ગેસ સિલિન્ડરનો કલર હોય છે લાલ, જાણો તેની પાછળના આ કારણો વિશે

જમવાનું બનાવવા માટે હવે મોટાભાગે એલ.પી.જી. ગેસનો વપરાશ થતો હોય છે.

image source

આ એલ.પી. જી. ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઘર માટે તેમજ ઔદ્યોગિક કાર્ય માટે થાય છે. ગેસ સિલિન્ડર તો હવે મોટાભાગના ઘરોમાં આવે છે અને આ ગેસ સિલિન્ડર તો બધાએ જોયા જ હોય પણ ક્યારેય કોઈને એ સવાલ થયો છે કે ગેસનો સિલિન્ડર હંમેશા લાલ રંગનો જ કેમ હોય છે? ચાલો જાણીએ.

image source

સામાન્ય રીતે આપણે ઘરવપરાશમાં જે સિલિન્ડર ઉપયોગમાં લઈએ એનો રંગ લાલ જ હોય છે પરંતુ જે બાટલો વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાય છે તેનો રંગ વાદળી હોય છે પરંતુ તેની વચ્ચે પણ લાલ રંગની એક પટ્ટી જોવામાં આવે છે. જોકે, બધા જ અલગ અલગ દેશમાં બાટલાનો રંગ જુદો જુદો હોય છે. ભારતમાં લાલ રંગના બાટલા હોય છે એની પાછળ એમ તો એવું કોઈ ખાસ કારણ હોતું નથી. તે છતાં એવું માનવામાં આવતું હોય છે કે, લાલ રંગ ખતરે કી ઘંટી કી સમાન. LPG એક જ્વલંતશીલ ગેસ હોય છે અને એના પરિવહનમાં જોખમ પણ રહેલું હોય છે. એ સિવાય એને દૂરથી ઓળખી શકીયે એટલે જ બાટલાનો રંગ લાલ રાખવામાં આવતો હોય છે.

image source

મોટાભાગે ખતરા માટેનું નિશાન લાલ રંગનું હોય છે, એનું કારણ જાણો છો? વૈજ્ઞાનિક કારણોથી એવું માનવામાં આવે છે કે લાલ રંગ સૌથી પહેલો નજરે ચડે છે. લાલ રંગ તમારું ધ્યાન ઝડપથી ખેંચે છે કારણ કે લાલ રંગના દ્રશ્ય સ્પેક્ટ્રમમાં સૌથી વધારે તરંગ હોય છે, જે હવાના અણુઓ દ્વારા ઝાંખો થતો નથી એટલે લાલ રંગને દૂરથી જ ઓળખી શકાય છે. લાલ રંગ ખતરનાક તેમજ ગરમ વસ્તુઓ દર્શાવવા માટે થાય છે. ગેસ સિલિન્ડર જ્વલનશીલ તેમજ ખતરનાક હોય છે. તે કારણસર તેનો રંગ લાલ હોય છે. આ ઉપરાંત બીજું જણાવી તો કોઈ પણ ગેસનો સિલિન્ડર હોય એમાં નીચેની બાજુ એક નાનકડુ કાણું હોય છે. એવું એટલા માટે કારણ કે સિલિન્ડર કોઈ પણ રીતે મૂકવામાં આવે તો ગેસ સિલિન્ડર એકદમ સુરક્ષિત રહે અને બાટલાને કોઈ રીતે નુકસાન પહોંચે નહિ.

image source

એક મહત્વપૂર્ણ વાત એલ.પી.જી. ગેસમાં હકીકતમાં કોઈ જ પ્રકારની ગંધ નથી હોતી મતલબ કે એમાંથી કોઈ જ પ્રકારની વાસ કે દુર્ગંધ આવતી હોતી નથી. પણ આપણને સિલિન્ડરમાં આ ગેસની વાસ આવતી હોય છે. એનું કારણ છે કે ગેસમાં ઈથેનોલ મરકેપ્ટન ઉમેરાય છે અને એનો ફાયદો એ મળે છે કે, ક્યારેક તેમાંથી ગેસ લીકેજ થાય તો આવતી વાસ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમાંથી ગેસ લીક થઈ રહ્યો છે. તો એનાથી આપણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકીએ છે અને સમયસર તે ગેસને બંધ પણ કરી શકીએ છીએ.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત