લગભગ દોઢ કલાકમાં જ પહોંચી શકશો દિલ્હીથી મુંબઇ, જાણો આ આધુનિક ટેકનોલોજી વિશે

આપણે સૌએ અલગ અલગ વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરીએ જ છીએ. પરંતુ ઘણી વખત આપણને જે તે જગ્યાએ પહોંચવાની ઉતાવળ હોય છે પરંતુ બધા શહેરોમાં હવાઈ મુસાફરીની સુવિધા ન હોવાથી જે તે જગ્યાએ આપણે ફરજીયાત રીતે બાય રોડ જવું પડે છે.

Virgin Hyperloop One
image soucre

બાય રોડ જવામાં અમુક સ્પીડ લિમિટ, ખરાબ રસ્તાઓ ટ્રાફિક જેવા પરિબળો આપણી યાત્રાનો ઝડપીને બદલે વધુ ધીમી બનાવે છે. ત્યારે તાજેતરમાં જ એક નવી ટેકનોલોજીના આધારે ઝડપી યાત્રા કરી શકાય તેવી આશા જન્મી છે. જો કે આ બાબત અને આ ટેકનોલોજી વાસ્તવિક રોડ પર ક્યારે જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે પણ તેના વિશે અત્રે અમુક માહિતી જાણવી જરૂરી છે. જે આ આર્ટિકલમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

hyperloop-moss-3_080119044019.jpeg
image soucre

દિલ્હીથી મુંબઇની યાત્રા (Delhi to Mumbai travel) ટૂંક સમયમાં જ માત્ર 1 કલાક 22 મિનિટમાં કરી શકાશે. હા, આ કોઈ ફેંકાફેંકી નહિ પણ વાસ્તવિકતાની નજીકની વાત છે. અસલમાં વર્જિન ગ્રુપ (Virgin Hyperloop) નો હાઇપર લુપ 2014 થી વિકાસ અને પરીક્ષણ હેઠળ ચાલી રહ્યો છે.

આ ટેકનોલોજી સફળ થશે તો વિશ્વભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે મોટો બદલાવ આવી શકે છે. વર્જિન હાઇપર પુલએ પોતાની મહત્વાકાંક્ષી પરિયોજનાની વ્યાખ્યા જણાવતા એક નવો કોન્સેપ્ટ વિડીયો જાહેર કર્યો હતો. જે યાત્રીઓને 1000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ યાત્રા કરવાની પરવાનગી આપશે. નોંધનીય છે કે આ સ્પીડ સાધારણ ટ્રેનની સરખામણીમાં લગભગ 10 ગણી વધારે છે.

hyperloop-moss_080119044043.jpeg
image soucre

આનાથી યાત્રા કરવાના સમયમાં ઘણો ઘટાડો થઈ શકશે. અમેરિકન પ્રોવહન પ્રૌદ્યોગિકી કંપનીએ તેને મોટા પાયે પરિવહનનું એક રૂપ ગણાવ્યું છે. જેનાથી યાત્રીઓ ગણતરીની મિનિટોમાં એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરી શકશે.

દિલ્હીથી મુંબઇ એટલે ફક્ત 1 કલાક અને 22 મિનિટની યાત્રા

hyperloop-white_080119044133.jpeg
image soucre

હાઇપરલુપની વેબસાઈટ પર રૂટ એસ્ટીમેટર અનુસાર, દિલ્હીથી મુંબઇની લગભગ 1153 કિલોમીટરની યાત્રા આ ટેકનોલોજીના કારણે ફક્ત 1 કલાક અને 22 મિનિટમાં પુરી કરી શકાશે.

પર્યાવરણની દ્રષ્ટિએ શાનદાર ટેકનોલોજી

વર્જિન હાઇપર લુપ સિસ્ટમ એયરલોકસનો ઉપયોગ કરે છે જેનાથી તેની સુરક્ષા વધુ રહે છે. ઇમરજન્સીની સ્થિતિમાં પેસેન્જરોને બહાર નીકળવા માટે ટ્યુબમાં પ્રત્યેક 75 મીટર પર ઇમરજન્સી એક્ઝિટ હશે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ ટેકનોલોજી સારી છે અને તેનાથી બહુ ઓછું પ્રદુષણ થાય છે.

જાણો કઈ રીતે કામ કરશે આ ટેક્નિક

hyperloop-photo_080119044303.jpeg
image soucre

હાઇપર પુલ પોડ્સ ટ્યુબમાં ટ્રાવેલ કરે છે જે વેક્યુમ બનાવે છે. આ પોડ્સ સ્પીડને વધારવા માટે મેગ્નેટિક લેવીટેશન અને પ્રોપ્લશન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. ટ્રેનની જેમ જ આ પોડ્સ એક સાથે ટ્રાવેલ કરી શકે છે પરંતુ તે અંદારો અંદર જોડાયેલ ન હોવાથી અલગ અલગ લોકેશન પર જઈ શકે છે.