત્યારબાદ શનિવાર સવારથી જ તેમના શરીરમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. તે મેગનેટ મેને કહ્યું કે તેના શરીર પર સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થાય છે.

image source

આ કોઈ પહેલી ઘટનાં નથી કે જ્યાં માણસના શરીરમાં આવી રીતે વસ્તુઓ ચોટતી જોવા મળે. આ અગાઉ નાસિકમાં પણ આવું જોવા મળ્યું હતું જેની તસવીરો વાયરલ થઇ હતી.

image source

તે કિસ્સા વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેમના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું હોય તેવો અહેસાસ થયો છે. તે વ્યક્તિનાં શરીર પર પણ ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ, સિક્કા જેવી ચીજો સરળતાથી ચોંટી જતી હોય છે. જાણે એવું લાગે કે તે માણસની સપાટી ચુંબક હોય. આવા કિસ્સાઓ સામે આવતા લોકો તેમને ‘મેગ્નેટ મેન’ તરીકે ઓળખાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : સંદેશ )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!