ચીન અને પાકિસ્તાનને હંફાવતા રાફેલમાં છે આ ખાસ હથિયાર, ભારત સામે નહીં ટકી શકે દુશ્મન

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીન સીમા વિવાદ વધી રહ્યો છે. આ સમયે ભારતના રાફેલ લડાકૂ જેટ વિમાનો ચર્ચામાં રહ્યા છે. આ વિમાન ભારતે ફ્રાન્સથી મંગાવ્યા છે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ આ 5 રાફેલ (Rafale Fighter jet planes) ભારત પહોંચશે અને તેમને લદ્દાખમાં રખાશે.

image source

આધુનિક ક્ષમતાથી સજ્જ આ લડાકૂ વિમાન દુશ્મન દેશ ચીનને ટક્કર આપવા માટે ખાસ માનવામાં આવે છે. આ રાફેલ હેમર મિસાઈલ કિટથી સજ્જ હોવાના કારણે તે વધારે ખતરનાક બન્યું છે અને દુશ્મન દેશને મિનિટોમાં ખતમ કરવાની તાકાત રાખે છે. જાણો રાફેલમાં લગાવાયેલી 6 હેમરની શું છે ખાસિયત અને તે કઈ રીતે કામ કરે છે.

રાફેલની મારક ક્ષમતા વધારશે હેમર

image source

રાફેલ જેટમાં એ દરેક આધુનિક સુવિધાઓ છે જે એક લડાકૂ વિમાનમાં હોવી જોઈએ. હવાથી હવા અને જમીન બંને પર યોગ્ય રીતે પ્રહાર કરી શકે છે, નાના સ્તરના પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા આ હેમર ધરાવે છે. ભારતીય વાયુસેના રાફેલ જેટની ક્ષમતા વધારવા માટે તેને હેમર મિસાઈલથી લેસ કરવાની તૈયારી કરી ચૂકી છે.

જાણો શું છે હેમર કિટ

image source

હેમર એટલે કે હાઈલી એજાઈલ એન્ડ મૈનોવરેબલ મ્યુનિશન એક્ટેંડેડ જે હવાથી જમીન પર પ્રહાર કરનારા રોકેટની મદદથી ચાલતી મિસાઈલ કિટ છે. આ AASM (Armement Air-Sol Modulaire) શ્રેણીની મીડિયમ રેન્જ મિસાઈલ કિટ ફ્રાંસે પોતાના વાયુ અને નૌસેના માટે તૈયાર કરી હતી. તેમાં આઈએનએસ, જીપીએસ, આઈઆઈઆર ગાઈડન્સ કિટને ફિટ કરી શકાય છે. તેમાં સૈફરાન ઈલેક્ટ્રોનિક એન્ડ ડિફેન્સ વિકસિત કરાયેલી લેઝર, જીપીએસ અને આઈએનએસ ગાઈડન્સ સિસ્ટમ પણ લગાવાઈ છે.

આજે પહોંચશે ભારત

image source

વધતા સીમા વિવાદને લઈને ફ્રાન્સે ગઈકાલે 5 રાફેલ વિમાન ભારત માટે રવાના કર્યા છે. તે ફ્રાન્સથી યૂએઈ પહોંચી ચૂક્યા છે અને આવતીકાલે ભારતમાં લદ્દાખ એરબેઝ પહોંચશે. સરકારનું કહેવું છે કે ફ્રાંસ સરકારે કોઈ અન્ય કસ્ટમર માટે પહેલાંથી તૈયાર હેમર મિસાઈલ ભારતને આપવાનો નિર્ણય કર્યો છે.

image source

શું છે હેમરની ખાસિયત

  • તેની મારક ક્ષમતા 60-70 કિલોમીટર સુધીની છે.
  • લદ્દાખના પહાડી વિસ્તારોમાં પણ નિશાન બનાવી શકે છે.
  • દુશ્મન દેશી સીમા અને યુદ્ધના મેદાનમાં સામેલ થઈ શકે છે.
  • દુશ્મનના બંકરોને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે.
  • ઈઝરાયલના સ્પાઈસ ગાઈડેડ બમ સિસ્ટમ સમાન છે.
  • તેની કિટમાં 125 કિલો, 250 કિલો, 500 કિલો અને 1000 કિલો બમ ફિટ થઈ શકે છે.
  • 1000 કિલોના બમ બંકર ઉડાવવાની ક્ષમતા છે.
  • 250 કિલોના 6 હેમર સામગ્રી રાફેલ લઈ જઈ શકે છે.
  • દુશ્મનની રડારમાં પણ ટ્રેસ કરી શકાતું નથી.
  • એક સાથે 6 જગ્યાએ હુમલો કરવામાં સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત