હથેળીમાં શું કહે છે તમારી ભાગ્ય રેખા, જાણો ક્યારે અને કેવી રીતે મળશે સફળતા

તમે તમારી હથેળીમાં આડી અવળી ઘણી રેખાઓ જોઈ જ હશે. હથેળીમાં રહેલી દરેક રેખા કોઈને કોઈ સંકેત આપે છે. એવી જ એક રેખા છે ભાગ્ય રેખા. તમારી હથેળી પરની ભાગ્ય રેખા પરથી તમારા ભાગ્યનો વિચાર કરવામાં આવે છે. મહેનતની સાથે સાથે ભાગ્યના સહયોગથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ભલેને તમે ગમે તેટલી મહેનત કેમ ન કરી લો પણ જ્યાં સુધી તમારું ભાગ્ય તમારી સાથે ન હોય ત્યાં સુધી તમને સફળતા નથી મળતી. એવામાં તમે તમારી ભાગ્ય રેખા પરથી એ જાણી શકો છો કે તમે કેટલા ભાગ્યશાળી છો.

હથેળીમાં આ હોય છે ભાગ્યરેખા.

image source

ભાગ્યરેખાને સમજવા માટે સૌથી પહેલા તો એ જાણી લો કે તમારી હથેળીમાં ભાગ્ય રેખા ક્યાં હોય છે. હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં શનિ પર્વત મધ્યમાં આંગળીના મૂળમાં સ્થિત હોય છે. એને હથેળીમાં શનિનું સ્થાન કહેવામાં આવે છે. હથેળીમાં કોઈપણ સ્થાનથી લઈને જે રેખા શનિ પર્વત સુધી પહોંચી જાય છે એ રેખા ભાગ્ય રેખા કહેવામાં આવે છે

આવા વ્યક્તિ સ્ત્રીના સહયોગથી મેળવે છે સફળતા.

image source

જે વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખાનું ઉદગમ ચંદ્ર પર્વતથી શરૂ થાય છે તો કોઈ સ્ત્રીના સહયોગથી વ્યક્તિને ભાગ્યનું ફળ મળે છે એટલે કે એવી વ્યક્તિ સ્ત્રીના સહયોગથી જીવનમાં ઉન્નતિ મેળવે છે. એવા વ્યક્તિ પોતાની પત્નીની સલાહ લઈને કે પછી પત્નીની સાથે મળીને કોઈ કામ કરે તો એ ઝડપથી ઉન્નતિ તરફ આગળ વધે છે.

આ લોકોને મળે છે પોતાની મહેનતનું પૂરું ફળ.

image source

જે વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખાનું ઉદગમ જીવન રેખથી શરૂ થાય છે એને પોતાની મહેનતનું પૂરું ફળ મળે છે અને એ જીવનમાં ખૂબ જ સફળ પણ થાય છે. પણ એમાં એમના સગા સંબંધીઓનું ખૂબ જ યોગદાન હોય છે.

એમને કરવો પડે છે સંઘર્ષ.

image source

જે વ્યક્તિની ભાગ્ય રેખાની શરૂઆત હથેળીના મધ્ય ભાગથી થતી હોય એમને જીવનના શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. યુવાવસ્થામાં આવ્યા પછી એમને પોતાની મહેનત અને લાયકતથી ભાગ્યનો સાથ મળવાનું શરૂ થાય છે.

આમને મળે છે નિરંતર સફળતા.

image source

જો ભાગ્ય રેખા કપાયેલી ન હોય તો મધ્ય આયુ પછી જીવનમાં નિરંતર સફળતા મળે છે. ભાગ્ય રેખાનું ઉદગમ કાંડાની પસ્વા મણિબંધ રેખથી થતું હોય અને એ રેખા સીધી શનિ પર્વત પર પહોંચી રહી હોય તો એ પ્રબળ ભાગ્યવાન હોવાના સંકેત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ