આવો છે Xiaomi નો નવો Mi Mix 4 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત વિશે

Xiaomi એ ચીનમાં તેના Mi મિક્સ સ્માર્ટફોનનું આગામી વર્ઝન લોન્ચ કર્યું છે. Xiaomi ના ફાઉન્ડર લેઇ જૂનએ મંગળવારે એક લોન્ચ ઇવેન્ટ દરમિયાન Mi Pad 5 અને Mi TV OLED લાઈન અપ સાથે Mi Mix 4 નું અનાવરણ કર્યું હતું. કંપનીએ ચીનમાં એક્સક્લુઝીવ લોન્ચ કર્યું હતું. આ પ્રોડકટને ભારત કે અન્ય વૈશ્વિક બજારમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. Mi Mix 4 બીજો ફ્લેગશીપ સ્માર્ટફોન છે જેને Xiaomi એ આ વર્ષે માર્ચ 2021 માં આવેલ Mi 11 અલ્ટ્રા બાદ દેખાડ્યો છે. ચીની ટેક પ્રમુખે એપ્રિલમાં શીર્ષ સ્તરીય વિશેષતાઓ સાથે એક ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કર્યો હતો.

Mi Mix 4 નું સ્પેશિફિકેશન

image soucre

Xiaomi Mi Mix 4 ની સૌથી ખાસ વાત તેનો ફ્રન્ટ છે જેમાં સેલ્ફી કેમેરા માટે પંચ હોલનું કોઈ કટઆઉટ નથી. ફ્રન્ટ શૂટર અસલમાં ડિસ્પ્લેની નીચે રાખવામાં આવ્યું છે. સ્ક્રીન 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની એમોલેડ પેનલ છે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિકસલ છે અને તે HDR10 + ડોલ્બી વિઝન સર્ટિફિકેશન સાથે આવે છે. સ્ક્રીનને પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ વિકટ્સ દ્વારા કવર કરવામાં આવી છે.

Mi Mix 4 નો કેમેરા

image soucre

ડિસ્પ્લે અપ ફ્રન્ટની નીચેનો કેમેરો 20 MP નો શૂટર છે જે 1080 p માં 30 fps પર કે 720 p માં 120 fps અને 960 fps પર વીડિયો શૂટ કરી શકે છે. ફોનમાં પાછળ ટ્રિપલ કેમેરા સેટ અપ છે. પ્રાઇમરી કેમેરો 108 MP નો છે જ્યારે અન્ય બે કેમેરા 8 MP પેરિસ્કોપ ટેલીફોટો અને 14 MP અલ્ટ્રાવાઈડ સેન્સર છે. 8 MP યુનિટ PDAF, OIS અને પાંચ ગણો ઓપ્ટિકલ ઝૂમ થઈ શકે છે.

15 મિનિટમાં જ ફૂલ ચાર્જ થઈ જશે Mi Mix 4

image soucre

આ ફોનના 4 વેરીએન્ટ 128 GB સ્ટોરેજ અને 8 GB રેમ, 256 GB સ્ટોરેજ અને 8 GB રેમ, 256 GB સ્ટોરેજ અને 12 GB રેમ અથવા 512 GB સ્ટોરેજ અને 12 GB રેમમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Mi Mix 4 ની બેટરી 4500 mAh ની છે જે 120 W વાયર્ડ ફાસ્ટ ચાર્જીંગ અને 50 W વાયરલેસ ફાસ્ટ ચાર્જીંગ સાથે આવે છે. Xiaomi ના દાવા મુજબ Mi Mix 4 ને વાયર્ડ ચાર્જીંગ દ્વારા 15 મિનિટમાં અને વાયરલેસ ચાર્જીંગ દ્વારા 28 મિનિટમાં જ ફૂલ ચાર્જ કરી શકાય છે.

Mi Mix 4 ની કિંમત

image soucre

Mi Mix 4 ના 128 GB સ્ટોરેજ અને 8 GB રેમ વેરીએન્ટની કિંમત CNY 4999 રૂપિયા એટલે 57400 ભારતીય રૂપિયાથી વધુ રાખવામાં આવી છે. જ્યારે 256 GB સ્ટોરેજ અને 8 GB રેમ વાળા વેરીએન્ટની કિંમત 5299 એટલે કે અંદાજે 60860 ભારતીય રૂપિયાથી વધુ રાખવામાં આવી છે. 256 GB સ્ટોરેજ અને 12 GB રેમ વાળા ટ્રિમની કિંમત CNY 5799 એટલે કે અંદાજે 66600 ભારતીય રૂપિયા રાખવામાં આવી છે અને 128 GB રેમ વાળા ટોપ એન્ડ વેરીએન્ટની કિંમત 6299 એટલે કે 72300 ભારતીય રૂપિયા આસપાસ રાખવામાં આવી છે.