પટૌડી ખાનદાનના છોટે નવાબની પહેલી ફોટો ડેડી સાથે થઈ રીવિલ, જુઓ તમે પણ

કરીના કપૂરે 21 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એમના બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીનાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. કરીના કોઉરે 6 મહિના સુધી એમના દીકરાનો ચહેરો નહોતો બતાવ્યો. હાલમાં જ પહેલીવાર ફેન્સે જહાંગીર અલી ખાનનો ચહેરો જોયો છે.

image soucre

સૈફ અલી ખાન અને કરીના કપુર દીકરા જેહ સાથે રણધીર કપૂરના ઘરે ગયા હતા. એ દરમિયાન સૈફ અલી ખાને જેહને ઊંચક્યો હતો. સ્કાઈ બ્લુ રોમ્પરમાં જેહ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. જેહ બિલકુલ એમની મમ્મી કરીના કપૂર જેવો દેખાય છે.

image soucre

કરીના કપૂરે એમના પુસ્તકમાં એ પણ લખ્યું છે કે જેહનો જન્મ સર્જરી પછી થયો હતો. ડોક્ટરોના કહેવા અનુસાર જો તમે પહેલીવાર સી સેક્શનથી બાળકને જન્મ આપો છો તો નોર્મલ ડિલિવરી સાથે બીજા બાળકને જન્મ આપવો મુશ્કેલ છે..મોટાભાગના ડોકટર એની સલાહ નથી આપતા. મેં નોર્મલ ડિલિવરી માટે 40 અઠવાડિયા સુધી રાહ જોઉં હતી. જો કે પછી મેં સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો. હું ઓપરેશન થિયેટરમાં ખૂબ જ અસહજ હતી કારણ કે જેહ તૈમુર જેટલો જ લાંબો હતો અને મારી પીઠ તેમજ ડાયફરામ પર ઘણું દબાણ આવી રહ્યું હતું.

image soucre

કરીના કપૂરે કહ્યું કે ટીમ ટીમ એટલે કે તૈમુર એના ડેડ સૈફ જેવો દેખાય છે જ્યારે જેહ એકદમ મારા જેવો લાગે છે. જ્યારે તૈમુર પેદા થયો ત્યારે એ બિલકુલ નહોતો રડ્યો પણ જેહ રડવા લાગ્યો હતો. મારા બન્ને બાળકો એકબીજાથી બહુ અલગ છે. તૈમુર જ્યારે ફક્ત ત્રણ મહિનાનો હતો ત્યારથી ઝડપી હતો..જેહ ખૂબ જ ગંભીર અને શાંત છે.

image soucre

બ્રેસ્ટ ફિડિંગ વિશે વાત કરતા એક્ટ્રેસે પુસ્તકમાં લખ્યું છે કર તૈમુરનો જન્મ અચાનક સિઝેરિયનથી થયો હતો. 14 દિવસ સુધી માતાનું દૂધ નહોતું આવ્યું. મારા માતા અને નર્સ મારી આસપાસ હતા. એમને મારા સ્તનને દબાવ્યા અને એ વિચારવા લાગી કે માતાનું દૂધ કેમ ન આવ્યું.

image soucre

કરીના કપૂર આગળ લખે છે કે જેહને જન્મ સમયે આવું કઈ નહોતું થયું..જેહને જન્મ પછી દૂધનો ફ્લો સારો હતો. હું માનીશ કે જેહને સ્તનપાન કરાવ્યા પછી મને જાણે એવું લાગ્યું કે મેં કઈ પામી લીધું છે.

image soucre

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં નજર આવશે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે તે સ્ક્રિન શેર કરતી નજર આવશે. આમિર અને કરિનાને છેલ્લે 2012માં આવેલી ફિલ્મ ‘તલાશ: ધ આંસર લાઇઝ વિધિન’માં જોવામાં આવી હતી. આ ઉપરાંત તે કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે