ગોધરામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, મરેલા માણસને આપ્યો રસીનો પહેલો ડોઝ, લોકોએ કહ્યું-જાદુ થયો

હાલમાં ગુજરાતમાં કોરોનાની રસી આપવાનું અભિયાન પુરપાટે ચાલી રહ્યું છે. રોજના લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે અને લોકોનો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. તો વળી જેને રસી જોઈતી છે એમને હજુ મળી પણ નથી અને ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલમાં માહોલ એવો છે કે કોરોનાને નાથવા કોરોનાની રસી જ કારગત છે, ત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન કેમ્પો કરીને રસીકરણ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિની વિસમતા જુઓ કે એક બાજુ કોરોનાની રસીનો પૂરતો જથ્થો નથી આવતો એવા સમયમાં પંચમહાલમાં જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે મૃતકનું રસીકરણ થયુંવ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

image source

તમે જ્યારે પહેલીવાર એવું સાભળ્યું હશે કે કોઈ મૃતકનું રસીકરણ કેવી રીતે થઈ શકે તો મિત્રો અમે જણાવીએ કે કેવી બેદરકારી દાખવવામાં આવી રહી છેય મળતી વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારની જાણ બહાર રસીકરણ કરવાનો કિસ્સો બહાર આવતાં જ હાહાકાર મચી ગયો છે અને હાલમાં આ કેસને લઈ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. ગોધરાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા જાફરાબાદમાં રહેતા 45 વર્ષથી ઉપરના પરિવારનું રસીકરણ ન થયું હોવા છતાં આ અંગે પરિવારના સભ્યના મોબાઇલ પર મેસેજ આવ્યો.

image source

જ્યારે પરિવારને આ મેસેજ મળ્યો ત્યારે તેઓ અચંબામાં મુકાઇ ગયા હતા. ખોટા રસીકરણમાં માર્ચ 2020માં મૃત્યુ પામેલા ભીલ કાલિદાસભાઇને 26મે 2021ના રોજ રસીકરણ કરી દીઘું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તો આખો પરિવાર વિચારમાં પડી ગયો કે આ કઈ રીતે શક્ય છે. પીએચસી સેન્ટર દ્વારા મતદારયાદીના વોટર આઇર્ડીના આધારે બોગસ રસીકરણ કરતાં પરિવારના સભ્યના મોબાઇલ પર વેક્સિનેશન કર્યાનો મેસેજ સાથે રસીકરણનું સર્ટિફિકેટ આવતાં રસીકરણ અભિયાન પર હાલમાં સવાલો ઊઠી રહ્યા છે. જો કે આ પહેલાં પણ આવા બોગસ રસીકરણના કેટલાય દાખલા સામે આવ્યા હતા અને હવે એક કેસ વધારે સામે આવ્યો છે.

image source

બન્યું એવું કે મૃતકની પત્નીએ રસી મુકાવી ન હોવા છતાં રસી મુકાઇ ગઇ હોવાના મેસેજ સાથે સર્ટિ. આવ્યું. જ્યારે આ મેસેજ અને સર્ટિ. જોયું ત્યારે એક બાજુ લોકો રસી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મૃતકને રસીકરણ કરી દીઘું હોવાની વાતને લઈ તંત્ર પર ઘોર બેદરકારીની વાતો કરવામાં આવી રહી છે. આ સમ્રગ વેક્સિનેશન કૌભાંડની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તપાસના હુકમ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. આ કેસ અંગે એ.બી.રાઠોડ,પંચમહાલ ડીડીઓનું એવું કહેવું છે કે સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારના સભ્યોના નામની ખોટી રસી મુકાવી હોવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ કરવાનો હુકમ કર્યો છે.

image source

તો વળી આ કૌભાંડનો ભોગ બનેલા અને મૃતકની પત્ની ભીલ સંતુબેન કાલિદાસ એવી વાત કરી રહ્યાં છે કે મારા પતિનું મૃત્યુ 30 માર્ચ 2020ના રોજ થયું હતું. પરંતુ 26 મે 2021ના રોજ મારા દિયરના મોબાઇલ પર મારા મૃતક પતિ, મારી અને મારા દિયરે કોરોનાની રસી મુકાવી હોય એવો મેસજ આવ્યો અને સાથે જ સર્ટિ પણ આવ્યું હતું. આ બધું જોઈને મારો પરિવાર અને હું અમે તો ચોંકી ગયા, કારણ કે અમે તો કોરોનાની રસી મુકાવી નથી, જ્યારે મારા દિયરે 30 એપ્રિલે રસી મુકાવી દીઘી હોવા છતાં ફરીથી 26 મેના રોજ પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. અમારા વોટર આઇર્ડીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ અમનને શંકા છે. જેથી હું ઈચ્છીશ કે આ અંગે કડક તપાસ થાય અને લોકોને સજા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!