ગુજરાતની માથે કોરોનાનો કહેર: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા કેશુભાઈ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા, ગુજરાત રાજ્યના ૨૧ મોટા નેતાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ભાજપના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા કેશુભાઈ પટેલ હવે કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે. અત્યાર સુધી અધિકારીક રીતે આ માહિતીની પુષ્ટિ કરી શકવામાં આવી નથી, પણ અનાધિકૃત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે, થોડાક દિવસોથી કેશુભાઈ પટેલનું સ્વાસ્થ્ય યોગ્ય હતું નહી. એટલા માટે કેશુભાઈ પટેલનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જો કે, આ જાણકારીની પુષ્ટિ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

image source

કેશુભાઈ પટેલને હવે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.:

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કેશુભાઈ પટેલના કેર ટેકર સ્વેતલનો પણ કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યાર પછી કેશુભાઈ પટેલએ પણ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો છે. અને તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યો છે. કેશુભાઈ પટેલના કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી હવે તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના દીકરા સાથે આ વિષે વાત કરી છે અને તેમની ટ્રીટમેન્ટમાં કોઈ કસર નહી રાખવાની ખાતરી આપી છે.

image source

૨૧ નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.:

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ૧૫ ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સાથે જ અન્ય ૨૧ નેતાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

image source

નામ – પક્ષ -હોદ્દો

-કિશોર ચૌહાણ – ભાજપ – ધારાસભ્ય

-નિમાબહેન આચાર્ય – ભાજપ – ધારાસભ્ય

-બલરામ થાવાણી – ભાજપ – ધારાસભ્ય

-પુર્ણેશ મોદી – ભાજપ – ધારાસભ્ય

-જગદીશ પંચાલ – ભાજપ – ધારાસભ્ય

-કેતન ઈમાનદાર – ભાજપ – ધારાસભ્ય

-વી. ડી. ઝાલાવાડિયા – ભાજપ – ધારાસભ્ય

image source

-રમણ પાટકર – ભાજપ – રાજ્ય કક્ષાના મંત્રી

-સી. જે. ચાવડા – કોંગ્રેસ – ધારાસભ્ય

-ઈમરાન ખેડાવાલા – કોંગ્રેસ – ધારાસભ્ય

-નિરંજન પટેલ – કોંગ્રેસ – ધારાસભ્ય

-કાંતિ ખરાડી – કોંગ્રેસ – ધારાસભ્ય

-ચિરાગ કાલરિયા – કોંગ્રેસ – ધારાસભ્ય

-ગેનીબેન ઠાકોર – કોંગ્રેસ – ધારાસભ્ય

-રઘુ દેસાઈ – કોંગ્રેસ – ધારાસભ્ય

-શંકર સિંહ વાઘેલા – – – પૂર્વ મુખ્યમંત્રી

-ભરત સિંહ સોલંકી – કોંગ્રેસ – પૂર્વ કેન્દ્રીય મંત્રી

-રમેશ ધડુક – ભાજપ – સાંસદ સભ્ય

-અમિત શાહ – ભાજપ – કેન્દ્રીય ગૃહમંત્રી

-અભય ભારદ્વાજ – ભાજપ – સાંસદ

-સી. આર. પાટીલ – ભાજપ – પ્રદેશ પ્રમુખ

કોરોના વાયરસ હવે રાજકીય નેતાઓને પણ પોતાના ભરડામાં લઈ રહ્યો છે અને રાજકારણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત