લો બોલો, મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા CM રૂપાણી સહિત આ લોકોને કરાવવો પડ્યો કોરોનાનો ટેસ્ટ

આજ રોજ પીએમ નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતની મુલાકાત લેવા માટે આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે પોતાના કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યા હતા.

image source

સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ બંનેના એંટીજન અને RTPCR ટેસ્ટના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

image source

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા પહેલા ડે.સીએમ નીતિન પટેલ દ્વારા કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. માસ્ક પહેરવા માટે અને સામાજિક અંતર જાળવવા માટે ડે.સીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પીએમ મોદી ઘોરડો ખાતે તૈયાર કરવામાં આવેલ વિલેજ થીમની પણ મુલાકાત લીધી હતી. અહિયાં કચ્છના ગામડા, ભૂંગા અને તેની થિમના આધારે તૈયાર કરવામાં આવેલ પાર્કની મુલાકાત લીધી હતી.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ કચ્છના માંડવીમાં આવેલ ડિસેલિનેશન પ્લાન્ટની સાથે જ દુનિયાની સૌથી વિશાળ રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છની ટેન્ટ સિટીમાં, ઘોરડોમાં મંગળવારના રોજ બપોરના સમયે ૨:૦૦ વાગે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ અવસર પર સીએમ વિજય રૂપાણી હાજર રહેવાના હતા.

પીએમ નરેન્દ્ર મોદી તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ દિલ્લીથી ૧૧:૩૦ વાગે કચ્છ આવવા માટે નીકળ્યા હતા. પીએમ મોદી બપોરના સમયે ૧:૩૦ વાગે કચ્છમાં આવેલ ભુજ એરપોર્ટ પહોચ્યા હતા. ત્યાર બાદ ભુજથી હેલિકોપ્ટરની મદદથી માંડવી પહોચ્યા હતા. માંડવીમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ રીન્યુએબલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ સાંજના સમયે ૫:૩૦ વાગે કચ્છમાં આવેલ સફેદ રણનું રમણીય દ્રશ્યોની મજા માણી હતી. કચ્છની પાંચ કલાકની મુલાકાત પછી પીએમ મોદી સાંજના ૭:૩૦ વાગે દિલ્લી જવા માટે રવાના થઈ ગયા હતા.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ ભૂકંપગ્રસ્તનીયાદમાં ભુજમાં બનાવવામાં આવેલ મેમોરીયલ પાર્કની સીએમ વિજય રૂપાણી અને અધિકારીઓની સાથે સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છના સ્થાનિક હસ્ત કલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેન્ટ સિટીમાં રણની મધ્યે ઉભા કરવામાં આવેલ વિશાળ ડોમમાં વિકાસના કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ બપોરના સમયે સફેદ રણમાં રહીને જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહુર્ત કરવાનું હોવાના લીધે બપોરના ભોજનનું આયોજન ટેન્ટ સિટીમાં કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ સિટીના સંચાલકોને પીએમ નરેન્દ્ર મોદીના ભોજનને તૈયાર કરવા વિષે સુચના આપી દેવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતી હોવાના લીધે ભરપુર ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. આ સાથે જ કચ્છની વિશેષ વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. ફરસાણમાં કચ્છી સમોસા, દાબેલી, મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે વાનગીઓ થાળીમાં પીરસવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત