આટલા મહિના સુધી કરિના અને કરણ જોહર બોલ્યા નહોતા એકબીજા સાથે, અને થયો હતો મોટો ઝઘડો

કરણ જોહરે કર્યો ખુલાસો, પૈસાના કારણે કરીના કપૂર અને કરણ જોહર વચ્ચે થયો હતો ઝઘડો!

ફિલ્મ મેકર અને ડિરેક્ટર કરન જોહર તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જ્યાં તેણે ઘણા સવાલોના મુક્તમને જવાબ આપ્યા હતા. ફિલ્મમેકર કરણ જોહરે પોતાની આત્મકથામાં કરીના કપૂર સાથે થયેલા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો છે.

image source

પૈસાને લઈને આ બંને વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને દિગ્દર્શક કરણ જોહર આજે સારાં મિત્રો છે, પરંતુ બંને થોડા વર્ષો પહેલાં એકબીજા સાથે વાત પણ નહોતા કરતા, કરણ જોહરે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે 9 મહિના સુધી કરીના કપૂર સાથે વાત કરી નહોતી.

image source

કરણ જોહરે પોતાની આત્મકથા The Unsuitable Boyમાં આ ઘટના વિશે વાત કરતાં લખ્યું છે કે, ‘મારી કરીના સાથે પહેલી પરેશાની એ હતી કે તેણે ફિલ્મ માટે બહુ વધારે ફીસ માંગી હતી અને એ સમય મુશ્કેલ હતો. મુઝસે દોસ્તી કરોગે ફિલ્મ બસ રિલીઝ જ થઈ હતી. આદિત્ય ચોપડાના આસિસ્ટન્ટે આ એક સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બનાવી હતી.

image source

કરણે જણાવ્યું કે કરીના કપૂરે એ સમયે શાહરૂખ ખાન જેટલા પૈસા માંગી લીધા હતા. કરણે લખ્યું છે કે, મુઝસે શાદી કરોગેના વીકેન્ડ પર જ અમે કરીનાને ફિલ્મ કલ હો ના હો ઓફર કરી હતી અને તેણે શાહરૂખ જેટલા પૈસા માંગી લીધા તો મૈં તેને સોરી કહી દીધું. મને દુઃખ થયું. મૈં કરીનાને ફોન કર્યો તો તેણે મારો ફોન પણ રિસીવ ન કર્યો, પછી મૈં નક્કી કરી લીધું કે હું તેને મારી ફિલ્મમાં નહીં લઉં. પછી અમે એક વર્ષ સુધી એકબીજા સાથે વાત ન કરી અને પછી તેણે કરીનાની જગ્યાએ પ્રીતિ ઝિંટાને સાઈન કરી લીધી હતી.

image source

કરણે આગળ લખ્યું કે- અમે કલ હો ના હોની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. મારા પિતા યશ જોહર ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવવા લાગ્યા. ત્યારે કરીનાએ તેને ફોન કર્યો. કરણે જણાવ્યું કે એ ઓગસ્ટનો મહિનો હતો. અમે નવ મહિના સુધી વાત નહોતી કરી. કરીનાએ ફોન કર્યો અને કહ્યું, મૈં યશ અંકલ વિશે સાંભળ્યું. તે ફોન પર ભાવુક થઈ ગઈ હતી. પછી તેણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું, મને માફ કરી દે કે આટલો સમય સુધી આપણે સંપર્કમાં ન રહ્યાં.

એક સમયે ટ્વિંકલ ખન્નાના પ્રેમમાં પાગલ હતો કરન

image source

– ઓગસ્ટ 2015માં ટ્વિંકલ ખન્નાના પ્રથમ પુસ્તક ‘મિસેજ ફનીબોન્સ’ના લોન્ચિંગ સમયે કરને જણાવ્યું હતું કે, ટ્વિંકલ એવી યુવતી હતી જેના પ્રેમમાં તે પાગલ હતો. બંને બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા.

– તે સમયે ટ્વિંકલે જણાવ્યું કે, તેની નાની-નાની મૂંછો રહેતી જે કરનને ઘણી ગમતી હતી. ઈવેન્ટમાં કરને ટ્વિંકલને તેનું દિલ તોડવા મામલે દોષી પણ ગણાવી.

– કરને જણાવ્યું હતું કે, ટ્વિંકલે તેની પ્રથમ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાનો ઈન્કાર કરી દિલ તોડ્યું હતું. જે પછી ફિલ્મમાં રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!