આ એક્ટ્રર્સને કુમાર ગૌરવ સાથે ફરવા હતા સાથ ફેરા, પણ પછી લાઇફમાં એવો યુ ટર્ન આવ્યો કે પ્લાન ગયો આખો ફ્લોપ

બોલિવુડના ઘણા લોકો આજે ક્યાં અને કેવી સ્થિતિમાં છે એ આપણે ખબર હોતી નથી. આજે એવી જ એક એક્ટ્રેસ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ જેને પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી અને ત્યાર બાદ એક સિંગર બની ગઈ હતી.

image source

વિજેતા પંડિત જેમને દિલ્મ ‘લવ સ્ટોરી’ થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને તેને પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. વિજેતા પંડિતનો જન્મ 25 ઑગસ્ટ 1967ના રોજ જન્મ મુંબઈના જાણીતાં સંગીત ઘરાનામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નરેન પંડિત છે, જે જાણીતા સંગીતકાર હતાં. વિજેતાની બહેન સુલક્ષણા પંડિતે પણ વર્ષ 1975થી 1988 સુધી દરમિયાન બૉલિવૂડની સારી એક્ટ્રસ હતી અને ભાઇ લલિત અને જતિન પંડિત બૉલિવૂડના જાણીતા સંગીતકાર છે.

image source

વિજેતા પંડિતની પહેલી ફિલ્મ 1981માં રિલિજ થઈ હતી એ ફિલ્મમાં તેની સાથે ફૅમસ એક્ટર અને ફિલ્મ નિર્દેશક રાજેન્દ્ર કુમાર તેમના દીકરા કુમાર ગૌરવની બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અને એ ફિલ્મ બોકસોફિસમાં સુપરહિટ સાબિત થઈ હતી અને બંનેની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારબાદ બંનેએ એક સાથે અઢળક ફિલ્મોમાં કામ કર્યું હતું.

image source

‘લવસ્ટોરી’ ફિલ્મના સેટ ઉપર મળેલ બંને હીરો હિરોઈનને એકબીજા સાથે સાચો પ્રેમ થઈ ગયો હતો. પરંતુ આ લવસ્ટોરીના વિલન કુમાર ગૌરવના પિતા નીકળ્યા હતા. બંનેના પરિવારને આ સંબંધ મંજુર ન હોવાને કારણે બંને અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ 1984માં કુમાર ગૌરવના લગ્ન સુનિલ દત્તની દીકરી નમ્રતા સાથે થયાં. કુમાર ગૌરવની સાથે બ્રેકઅપ થયા પછી વિજેતાએ 4 વર્ષ સુધી ઘરે સમય પસાર કર્યો. આ પછી વર્ષ 1985માં આવેલી ફિલ્મ ‘મોહબ્બત ઔર મિસાલ’થી કમબેક કર્યું હતું.

image source

પણ વિજેતાને બોલીવુડ એ ફરી સ્વીકારી નહતી. ફિલ્મને સફળતા ન મળી એટ્લે 1986માં વિજેતાએ લગ્ન કરી લીધા હતા પણ એના લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહતા. ત્યાર બાદ એમને ફેમશ સિંગર આદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. વિજેતાના ભાઈ અને આદેશ શ્રીવાસ્તવ સારા એવા મિત્રો હતા.

image source

એટેલ વિજેતાએ પોતાના ડિવોર્સ પછી 1990માં આદેશ સાથે લગ્ન કર્યા હતા. વિજેતાના પતિ અને ફૅમશ સિંગર આદેશ શ્રીવાસ્તવનું નિધન વર્ષ 2015માં થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત