મગના સ્ટફ પરોઠા – બાળકો ફણગાવેલા મગ નથી ખાતા તો તેમને બનાવી આપો આ પરાઠા…

મગના સ્ટફ પરોઠા…

પરાઠા તો બહુ ખાઈએ પણ મગ ના પરોઠા એટલે ભરપુર પ્રોટીન અને હેલ્ધી પરાઠા ખાસ કેવામાં આવે કે “મગ લાવે પગ”

સામગ્રી

  • – 1 કપ ઘઉંનો લોટ
  • – 2 ચમચી મોણ માટે તેલ
  • – 1 કપ મગ ( ફણગાવેલા )
  • – 3 લીલા મરચાં ( પેસ્ટ )
  • – ટુકડો અડધો ઈંચ આદુનો (પેસ્ટ)
  • – 1 બાફેલું બટેકુ
  • – 1/2 લીંબુ નો રસ
  • – દોઢ ચમચી ખાંડ ખાંડ optional છે
  • – મરી પાવડર
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – અડધી ચમચી હળદર
  • – 1 ચમચી ધાણાજીરૂ
  • – 1 નાની ચમચી ગરમ મસાલો
  • – બટર અથવા તેલ પરોઠા સેકવા માટે
  • 1 ચીઝ ક્યુબ (optional )

રીત

1..સૌપ્રથમ મગને ૭ થી ૮ કલાક પલાળી રાખવા પછી આઠ કલાક પછી તેનો પાણી બદલી નાખી મગની કાણાવાળી ચારણીમાં ધોઈ નાખવા …અને કપડાં માં બાંધી પોટલી વળી ફણગાવ મૂકી દઈ ..ફણગા ફૂટી જશે ..

સ્ટેપ :2

પરોઠાના લોટમાં પા ચમચી મીઠું બે ચમચી તેલ અને જરૂર મુજબ પાણી નો ઉપયોગ કરી લોટ બાંધો..પછી એ લોટને ૧૦ મિનિટ રાખી મૂકો ..

સ્ટેપ :3

હવે ફણગાવેલા મગ ને મિક્સર માં અડકચરા પીસી લેવા .હવે તેમાં બાફેલા બટાકા નો માવો અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટુફીન્ગ રેડી કરવું …..

સ્ટેપ :4

પરોઠાના લોટમાંથી એક નાનુ ગુલ્લુ લઈને તેને ગોળ શેપમાં આવવું પછી તેમાં મગનુ સ્ટફિંગ ભરવું..પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે તેને બંધ કરીને બહુ જ કાળજીથી વણો પછી એક નોન સ્ટિક પર ઘી અથવા બટર મૂકીને પરોઠા શેકવા બને ત્યાં સુધી ઘી કે બટર નો જ ઉપયોગ કરવો તેનાથી પરોઠા ક્રિસ્પી થાય છે માટે મેંદા ના લોટ ની જરૂર પડતી નથી આ રીતે બધા જ પરોઠા રેડી કરવા આ બહુ જ મસ્ત પરોઠા છે એકવાર જરૂરથી ટ્રાય કરવો કંઈક નવું છે…

નોંધ :

– મેં અહીં મગ લીધા છે તમે બીજા કોઈ પણ કઠોળ લઇ શકો છો ..

– કોઈ પણ કઠોળ ફણગાવેલા લો તે મિક્સર માં બીજી બાજુ એક જ વાર જ ફેરવું …અપડે પેસ્ટ નથી કરવાનું …..અધકચરું પીસવા નું છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.