દાંતની તકલીફોથી કંટાળી ગયા છો? તો અજમાવી જુઓ આ કારગર દેશી ઉપાય, થઇ જશે તરત જ રાહત

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય આધુનિક અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે અને તેના કારણે તમે સ્વાસ્થ્યની યોગ્ય સાર-સંભાળ રાખી શકતા નથી અને પરિણામે તમારુ સ્વાસ્થ્ય કથળી શકે છે. આજે આ લેખમા અમે તમને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓ અને તેના નિવારણ માટેના નુસ્ખાઓ વિશે માહિતી મેળવીશુ.

image source

તમને ઘણા લોકોને ફરિયાદ કરતા જોયા હશે કે, મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા છતા પણ આપણા દાંતમા સફેદી અને ચમક જોવા નથી મળી રહી. આવી સ્થિતિમા દાંતની સાર-સંભાળ માટે સરળ ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી બની શકે છે. દાંતની સાફ-સફાઈ કરવા અથવા તેની ચમક વધારવા માટે અથવા દુર્ગંધ દૂર કરવા માટે અનેકવિધ ઉપાયો છે, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.

જો તમે તમારા દાંતને ચમકદાર બનાવવા ઈચ્છતા હોવ તો તેના માટે એક શીશીમા એક ચમચી ફૂડ સોડા, એક ચમચી નમક અને ક્રશ કરેલા સુહા ઉમેરો અને ત્યારબાદ તેનાથી તમારા દાંતની યોગ્ય રીતે સાફ-સફાઈ કરો. જો તમે લીંબુના રસને થોડા બેકિંગ સોડામા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી અને બ્રશની મદદથી તેને દાંતમા ખુબ જ સારી રીતે લગાવો. ત્યારબાદ દાંતને ટિશ્યુ પેપરથી ઘસડીને સાફ કરી લો.

image source

વહેલી સવારે સરસવના ઓઈલમા નમક ઉમેરીને તેનાથી દાંતમાથી લોહી નીકળવુ, પેઢા અને દાંતના દુ:ખાવામા રાહત મળે છે. આ ઉપાય અજમાવવાથી તમારા દાંત ચમકદાર અને મજબૂત હોય છે. આ ઉપરાંત સવારે દાંત સાફ કરતા પહેલા મોઢામાં એક ચમચી કોકોનટ ઓઈલ મૂકી ત્યારબાદ તેને દાંતની આસપાસ ફેરવો અને આ ઓઈલને દાંત પર ૧૫ મિનિટ સુધી રહેવા દો.

image source

ત્યારબાદ ગરમ પાણીથી સારી રીતે કોગળા કરો. આ રીતે અઠવાડિયામા બે થી ત્રણ વખત આ ઉપાય અજમાવવાથી તમારા દાંત સ્વચ્છ અને સફેદ થઈ જશે. આ સિવાય સવારે બ્રશ કર્યા પછી સફરજનના વિનેગરમા એકસમાન માત્રામા પાણી ઉમેરો અને તેનુ સેવન કરો જેથી, મિનિટોમા દાંતની દુર્ગંધને કોગળા કરો.

image source

અઠવાડિયામા બે થી વધુ વખત વિનેગરનો ઉપયોગ ના કરો. આ સિવાય જો તમે ચાના પાનને સૂકા નારંગીની છાલ સાથે બારીક પીસી લો અને ત્યારબાદ આંગળીની મદદથી આ પાવડરને દાંત પર લગાવો અને દાંતની સાફ-સફાઈ કરો. આ ઘરગથ્થુ ઉપચાર દાંત માટે ખૂબ જ ઉપયોગી છે.

image source

આ સિવાય જો તમે એક ચમચી હળદર પાવડર અને એક ચમચી કોકોનટ ઓઈલને બે-ત્રણ તાંતણા પેપરમિન્ટ ઓઈલ સાથે મિક્સ કરો. હવે તે મિશ્રણનો સામાન્ય ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરો. આ ઘરેલુ ઉપાય તમારા દાંતની સંભાળ સાથે સફેદી પણ પાછી લાવે છે. આ સિવાય જો તમે તાજા એલોવેરા જ્યુસ અથવા જેલને દાંત પર ઘસો તો પણ તમે દાંત સાથે સંકળાયેલ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત