લગ્નથી અંતિમ સંસ્કાર સુધી ચોખાનો થાય છે અનેક રીતે ઉપયોગ, શું તમે જાણો છો આ વિશે?

ચોખાના ગુણ જ તેને સૌથી પવિત્ર બનાવે છે, બધા જ ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવાની પરંપરા ચાલી આવી રહી છે.

ચોખા એટલે કે અક્ષતએ કોઇપણ પૂજાપાઠનો અભિન્ન અંગ છે. કોઈ વ્યક્તિના સ્વાગત માટે કે પછી માન આપવા માટે તિલક કરવામાં આવે છે ત્યારે આ તિલકને પૂર્ણ કરવા માટે અક્ષત પણ લગાવવા જરૂરી છે. ધાર્મિક કાર્યની શરુઆતથી લઈને ધાર્મિક કાર્યના અંતમાં દક્ષિણાના તિલક સુધી, બધા જ વિધિ- વિધાનમાં અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

અક્ષત એટલે કે અખંડ. જે તૂટેલ હોય નહી એવા ચોખા. ભારતીય સંસ્કૃતિમાં અક્ષતને આટલું મહત્વ આપવામાં આવ્યું છે તેના કારણો વિષે પણ આ લેખમાં જણાવીશું. હિંદુ ધર્મના દરેક રીત- રીવાજ નિભાવવા દરમિયાન અક્ષતના ઉપયોગ વગર અધૂરા માનવામાં આવે છે. લગ્ન સમયે પણ વર અને વધુ ઉપર અક્ષત કેમ ઉડાવવામાં આવે છે.?

image source

હિંદુ ધર્મના બધા જ ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવાના ઘણા બધા કારણો હોય છે ચાલો જાણીએ આ કારણો વિષે.અક્ષત દેવી લક્ષ્મીને ખુબ જ પ્રિય છે. ઉપરાંત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ચોખા સરળતાથી મળી જાય છે અને ભારત દેશના દરેક ભાગમાં ચોખાનો ઉપયોગ આહાર તરીકે કરવામાં આવે છે. ચોખાએ વ્યક્તિની સમૃધ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષતમાં એ તમામ ગુણ ઉપસ્થિત છે જે અક્ષતને પૂજાપાઠની સામગ્રીમાં સ્થાન અપાવવા યોગ્ય બનાવે છે.

image source

ચોખા સામાન્ય રીતે એક અનાજ છે તેમ છતાં પણ ચોખા ક્યારેય અન્ય અનાજની જેમ સડી જતા નથી કે પછી ખરાબ થતા નથી. એટલા માટે ચોખાને દીર્ધાયુ હોય છે. આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે, જુના ચોખા સ્વાદિષ્ટ હોય છે અને તેની કીમત પણ વધારે હોય છે. ચોખાને લાંબા સમય સુધી રાખવામાં આવે છે તો ચોખા ખરાબ નહી થતા હોવાના લીધે ચોખાને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવ્યું છે.

image source

એટલા માટે આપણે જયારે કોઈ વ્યક્તિના મસ્તક પર કંકુનું તિલક કરીએ છીએ ત્યાર બાદ ચોખા લગાવીએ છીએ. મસ્તક પર તિલક સન્માન અને યશનું પ્રતિક છે જયારે તેની સાથે લગાવવામાં આવેલ બે દાણા ચોખા આપના યશ અને સન્માન સહિત લાંબા સમય સુધી જળવાઈ રહે તેવી કામનાનું પ્રતિક તરીકે ચોખાનો ઉપયોગ પૂજાપાઠ સમયે કરવામાં આવે છે.

શાંતિ અને શીતળતાનું પ્રતિક :

image source

ચોખાનો રંગ સફેદ હોય છે અને સફેદ રંગ સત્ય, શાંતિનો કારક અને શીતળતાનું પ્રતિક માનવામાં આવે છે. આપણે જયારે ઘરમાં કોઈ પૂજાપાઠ કરાવીએ છીએ ત્યારે પૂજા કરતા સમયે ભગવાન પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવથી કરીએ છીએ. જેના લીધે આપણા જીવનમાં શાંતિ જળવાઈ રહે છે. પૂજાપાઠમાં સમર્પિત ભાવથી અક્ષત અર્પિત કરવામાં આવે છે. ચોખાની તાસીર ઠંડી હોય છે.

image source

જે આપણને ઠંડક પ્રદાન કરે છે. હવન, યજ્ઞ વગેરે દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને શીતળતા પ્રદાન કરવા માટે અક્ષત અર્પણ કરવામાં આવે છે. આવી રીતે ચોખા ધન, આયુષ્ય, શાંતિ, સત્ય અને શીતળતા જેવા ગુણ ધરાવે છે જેના લીધે ચોખાનો સમાવેશ પૂજાપાઠની સામગ્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલા માટે હિંદુ ધર્મના તમામ ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

ચોખાના લોટના પિંડ પિતૃઓ માટે :

image source

મૃત્યુ પછી પિતૃઓને પિંડ તર્પણ કરવામાં આવે છે તેના માટે ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે પિંડ તર્પણ માટે ચોખાના લોટનો ઉપયોગ કરવા માટે એવી માન્યતા છે કે, ચોખાનો ઉપયોગ કરવાથી સ્વર્ગસ્થ પિતૃઓ તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ લાંબા સમય સુધી સંતુષ્ટિ પ્રદાન કરે છે. ચોખાના પિંડથી આપના પિતૃઓને સદગતિ અને મોક્ષ તરફ લઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત