ત્રણ માળનું સેન્ટ્રલ એસી મકાન, 19 લાખની કાર… પણ વ્યવસાયે ચોર, જાણો રાજકોટ પોલીસની ઉંઘ ઉડાડનાર ચોર વિશે

અમુક ચોર એવા હોય કે આપણે પણ ગોથે ચડી જઈએ. કારણ કે એવી એવી ચોરી કરે અને એમાં પણ ચોરી કરીને સુખ સાયબી પણ એવી જ ભોગવે. ત્યારે હાલમાં એક ચોરથી આખા ગુજરાતમાં ચર્ચા કરવામા આવી રહી છે, કારણ કે એની ચોરીની રકમો અને પ્રોપર્ટી પણ એવી જ માલામાલ હતી. રાજકોટ શહેરમાં ચાર મહિનામાં લાખો રૂપિયાની ચોરી કર્યા બાદ આનંદ સીતાપરા સુરત તેના ઘરે જતો રહ્યો હતો અને સુરતમાં એમ.જી. હેક્ટરના શો-રૂમમાં જઇ તેના પુત્ર માટે રૂ.19 લાખની કિંમતની એમ.જી.હેક્ટર કાર બુક કરાવી હતી અને બુકિંગ પેટે રૂ.2 લાખ પણ ચૂકવી દીધા હતા. પોલીસે શો-રૂમના સંચાલક પાસેથી રૂ.2 લાખ જપ્ત કર્યા હતા.

image source

તો આવો વિગતે વાત કરીએ આ ચોરની. કરોડપતિ ચોર તરીકે ઓળખાતોઆનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળોએથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને છૂમંતર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જ જેલમાં છે અને હવે પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

image source

જો આ લોકોના કારનામાની વાત કરીએ તો આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. તેની એક ખાસિયત એ હતી કે, ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આ સાથે જ તેની મોજ કરવાની રીત વિશે વાત કરીએ તો આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી. નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂ.2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એ જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી.

image source

જો 4 વર્ષની વાત કરીએ તો આ શખ્સે છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધારી દીધો હતો. એટલી બધી ચોરી થવા લાગી કે પોલીસને પણ શંકા ગઈ અને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી એ સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખ્સ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા ઊઠી હતી, આથી પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરતાં તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ દરરમિયાન આનંદ ઉર્ફે જયંતી જેસિંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરિયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટીમ દોડી ગઇ હતી.

image source

પછી પોલીસે શું કર્યું એની કામગીરી વિશે વાત કરીએ તો પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઇ આગવી ઢબે પૂછપરછ કરતાં આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી. પોલીસે આરોપી પિતા-પુત્ર પાસેથી રૂ.10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂ.3.19 લાખ, રૂ.1.25 લાખનાં 2 બાઇક અને રૂ.7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂ.15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આનંદે પણ કબૂલાત આપી હતી કે પોતે ચોરી કરી એ તમામ સ્થળે તેની સાથે કોઠારિયામાં રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી.

image source

જો આનંદના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો આનંદ સીતાપરા વર્ષ 2007 પહેલાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેનું ત્રણ માળનું મકાન હતું. આ મકાન પણ જેમતેમ નહોતું અને એમાં સેન્ટ્રલી એરકન્ડિશનર હતું. વૈભવી જીવન જીવતો આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો અને અગાઉ 32 ચોરીના ગુનામાં તેની સંડોવણી ખૂલી હતી અને એક વખત પાસા પણ થઇ હતી. આનંદ ચોરી કરવા જતો હતો એ પહેલાં માનતા રાખતો હતો. અને મોટો દલ્લો હાથ આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો.

image source

કરોડપતિ ચોર આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો, દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરી બંગલાની રેકી કરતો, બંધ બંગલો દેખાય એટલે તેને નિશાન બનાવતો. રાત્રિના ચોરી કરવા જાય ત્યારે પીયૂષના બાઇક પાછળ બેસતો ,ઓળખ ન થાય એ માટે બાઇકમાં નંબર પ્લેટ રાખતો નહીં અને પીયૂષને હેલ્મેટ પહેરાવતો હતો. ચોક્કસ મકાને પહોંચ્યા બાદ આનંદ બંગલામાં એકલો જ ઘૂસતો, પીયૂષને ત્યાંથી રવાના કરી દેતો અને દલ્લો હાથ આવ્યા બાદ પીયૂષને બોલાવી રવાના થઇ જતો હતો. આ સાથે જ તેનું નક્કી હતું કે આનંદ સીતાપરા ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડાં જ પહેરતો હતો જ્યારે કોઇ મકાન નજીક રેકી કરતો હોય અને કોઇ વ્યક્તિ તેને ટપારે તો મરણના કામે જતો હોવાનું કહેતો.

image source

એમાં પણ જોવા જેવી વાત એ હતી કે આનંદના પોશાકને જોઇને સામેની વ્યક્તિને સહાનુભૂતિ થતી. પછી આ ભાઈ મોકો મળતાં જ ઘરમાં ઘૂસી જતો હતો. આનંદ જેસિંગ સીતાપરા મોટી ચોરીમાં સફળતા મળે એટલે ઘરવપરાશમાં આવતાં ટીવી, ફ્રીઝ સહિતની કીમતી વસ્તુઓ નવી ખરીદી લેતો. એટલું જ નહીં કપડાં, પડદા, ગાદલાં અને સેટી પણ બદલાવી નાખતો હતો. ઘરનું કરિયાણું મોટા પ્રમાણમાં ખરીદી લેતો હતો. આનંદ ખૂબ ચબરાક હતો. ચોરાઉ દાગીના સગેવગે કરવા માટે તેણે અનોખો રસ્તો અખત્યાર કર્યો હતો. કોઈને શંકા ન જાય એટલા માટે સોનાના દાગીના સોની વેપારીને આપી દેતો હતો અને તેના બદલામાં નવા બિલવાળાં ઘરેણાં બનાવી લેતો હતો. જો કે ચોરે આ રીતે ઘણી તરબીકો અપનાવી પણ આખરે તો પોલીસના હાથમાં આવી ગયો અને હવે જેલની હવા ખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત