માણસોના કબ્રસ્તાન વિશે તો જાણ્યું હશે, પણ ક્યારેય વિમાનોના કબ્રસ્તાન વિશે સાંભળ્યું છે?

તમે માણસોના કબ્રસ્તાન વિશે તો સાંભળ્યું હશે જેમાં સેંકડો, હજારો કે લાખો લોકોને મૃત્યુ બાદ દફન કરવામાં આવ્યા હોય.

image source

પરંતુ શું તમે વિમાનોના કબ્રસ્તાન વિશે ક્યારેય સાંભળ્યું છે ? નહીં ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિમાનોના એક ખાસ કબ્રસ્તાન વિશે જણાવવાના છીએ.

અમેરિકામાં આવેલા આ કબ્રસ્તાનમાં એક બે નહીં પણ ચાર હજાર જેટલા ભંગાર થઈ ગયેલા વાયુસેનાના વિમાનો એકઠા કરાયા છે. એટલું જ નહીં તેમાં વિમાનો સિવાય અંતરિક્ષ યાનનો પણ ભંગાર રખાયો છે.

image source

વિશ્વના સૌથી મોટા વિમાનોના કબ્રસ્તાન તરીકે ઓળખાતો આ એરિયા અસલમાં અમેરિકાના એરિઝોના ખાતે આવેલા ટકસનનો રણપ્રદેશ છે. આ રણપ્રદેશ લગભગ 2600 એકર એટલે કે ફૂટબોલના 1400 મેદાન થાય એવડો મોટો વિશાળ વિસ્તાર ધરાવે છે. આ જગ્યાને બોનયાર્ડ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2010 માં પ્રથમ વખત ગૂગલ અર્થ દ્વારા આ વિસ્તારની સ્પષ્ટ તસવીરો જાહેર કરાઈ હતી.

image source

અહીં બીજા વિશ્વયુદ્ધ માટે ખરીદવામાં આવેલા નવા વિમાનો સહિત અમેરિકન સેના દ્વારા યુદ્ધમાં વપરાયેલા વિમાનો રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત શીત યુદ્ધ દરમિયાન બૉમ્બ વર્ષા કરવા માટે ખાસ વપરાતા B-52 વિમાનો પણ અહીં છે. B-52 એ જ વિમાન છે જેને 1990 માં અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે થયેલ SSLT નિશસ્ત્રીકરણ સમજૂતી બાદ અમેરિકાએ તેને પોતાના સૈન્ય વિમાનોમાંથી રદ કરેલ. એ સિવાય અહીં F-14 વિમાન પણ છે જે પ્રસિદ્ધ હોલીવુડ ફિલ્મ ટોપ ગનમાં દર્શાવવામાં આવ્યું હતું. અમેરિકન સેનાએ આ વિમાનને 2006 માં પોતાના વિમાનોમાંથી રદ કરેલ.

image source

વિમાનોના આ વિશાળ કબ્રસ્તાનની દેખરેખ અમેરિકાના 309માં એરોસ્પેસ મેન્ટેનસ એન્ડ રિજનરેશન ગ્રૂપ કરી રહ્યું છે અને અહીં રાખવામાં આવેલા વિમાનોનું જરૂરી રીપેરીંગ કરે છે. જે પૈકી અમુક વિમાનો ફરી વખત ઉડવા લાયક પણ થઈ જાય છે. વળી, ભંગાર થઈ ગયેલા અને ફરી ઉડી શકવા અશક્ષમ વિમાનોના એન્જીન તથા અન્ય સાધનો ઓછી કિંમતે વેંચી દેવામાં આવે છે અને આ માટે અમેરિકન સરકારે પણ મંજૂરી આપી છે.

image source

ઉલ્લેખનીય છે કે વિમાનોના આ સૌથી મોટા કબ્રસ્તાન એટલે કે બોનયાર્ડની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ બાદ તરત જ કરવામાં આવી હતી. આ વિસ્તારનું સૂકું વાતાવરણ અને ઊંચાઈ અહીં રાખવામાં આવેલા વિમાનોને જલ્દી સડવા નથી દેતા અને એટલા માટે જ વિમાનોને રાખવા આ જગ્યાને પસંદ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત