કેવડિયાના આકર્ષણોને વૈશ્વિક ફલકે ચમકાવવા સરકાર કરી રહી છે ખાસ તૈયારીઓ, કેવડિયામાં કેમ્પેઇન માટે બીગ બીની એન્ટ્રી

કુછ દિન તો ગુઝારો ગુજરાતમે,,, અંતર્ગત સૌથી વધુ પ્રખ્યાત થયું હતું કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાક્ય. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચ તેમના દમદાર અવાજમાં ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેઈનમાં કચ્છની ખાસિયતો જણાવી આ વાક્ય કહેતા જોવા મળ્યા હતા. હવે આ વાક્યમાં અને ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેઈનમાં થોડો ફેરફાર થવા જઈ રહ્યો છે.

image source

કચ્છના રણોત્સવને દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મળી ચુકી છે ત્યારબાદ હવે રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા આસપાસના પ્રવાસન સ્થળોનો પ્રચાર-પ્રસાર કરવા માટે ખાસ કેમ્પેઈન શરુ કરવા વિચારણા ચાલી રહી છે.

image source

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે અમદાવાદથી કેવડિયા સુધીના સી-પ્લેન પ્રોજેક્ટને ખુલ્લુ મુકાયો છે ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા અમિતાભ બચ્ચન સાથે કેમ્પેઈન કરવામાં આવી શકે છે.

image source

ગુજરાતના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર દિવ્યભાસ્કરના પ્રતિનિધિ ટીકેન્દ્ર રાવલના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચન સાથે ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેઈનને આગળ વધારવા તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં કચ્છ જ નહીં કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખાની થીમ પર ભાર દેવામાં આવશે.

image source

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કેવડીયામાં તૈયાર કરાયેલા પ્રવાસન સ્થળોના વિકાસ અને પ્રમોશન માટે અમિતાભ બચ્ચન સાથે એડ ફિલ્મ તૈયાર કરવા તૈયારી કરવામાં આવી છે. જેના માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેની આસપાસ નવા સ્થળ અને સી-પ્લેનને લીધે પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું તૈયાર થયું છે. આ પ્રવાસન સ્થળોની જાણકારી દુનિયાભરના ફરવાના શોખીનો સુધી પહોંચે તે માટે ફરી એકવાર ખાસ એડ કેમ્પેઈન વિશે વિચારણા ચાલી રહી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન અંતર્ગત અમિતાભ બચ્ચન કચ્છ, ગીર, બૌઘ્ધ ગુફાઓ, અંબાજી, સાપુતારા, મોઢેરાનાં સૂર્યમંદિર સહિતના સ્થળો માટે એડ ફિલ્મ કરી ચુક્યા છે. તેવામાં હવે જ્યારે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સી પ્લેન સહિતના આકર્ષણો ઉમેરા છે ત્યારે ફરી એક વખત ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન શરૂ કરીને કેવડીયાને પ્રવાસન તરીકે પ્રમોટ કરવા તૈયારી ચાલી રહી છે. જો અમિતાભ બચ્ચન તરફથી આ પ્રોજેક્ટ સ્વીકારવામાં આવશે તો ફરી એકવાર તેઓ ગુજરાતમાં શૂટિંગ માટે આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત