તાઉ-તે વાવાઝોડું: અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, આ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

તોકતે નામનું વાવાઝોડું પૂરપાટ ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાત થી 500 કિલોમીટર દુર છે તેવામાં રાજ્યના અનેક શહેરો માં તેની અસર વર્તાવા લાગી છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં એન ડી આર એફ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સાથે જ કોસ્ટ ગાર્ડ પણ સતત કાર્યવાહી કરી રહ્યું છે.

image source

દરિયા કિનારાના વિસ્તારોમાંથી અનેક લોકોનું સ્થનાતાર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 17 અને 18 મે એ વધારે સક્રિય થશે. જોકે આ વાવાઝોડું માત્ર દરિયા કિનારના વિસ્તાર ને જ નહિ પરંતુ અન્ય શહેરો ને પણ અસર કરવા લાગ્યું છે.

image source

આજે સાંજે જ રાજ્ય ના વડોદરા, સુરત અને અમદાવાદ માં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય માં 20 મે સુધી વરસાદ થઈ શકે છે. સુરત, વડોદરા અને અમદાવાદ માં ભારે બફારા બાદ વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક તો પ્રસરી હતી પણ ભારે પવન ફૂંકાતા લોકોમાં ચિંતા વ્યાપી હતી. સંભવિત વાવાઝોડા ની આગાહી વચ્ચે ટીમો ને રાજ્યભરમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

image source

તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સુસજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂપાણીએ કહ્યું કે, સરકારનો સંકલ્પ છે ‘ઝીરો કેઝ્યુઅલટી.’ વાવાઝોડાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. એ દિશામાં પૂરતા આગોતરા પગલાં લેવાઇ રહ્યાં છે. ગુજરાતના દરિયા કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાઈ રહ્યું છે.

image source

આજે રાત સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂરી થઈ જાય તે પ્રકારે તમામ જીલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. દરિયામાં ગયેલા માછીમારો સલામત રીતે પાછા ફરે એ કામને અગ્રતા આપવામાં આવી છે, આ માટે કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવી છે. એટલું જ નહીં કચ્છ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા અગરિયાઓનુ પણ સલામત સ્થળે સ્થળાંતરણ થઈ જાય એ માટેનાં પગલાં લેવાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!